SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સારરહિતતાનું ચિંતન કરીને વૈરાગ્યવાન થવું એ તેને ઉપદેશ છે. વસ્તુતઃ સંસાર ભાવનાદ્વારા મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરવાનું શિક્ષણ મેળવવાનું છે. આ સંસારનો એકદમ ત્યાગ કરી નાંખવો જોઈએ અને તે જ સંસારભાવનાનું ચિંતન કર્યું કહેવાય એ તેને ઉપદેશ નથી; પરન્તુ સંસાર દુઃખમય છે અને જન્મમરણના ચક્રમાં ફરતાં ખરી રીતે સુખ લેશ માત્ર નથી એવી દૃઢ માન્યતાપૂર્વક સંસારના સ્વરૂપનો વિચાર કરવો અને પૂર્વ કર્મને યોગે આ સંસારમાં આવવું પડયું છે પરંતુ પુનઃ એવા ફેરામાં ન પડવું પડે એવી ઈચ્છાપૂર્વક વૈરાગ્યવાન થઈને આત્મસ્વભાવમાં રહેલું અનંત અમર સુખ મેળવવા પ્રયત્ન કરવો. સંસારમાંથી વિરતિ પ્રાપ્ત કરવા માટે વૈરાગ્યની જરૂર છે અને વૈરાગ્યને માટે જ્ઞાનની જરૂર છે, તેટલા માટે કહ્યું છે કે જ્ઞાનચ વિરતિઃ | જ્ઞાનનું સ્વાભાવિક ફળ જ વિરતિ છે અને જડ તથા આત્માના જ્ઞાનપૂર્વક સંસારમાંથી વિરતિ પ્રાપ્ત કરવા માટે વૈરાગ્યવાન થવું એ આ કથનને ઉદ્દેશ છે. આત્માના જડ વસ્તુઓ સાથેના સંબંધનું જ્ઞાન મેળવ્યા પછી તેની સૂક્ષ્મ સ્થિતિનું જ્ઞાન મેળવવાની જરૂર ઉભી થાય છે. ચોથી અને પાંચમી “એકત્વ” તથા “ અન્યત્વ” ભાવના દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરીને તેનું ચિંતન મનુષ્ય કરવાનું છે. એ ચિંતનને અંતે આત્મા કોણ છે, કેવો છે અને કેવા સંજોગોમાં મેલાયો છે તે વિષેનું મનુષ્યનું જ્ઞાન પૂર્ણ થઈ શકે અને પછી તે તેના કલ્યાણની શ્રેણીએ ચડવાને સમર્થ થાય. એકત્વ ભાવનાદ્વારા આત્માની એકાકિનતાનું ચિંતન કરવાનું છે, એટલે કે જીવ દેહમાં એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે, તે એકલો જ કર્મનો કર્યો છે અને એકલો જ કર્મનો ભક્તા છે. ઇ: પરમ ચાતિ, ગાયતે વૈ, gવ હિ અર્થાત્ જીવ એકલે જ પરભવમાં જાય છે અને એટલે જ જગતમાં ઉત્પન્ન થાય છે. અશરણ ભાવનાદ્વારા મનુષ્યને જે આત્માના અનાથત્વનું જ્ઞાન થાય છે તેમાં રહેતી ત્રુટી આ
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy