________________
આશયનો અભાવ છે. જેમ લોભક્રિયા અને ક્રોધક્રિયા લાભનું કારણ બનતી નથી. પરંતુ પ્રત્યપાયનું કારણ બને છે તેમ ધર્મક્રિયા પણ અજ્ઞાન અને ધર્મની હાનિ કરવાના કારણે સંમત બનતી નથી પરંતુ પ્રત્યપાય માટે થાય છે. ૧૦-૧૬॥
પ્રણિધાનાદિ આશયરહિત ક્રિયા ધર્મ માટે થતી નથી. તેથી જે સિદ્ધ થાય છે; તે જણાવાય છે—
तस्मादचरमावर्त्तेष्वयोगो योगवर्त्मनः ।
योग्यत्वेऽपि तृणादीनां घृतत्वादेस्तदा यथा ।। १०-१७॥
तस्मादिति – तस्मात्प्रणिधानाद्यभावाद् । अचरमावर्तेषु । योगवर्त्मनो योगमार्गस्य । अयोगोऽसम्भवः । योग्यत्वेऽपि योगस्वरूपयोग्यत्वेऽपि । तृणादीनां । तदा तृणादिकाले । यथा घृतत्वादेरयोगः । तृणादिपरिणामकाले तृणादेर्घृतादिपरिणामस्वरूपयोग्यत्वेऽपि घृतादिपरिणामसहकारियोग्यताभावाद्यथा न घृतादिपरिणामस्तथा प्रकृतेऽपि भावनीयम् । अत एव सहकारियोग्यताभाववति तत्र काले कार्यानुपधानं तद्योग्यताभाववत्त्वेनैव साधयितुमभिप्रेत्याह हरिभद्रसूरिः [योगबिन्दौ १३-१४ श्लोक-युगलं ]“तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते । कायस्थितितरोर्यद्वत्तज्जन्मस्वामरं सुखम् ||१|| तैजसानां च जीवानां भव्यानामपि नो तदा । तथा चारित्रमित्येवं नान्यदा योगसम्भवः ||२||” इति ।।१०-१७।। “પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી અચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગના યોગનો (સંબંધનો) અભાવ હોય છે. તે વખતે યોગમાર્ગની સ્વરૂપયોગ્યતા હોવા છતાં તૃણાદિમાં ઘીના પરિણામના અભાવની જેમ અચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગનો અયોગ હોય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે અચ૨માવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનો સંભવ નથી. જે કાળમાં ઘાસ વગેરે હોય છે; તે કાળમાં તૃણાદિ (ઘાસ વગેરે) પરિણામમાં ઘી વગેરે પરિણામ સ્વરૂપ થવાની યોગ્યતા (સ્વરૂપયોગ્યતા) હોવા છતાં તૃણાદિ-પરિણામના કાળમાં જેમ ધૃતાદિ (ઘી વગેરે) પરિણામ થતો નથી તેમ અચ૨માવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં યોગમાર્ગની પ્રાપ્તિની કોઇ જ સંભાવના હોતી નથી. અચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં કાલાદિ સહકારીકારણની યોગ્યતાનો અભાવ છે. તેથી જ સહકારીકા૨ણની યોગ્યતાના અભાવવાળા કાળમાં જે કાર્યનો અભાવ હોય છે, તે યોગ્યતાના અભાવને લઇને જ છે ઃ તે સિદ્ધ કરવાના અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ ‘યોગબિંદુ'માં (શ્લોક નં. ૯૩-૯૪) જણાવ્યું છે કે– ‘લોકપંક્તિ માટે કરાતી ધર્મક્રિયા અધર્મસ્વરૂપ હોવાથી અચરમાવર્ત્તકાળમાં અધ્યાત્મસ્વરૂપ યોગ પ્રાપ્ત થતો નથી. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિવાળા વનસ્પતિકાયના જીવને એક પરિશીલન
૯૫