________________
આ કાળમાં ભવાભિષ્યંગનો અભાવ હોય છે. નિસર્ગથી જ આ કાળમાં એવા પ્રકારની ભવની પ્રત્યે આસક્તિ હોતી નથી કે જેથી યોગમાર્ગની પ્રાપ્તિમાં અવરોધ ઊભો થાય.
યોગની પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ જ ભવાભિવંગનો છે. ચ૨માવર્ત્તકાલવત્ત્વ જીવોને ભવાભિષ્યંગ એવો ઉત્કટ કોટિનો હોતો નથી કે જેથી યોગમાર્ગને પ્રાપ્ત કરવાની તેમની યોગ્યતા નાશ પામે અને યોગમાર્ગની પ્રાપ્તિ થાય નહિ. સહકારીકારણસામગ્રી પ્રાપ્ત થાય એટલે ચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થઇ જાય છે. આ વાતને પ્રકારાંતરથી નીચે જણાવ્યા મુજબ ગોપેન્દ્ર પણ જણાવી છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૦-૧૮|| ગોપેન્દ્ર જે જણાવ્યું છે; તે જણાવાય છે—
अनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि ।
न पुंसस्तत्त्वमार्गेऽस्मिजिज्ञासापि प्रवर्त्तते ॥ १०-१९॥
अनिवृत्तेति—अनिवृत्तः प्रतिलोमशक्त्यान्तरलीनोऽधिकारः पुरुषाभिभवनरूपो यस्यास्तस्यां प्रकृतौ । सर्वथैव हि सर्वैरेव प्रकारैः । अपुनर्बन्धस्थानस्याप्यप्राप्तावित्यर्थः । न नैव पुंसः तत्त्वमार्गेऽस्मिन् वक्तुमुपक्रान्ते । जिज्ञासापि ज्ञातुमिच्छापि किं पुनस्तदभ्यास इत्यपिशब्दार्थः प्रवर्तते सञ्जायते ।।१०-१९।। “સર્વ પ્રકારે જ (કોઇ પણ રીતે) અધિકારની નિવૃત્તિથી રહિત પ્રકૃતિ હોય ત્યારે આ તત્ત્વમાર્ગમાં પુરુષને જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રતિલોમશક્તિથી અંતરલીન થયો છે પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેણીનો એવી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ પુરુષનો અભિભવ કરવાના સ્વભાવવાળી પ્રકૃતિ હોતે છતે, કોઇ પણ રીતે એ સ્વભાવમાં સહેજ પણ પરિવર્તન થયેલું ન હોવાથી અપુનબંધસ્થાન(અપુનર્બંધકદશા)ની પણ પ્રાપ્તિ થયેલી ન હોવાથી; જેનું નિરૂપણ કરાય છે તે આ યોગમાર્ગને વિશે (તત્ત્વમાર્ગને વિશે) પુરુષને જાણવાની ઇચ્છા પણ થતી નથી. તો પછી તે વિષયનો અભ્યાસ ક્યાંથી થાય ? - આ પ્રમાણે ટીકાનો યથાશ્રુતાર્થ છે.
કહેવાનો આશય એ છે કે સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ આ મૂળભૂત બે તત્ત્વો છે. પુરુષ ચેતન, અવિકારી, એકાંતે ફૂટસ્થનિત્ય છે. શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ અને કોઇ પણ કાર્યનો અકર્તા છે. પ્રકૃતિ જડ છે. સાક્ષાત્ અને પરંપરાએ તે તે કાર્યને ઉત્પન્ન કરનારી છે. પરિણામીનિત્ય છે. પ્રકૃતિથી મહત્(બુદ્ધિ)તત્ત્વ ઉત્પન્ન (આવિર્ભૂત) થાય છે. મહત્તત્ત્વથી અહંકાર અને અહંકારથી અગિયાર ઇન્દ્રિયો (પાંચ શ્રવણ વગેરે જ્ઞાનેન્દ્રિય, વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ - આ પાંચે કર્મેન્દ્રિયો અને મન) તેમ જ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ - આ પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાઓથી અનુક્રમે આકાશ, તેજ, જલ, પૃથ્વી અને વાયુ - આ પાંચ મહાભૂતો આવિર્ભૂત થાય છે. પુરુષ વગેરે ચાર, અગિયાર ઇન્દ્રિયો, એક પરિશીલન
૯૭