________________
જોઈએ તે ભાવનાઓ ઉચ્ચ આત્મતત્વનું પ્રતિપાદન કરનારી–તેની પિછાણ કરાવનારી હેવી જોઈએ.
પોતાના આત્માની સ્થિતિ આ જગતમાં કેવી છે તેનું જ્ઞાન મનુષ્યને પહેલું મળવાની જરૂર છે. એ સ્થિતિનું જ્ઞાન થયા પછી એ આત્મા કોણ છે, કેવો છે તથા કેવા સંજોગોમાં મેલાય છે તેની પિછાણ તેને થવી જોઈએ. એટલું જ્ઞાન થયાથી મનુષ્ય પોતાના મનસૂથી અનિષ્ટ મળને દૂર કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે. એ મળ દૂર કરવા માટે તે જે નવીન વિચારની શ્રેણીએ સ્વાભાવિક રીતે ચડવો જોઈએ તે શ્રેણીનાં પગથીયાં જુદાં જુદાં છે. આત્મા સંબંધી જ્ઞાન મેળવવાથી તે એટલું તે જાણી શક્યો હોય છે કે મન gવ મનુષ્યાનાં જાર વંધમોક્ષયોઃ અર્થાત બંધ અને મોક્ષનું કારણ માણસનું મન જ છે અને તેથી એ મનદ્વારા મળ ભરાઈ ન જાય તેની સાવચેતી રાખવાની આવશ્યકતા તે સમજે છે. ન મળ ભરાય નહિ તેટલા માટે એ મળ ભરાવાના ભાગે બંધ કરવા સારૂ એ માર્ગો તેણે જાણવા જેઇએ અને તે સાથે નવો મળ ઉત્પન્ન ન થાય તેટલા માટે સાવચેતીના ઉપાયો લઈ રાખવા જોઈએ. આટલી સાવધાનતા વાપર્યા પછી તે ભરાઈ ચૂકેલા જૂના મળને ધીમે ધીમે દૂર કરવાના કામમાં ઉદ્યત થઈ શકે છે. એ ઉદ્યમને અંગે તે આત્માને નિર્મળ કરવાનો લાભ મેળવી શકે છે, પરંતુ તેના પરમ કલ્યાણને માટે હજી એટલો ઉદ્યમ પૂરતો થઈ શકતો નથી. આ લોકમાં પોતે જે લક્ષ્યબિંદુએ પહોંચવાનું છે તે લક્ષ્યબિંદુનું ભાન તેને હજી સુધી થયું હતું નથી તે થવાની જરૂર હોય છે. એ લક્ષ્યબિંદુ પર ધ્યાન રાખવાનું શીખ્યા પછી તે સત્ય જ્ઞાન અને ધર્મની પ્રાપ્તિમાં અગ્રમત્ત મૂવી વિગઢ એ આદેશને અનુસરીને પરમ કલ્યાણ સાધી શકે છે. જેવી રીતે ગુણસ્થાનનો ક્રમ પગથીયે પગથીયે ચડાય છે, તેવી જ રીતે આત્મા અને જડના જ્ઞાનમાં, આત્માને જડથી અલગ કરવાના ઉદ્યમમાં અને છેવટે નિર્મળ થએલા આત્માને તેના કલ્યાણને માર્ગે પ્રેરવામાં ભાવનાઓ ભાવવામાં પણ ક્રમે ક્રમે ચડી શકાય છે.