________________
અનંતાનંત વનસ્પતિના જન્મોમાં જેમ દેવસંબંધી સુખ પ્રાપ્ત થતું નથી તેમ અચરમાવર્તકાળમાં અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી. દેવસંબંધી સુખોની પ્રાપ્તિનાં કારણ અણુવ્રતો અને મહાવ્રતો વગેરે છે. તેની પ્રાપ્તિ વનસ્પતિકાયના અનંતાનંત જન્મોમાં ક્યારે પણ થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વનસ્પતિકાયના તે જીવને દેવસંબંધી સુખનાં કારણોનો જ અભાવ હોવાથી કાર્યભૂત દેવસંબંધી સુખનો અભાવ છે. આમ હોવા છતાં તે જીવમાં તે સુખની યોગ્યતા કાળને લઈને નથી તેમ જણાવ્યું છે. આથી સમજી શકાય છે કે સહકારી કારણોની યોગ્યતાના અભાવવાળા કાળમાં કાર્યની અનુત્પત્તિ જીવની અયોગ્યતા(યોગ્યત્વાભાવ)ના કારણે છે. અન્યથા તે તે કારણના અભાવને લઈને કાર્યની પ્રાપ્તિ થઈ ન હોય ત્યારે જીવની અયોગ્યતાદિનું વર્ણન નિરર્થક બની જાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ.
તેમ જ “યોગબિંદુમાં ઉપર જણાવેલી વાતના અનુસંધાનમાં જણાવ્યું છે કે તેજસ્કાય અને વાયુકાયના, મનુષ્યપણાને પણ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય એવા ભવ્ય જીવોને પણ દેશથી કે સર્વથી ચારિત્રનો સંભવ નથી, તેમ અચરમાવર્તકાળમાં યોગનો સંભવ નથી. તેઉકાય અને વાઉકાયના જીવો મરીને મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી તેથી તેમને ચારિત્રની પ્રાપ્તિ ન થાય. પરંતુ આમ છતાં ચારિત્રની પ્રાપ્તિ માટે તેઓ અયોગ્ય છે એમ જણાવ્યું છે; તે ઉપર જણાવેલી વાતના સમર્થનને સૂચવે છે. ||૧૦-૧ણી,
યોગની (યોગમાર્ગની) પ્રાપ્તિ માટે અચરમાવર્તકાળ અયોગ્ય છે - એ જણાવીને હવે યોગ્ય કાળને જણાવાય છે–
नवनीतादिकल्पस्तच्चरमावर्त्त इष्यते ।
अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ॥१०-१८॥ नवनीतादीति-नवनीतादिकल्पो घृतपरिणामनिबन्धननवनीतदधिदुग्धादितुल्यः । तत् तस्मात् । चरमावर्त इष्यते । योगपरिणामनिबन्धनम् । अत्रैव चरमावर्त एव विमलो भावो भवाभिष्वङ्गाभावाद्भवति । यद्गोपेन्द्रोऽपि अभ्यधाद्भङ्ग्यन्तरेण ।।१०-१८।।
“તેથી યોગમાર્ગની પ્રાપ્તિ માટે માખણ, દહીં વગેરે જેવો ચરમાવર્તકાળ મનાય છે. આ કાળમાં જ નિર્મલભાવની પ્રાપ્તિ થાય છે. ગોપેન્દ્ર નામના વિદ્વાને પણ પ્રકારતરથી તે જણાવ્યું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે, વૃતાદિ પરિણામ માટે માખણ, દહીં કે દૂધ વગેરેનો પરિણામ જેમ કારણ બને છે તેમ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ચરમાવર્તકાળ નવનીત(માખણ) વગેરે જેવો મનાય છે. અર્થાતુ યોગની પ્રાપ્તિ માટે શરમાવર્તકાળ કારણ બને છે. આ ચરમાવર્તકાળમાં જ નિર્મળ એવા ભાવની પ્રાપ્તિ થાય છે. કારણ કે
૯૬
યોગલક્ષણ બત્રીશી