________________
સત્ત્વશાળી પુણ્યાત્માઓના જીવનમાં એવું આપણને જોવા મળતું હોય છે. શ્રી તીર્થંકર પરમાત્મા અને તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરનારા મહાત્માઓની અપેક્ષાએ કર્મ તદ્દન જ બલીન છે. જ્યારે આપણે કર્મની અપેક્ષાએ બળહીન છીએ. આપણી આ અવસ્થાને સાંખ્યદર્શનની પરિભાષામાં પુરુષાભિભવસ્વરૂપ પ્રકૃત્યધિકાર કહેવાય છે. આવી અવસ્થામાં પુરુષને તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી. શ્લોકમાં જણાવેલી વાતનો થોડો ખ્યાલ આવે; એટલા માટે અહીં થોડો પ્રયત્ન કર્યો છે. બાકી તો સાંખ્યદર્શનની વાત એકાંતનિત્યાદિની તેમની માન્યતા પ્રમાણે સંગત નથી – એ અવસરે જણાવ્યું છે અને અવસરે જણાવાશે.
કોઢ વગેરે ક્ષેત્રરોગના કારણે જેમ પથ્ય અને અપથ્યને આશ્રયીને અપથ્ય અને પથ્યની બુદ્ધિ સ્વરૂપ વિપર્યાસ થાય છે તેમ અહીં પણ સાધિકારપ્રકૃતિના કારણે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી. એ સમજી શકાય એવું છે. //૧૦-૨૦ના
સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી, એ જે રીતે ચોક્કસ કરાય છે - તે જણાવાય છે.
पुरुषाभिभवः कश्चित्, तस्यामपि हि हीयते ।
युक्तं तेनैतदधिकमुपरिष्टाद् भणिष्यते ॥१०-२१॥ पुरुषेति-तस्यामपि हि जिज्ञासायामपि हि सत्यां । कश्चित् पुरुषाभिभवः प्रकृते हीयते (प्रकृतेहीयते) निवर्तते । न होकान्तेनाक्षीणपापस्य विमलो भावः सम्भवति । तेनैतद्गोपेन्द्रोक्तं युक्तम् । अधिकमपरिणाम्यात्मपक्षे तदभिभवतन्निवृत्त्याद्यनुपपत्तिलक्षणमुपरिष्टादग्रिमद्वात्रिंशिकायां भणिष्यते ।।१०-२१॥
“તત્વમાર્ગની જિજ્ઞાસા હોતે છતે પ્રકૃતિ દ્વારા થતો પુરુષાભિભવ થોડો નિવૃત્ત થાય છે. તેથી ગોપેન્દ્ર જે આ જણાવ્યું છે તે યુક્ત છે. આ સિવાય તેમણે જે જણાવ્યું છે તે વિષયમાં હવે પછી જણાવાશે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ સંસારમાં અનાદિકાળથી પ્રકૃતિથી પુરુષનો અભિભવ થતો જ આવ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારે સહેજ પણ હ્રાસ (ઘટાડો) ન થાય તો તત્ત્વની જિજ્ઞાસા પણ થતી નથી. આ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. તેનો નિર્ણય જે રીતે કરાય છે તે આ શ્લોકથી જણાવાય છે.
એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે તત્ત્વમાર્ગની જિજ્ઞાસામાં પણ (અર્થાત્ તત્ત્વમાર્ગના અભ્યાસાદિમાં જ નહીં) પ્રકૃતિથી થતો પુરુષનો અભિભવ કાંઈક પણ ઓછો થાય છે. કારણ કે એકાંતે કોઈ પણ અંશે જેનું પાપ ક્ષય પામ્યું નથી; તેને વિમલ ભાવ પ્રાપ્ત થાય એ શક્ય નથી. તત્ત્વમાર્ગની જિજ્ઞાસા સ્વરૂપ વિમલ ભાવ જો પ્રાપ્ત થયો હોય તો ત્યાં માનવું જોઈએ કે કાંઈક પુરુષાભિભવ ઓછો થયો છે. તેથી શ્લોક નં. ૧૯માં જણાવેલી ગોપેન્દ્રની વાત બરાબર છે. એ સિવાય આત્માને એકાંતે અપરિણામી માનવાથી તેનો અભિભવ, તેના અભિભવની નિવૃત્તિ વગેરે જે
એક પરિશીલન
૯૯