________________
પંચતન્માત્રા અને પંચમહાભૂતો - આ પચીસ તત્ત્વો સાંખ્યાભિમત છે. ઉપર જણાવ્યા મુજબનો સૃષ્ટિક્રમ છે. તેનાથી તદ્દન વિપરીત ક્રમે પ્રલય છે. જે જેમાંથી આવિર્ભાવ પામે છે તે તેમાં લીન થાય છે. (વિલય પામે છે.) જેથી તે તે સ્વરૂપે તેનું અસ્તિત્વ પ્રતીત થતું નથી. સમગ્ર જગતની સૃષ્ટિ અને પ્રલયનો એ ક્રમ છે. આને અનુલોમક્રમ કહેવાય છે. આનાથી વિપરીત ક્રમને પ્રતિલોમ કહેવાય છે. ન્યાયની પરિભાષામાં પ્રતિયોગિતા કે સ્વાભાવવત્ત સંબંધ સ્વરૂપ પ્રતિલોમ સામર્થ્ય સમજી શકાય.. ઇત્યાદિ તેના જ્ઞાતા પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. અહીં તો શ્લોકાર્થને સમજવા માટે ઉપયોગી અંશ જ વર્ણવ્યો છે. II૧૦-૧૯લા ઉપર જણાવેલી વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરાય છે
साधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः ।
पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ॥१०-२०॥ साधिकारेति-साधिकारा पुरुषाभिभवप्रवृत्ता या प्रवृत्ति(कृति)स्तद्वत्यावर्ते हि । नियोगतो निश्चयतः । जिज्ञासा तत्त्वमार्गपरिज्ञानेच्छा न भवेत् । क्षेत्ररोगोदय इव पथ्येच्छा । क्षेत्ररोगो नाम रोगान्तराधारभूतः कुष्टादिरोगः । ततो यथा पथ्यापथ्यधीविपर्यासस्तथा प्रकृतेऽपि ।।१०-२०॥
પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકારવાળી પ્રકૃતિ જેમાં છે એવા કાળમાં (અર્થાત્ એવા કાળમાં વર્તતી પ્રકૃતિના કારણે) નિશ્ચયે કરી, કોઢરોગાદિ હોતે છતે પથ્ય-સંબંધીની ઇચ્છાની જેમ જાણવાની (તત્ત્વમાર્ગને જાણવાની) ઇચ્છા થતી નથી.” - આ પ્રમાણે વિસમાં
શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે અવાંતર રોગોના આધારભૂત કોઢરોગાદિ સ્વરૂપ ક્ષેત્રરોગનો જ્યારે આવિર્ભાવ થાય છે ત્યારે રોગીને પથ્ય વાપરવાની ઇચ્છા થતી નથી. તેમ ઉપર જણાવ્યા મુજબ સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તે કાળમાં આત્માને તત્ત્વમાર્ગ જાણવાની ઇચ્છા (જિજ્ઞાસા) થતી નથી.
સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષાદિ તત્ત્વના પરિજ્ઞાન માટે ખરી રીતે તો તે દર્શનનો અભ્યાસ યોગ્ય રીતે કરી લેવો જોઈએ. ત્યાં સુધી; કર્મરહિત આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તેના જેવું પુરુષતત્ત્વ છે, આઠ કર્મપ્રકૃતિઓનું જ સ્વરૂપ છે તેના જેવું પ્રકૃતિતત્ત્વ છે અને ક્ષયોપશમભાવનું જે મન છે તેના જેવું બુદ્ધિતત્ત્વ છે – એ સમજીને ઉપર જણાવેલી વાતને સમજવા પ્રયત્ન કરવો જોઇએ. આત્મા કે મન જ્યારે પણ ખૂબ જ ઉત્કટ કોટિનું સર્વ કેળવી લે છે ત્યારે કર્મનું જોર ચાલતું નથી. પરંતુ જ્યારે આપણો આત્મા અને મન સાવ જ શિથિલ બને છે ત્યારે કર્મ નહીં - જેવું હોય તોય તેનું જોર વધી જાય છે. એનો અનુભવ તો આપણને સૌને છે. કોઇ પણ જાતનું કર્મ જ્યારે આત્માદિને દબાવીને પરવશ બનાવે છે ત્યારે કર્મથી આત્મા અભિભૂત બને છે. આથી તદ્દન વિપરીત રીતે આત્માદિ બળવાન બની કર્મને પરવશ ન બને તો કર્મ અભિભૂત બને છે.
૯૮
યોગલક્ષણ બત્રીશી