________________
प्रणिधानमिति-प्रणिधानं क्रियानिष्ठमधिकृतधर्मस्थानादविचलितस्वभावम् । अधोवृत्तिषु स्वप्रतिपन्नधर्मस्थानादधस्ताद्वर्तमानेषु प्राणिषु कृपानुगं करुणान्वितं । न तु हीनगुणत्वेन तेषु द्वेषसमन्वितं । परोपकारसारंच परार्थनिष्पत्तिप्रधानं च । चित्तं पापविवर्जितं सावधपरिहारेण निरवद्यवस्तुविषयम् ।।१०-११।।
અધિકૃત ક્રિયામાં રહેલા, પોતાની અપેક્ષાએ હીન ગુણવાળાઓમાં કૃપાથી યુક્ત; પરોપકારની પ્રધાનતાવાળા અને પાપથી રહિત એવા ચિત્તને પ્રણિધાન કહેવાય છે.” - આશય એ છે કે રાગાદિ મલના અપગમથી પુષ્ટિ અને શુદ્ધિવાળું જે ચિત્ત છે તસ્વરૂપ જ ધર્મ છે. એ ચિત્ત આત્માના અધ્યવસાય સ્વરૂપ છે. બાહ્ય ધર્મક્રિયાઓ તેનું કારણ હોવાથી ઉપચારથી ધર્મ કહેવાય છે. પ્રણિધાનાદિ પાંચ આશયો પણ વાસ્તવિક રીતે આંતર ધર્મના વિશેષણભૂત છે. બાહ્યધર્મક્રિયાઓમાં પણ તે ઉપચારથી વિવક્ષાય છે. અહીં જે ચિત્તને પ્રણિધાનસ્વરૂપે વર્ણવ્યું છે, તે ચિત્તને યાદ રાખ્યા વિના ચાલે એવું નથી. ધર્મને મોક્ષદાયી બનાવવાનું કામ એ ચિત્ત કરે છે.
સામાન્ય રીતે જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તેને અધિકૃત ધર્મસ્થાન કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ એ અનુષ્ઠાન કરતી વખતે મનથી વિચલિત નહીં બનવું જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ વગેરે સંબંધી વિચલિતતા અનેક પ્રકારની છે. જે કોઈ પણ અનુષ્ઠાન (પૂજા-સામાયિક વગેરે) કરવાનું હોય તે અંગે દ્રવ્યાદિ નિયત જ હોય છે. પરંતુ જ્યારે સંયોગવશ દ્રવ્યાદિમાં વિષમતા ઊભી થાય ત્યારે ચલાવી લેવાની જે વૃત્તિ છે, તે વિચલિત અવસ્થા છે. “આ નથી તો આ ચાલશે” “આમ નહિ તો આમ”... ઇત્યાદિ અધ્યવસાય મનની વિચલિત અવસ્થાને જણાવે છે. “આ નથી તો તે મેળવ્યા વિના નહિ જ ચાલે” “આમ કેમ નહિ ? આમ જ કરવાનું છે. ઇત્યાદિ અધ્યવસાય મનની અવિચલિત અવસ્થાને જણાવે છે. કરવા ધારેલા અનુષ્ઠાન પ્રસંગે દ્રવ્યાદિને આશ્રયીને સહેજ પણ ચલાવી લેવાની વૃત્તિનો અભાવ, ચિત્તને ક્રિયાનિષ્ઠ બનાવે છે. અનંતજ્ઞાનીઓએ તે તે અનુષ્ઠાન અંગે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ અને ઉદ્દેશ વગેરેને આશ્રયીને મર્યાદા દર્શાવેલી છે. તે મર્યાદાથી વિચલિત ના થવું અને અવિચલિત સ્વભાવવાળા બનવું - તે પ્રણિધાન છે.
આપણે જે ધર્મ કરતા હોઇએ અને જે રીતે કરતા હોઇએ તેની અપેક્ષાએ જેઓ હિનધર્મવાળા હોય તેમને વિશે કૃપા કરુણા)વાળું ચિત્ત હોવું જોઈએ. પરંતુ તેઓ હીન ગુણવાળા હોવાથી તેમની પ્રત્યે દ્વેષ ન આવવો જોઇએ. “અમે કેવો ધર્મ કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ? ધારીએ તો શું ન થાય? કશું જ અશક્ય નથી.' ઇત્યાદિ પ્રકારે હનગુણવાળા પ્રત્યે ચિત્તમાં દ્વેષ ન ધરવો : એ પ્રણિધાન છે. આમ પણ પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષ કરવાનો ન હોવાથી હનગુણવાળા પ્રત્યે પણ દ્વેષ કરવાનો નથી. આવા પ્રસંગે કર્મપરિણતિની વિષમતાનો વિચાર કરી કૃપાન્વિત બનવું જોઈએ. આપણી પાસેનાં ઘર, દુકાન વગેરે ભોગાદિ સાધનોની અપેક્ષાએ
એક પરિશીલન
૮૭.