________________
રીતે અનુપપન્ન થાય છે, તે બધું હવે પછીની બત્રીસીમાં જણાવાશે. અહીં તો યોગના સ્વરૂપનું નિરૂપણ કરવાનું ઉદિષ્ટ છે. એટલે તેને ઉપયોગી અહીં જણાવ્યું છે. ૧૦-૨૧
આ રીતે અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થતી નથી - એ સ્પષ્ટપણે જણાવીને તેથી જે નિશ્ચિત થાય છે તે જણાવાય છે–
भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् ।
तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ॥१०-२२॥ भावस्येति-तेन भावस्यान्तःपरिणामस्य मोक्षे मुख्यहेतुत्वं व्यवस्थितं । तेन स एव योग इत्युक्तं भवति । तस्यैव योगतश्चरमावर्ते क्रियाया अपि मोक्षे मुख्यहेतुत्वम्, अतस्तस्या अपि योगत्वमिति ।।१०-२२।।
તેથી મોક્ષની પ્રત્યે ભાવની મુખ્ય હેતુતા છે; તે વ્યવસ્થિત (પ્રમાણથી પ્રતિષ્ઠિત) છે. તેથી તે ભાવ જ યોગ છે - એ નિશ્ચિત થાય છે. તે અંતઃકરણના પરિણામ સ્વરૂપ ભાવાત્મક યોગના સંબંધથી ચરમાવર્તકાળમાં ક્રિયામાં પણ મોક્ષ પ્રત્યે મુખ્યકારણતા છે. તેથી તે ક્રિયા પણ યોગસ્વરૂપ છે. આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય લગભગ સ્પષ્ટ છે.
અંતઃપરિણામસ્વરૂપ ભાવ છે. મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ તે જ છે. ચરમાવર્તકાળમાં જ તેની પ્રાપ્તિ થાય છે. અચરમાવર્તકાળમાં કોઈ પણ રીતે તેની પ્રાપ્તિ થતી જ નથી. આ રીતે મોક્ષની પ્રત્યે ભાવ મુખ્ય કારણ હોવાથી તે યોગસ્વરૂપ છે. તે યોગના સંબંધના કારણે તે તે ક્રિયાઓ પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી તે પણ યોગ સ્વરૂપ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. // ૧૦-૨રી/
અંતઃપરિણામ સ્વરૂપ ભાવ મોક્ષની પ્રત્યે કારણ બને; પરંતુ બાહ્ય ક્રિયાઓ તેનાથી તદ્દન વિલક્ષણ હોવાથી તે મોક્ષની પ્રત્યે કઈ રીતે કારણ બને ? આ શંકાનું સમાધાન કરાય છે–
रसानुवेधात् ताम्रस्य, हेमत्वं जायते यथा ।
क्रियाया अपि सम्यक्त्वं, तथा भावानुवेधतः ॥१०-२३॥ रसानुवेधादिति-ताम्रस्य रसानुवेधात् सिद्धरससम्पर्काद् यथा हेमत्वं जायते । तथा क्रियाया अपि भावानुवेधतः सम्यक्त्वं मोक्षसम्पादनशक्तिरूपम् ।।१०-२३।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે સિદ્ધરસના સંપર્કથી તાંબુ જેમ સુવર્ણ બને છે; તેમ અંતઃપરિણામ સ્વરૂપ ભાવના અનુવેધથી ક્રિયા પણ સમ્ય અર્થાત મોક્ષને પ્રાપ્ત કરાવવાની શક્તિવાળી બને છે. સિદ્ધરસજેવા ભાવના અચિત્ત્વ સામર્થ્યથી બાહ્યક્રિયાઓ પણ અંતઃપરિણામસ્વરૂપ બની જાય છે, જેથી મોક્ષ સંપાદનને અનુકૂળ એવા સામર્થ્યથી પૂર્ણ બને છે.. ઇત્યાદિ સુગમ છે. ૧૦-૨૩
ઉપર જણાવ્યા મુજબ ભાવના અન્વેધથી ક્રિયા પણ મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે - એ પ્રમાણે જણાવ્યું. ત્યાં ભાવનો અનુવેધ જે રીતે ઉપયોગી બને છે - તે જણાવાય છે
૧૦૦
યોગલક્ષણ બત્રીશી