________________
तानेवाहજે પ્રણિધાનાદિ પાંચ આશયોના કારણે ધર્મક્રિયા શુદ્ધ બને છે, તે પ્રણિધાનાદિને જણાવાયછે–
प्रणिधानं प्रवृत्तिश्च, तथा विघ्नजयस्त्रिधा ।
सिद्धिश्च विनियोगश्च, एते कर्मशुभाशयाः ॥१०-१०॥ प्रणिधानमिति-कर्मणि क्रियायां शुभाशयाः स्वपुष्टिशुद्ध्यनुबन्धहेतवः शुभपरिणामाः । पुष्टिरुपचयः, शुद्धिश्च ज्ञानादिगुणविघातिघातिकर्मह्रासोत्थनिर्मलतेत्यवधेयम् ।।१०-१०।।
“પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ - આ કર્મ(ક્રિયા)માં શુભાશયો છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે આ પ્રણિધાનાદિ ધર્મક્રિયામાં શુભાશયસ્વરૂપ છે. આત્મપરિણામસ્વરૂપ ક્રિયાની પુષ્ટિ, શુદ્ધિ અને અનુબંધના કારણભૂત એ પ્રણિધાનાદિ શુભ પરિણામસ્વરૂપ છે. પુષ્ટિ પુણ્યના ઉપચય સ્વરૂપ છે અને જ્ઞાનાદિ આત્મગુણોનો ઘાત કરનારા જ્ઞાનાવરણીયાદિ કર્મના બ્રાસથી પ્રાપ્ત થનારી નિર્મળતાને શુદ્ધિ કહેવાય છે.
પુષ્ટિ અને શુદ્ધિ શબ્દ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેનો અર્થ સમજાવવો પડે એવું નથી. ધર્મ, આત્માનો પરિણામવિશેષ છે. વિહિત આચરવાનો આત્મપરિણામ અહીં ક્રિયા છે. એ ક્રિયાના પરિણામની જેમ જેમ અભિવૃદ્ધિ થાય ત્યારે તે ક્રિયા પુષ્ટ બને છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના હાસથી(ક્ષયોપશમ વગેરેથી) તે નિર્મળ બને છે. તે નિર્મળતા જ અહીં શુદ્ધિસ્વરૂપ છે. શરીરમાં માંસ વગેરેના સંચયથી જેમ પુષ્ટિ મનાય છે અને તેના મિલના દૂર થવાથી જેમ નિર્મળતા સમજાય છે તેમ અહીં પણ ક્રિયા કરવાથી જે પુણ્યબંધ થાય છે; તે પુણ્યના ઉપચય સ્વરૂપ પુષ્ટિ છે અને જ્ઞાનાવરણીયાદિ પાપકર્મના વિગમથી પ્રાપ્ત થતી નિર્મળતા શુદ્ધિ છે અને ઉત્તરોત્તર પુષ્ટિ અને શુદ્ધિ પ્રાપ્ત થતી રહે તે અનુબંધ છે. પ્રણિધાનાદિ આશયવિશેષને લઈને પુષ્ટિ અને શુદ્ધિ સાનુબંધ બને છે. નિરનુબંધ પુષ્ટિ અને શુદ્ધિ ફળપ્રદાન માટે સમર્થ બનતાં નથી.
પ્રણિધાનાદિ પાંચ આશય વિનાની ધર્મક્રિયા શુદ્ધ ન હોવાથી તુચ્છ અને અસાર છે. પરિશુદ્ધ ધર્મક્રિયાની પ્રાપ્તિ માટે પ્રણિધાનાદિ આશયને પામવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. I૧૦-૧૦ના પ્રણિધાન નામના આશયનું સ્વરૂપ જણાવાય છે
प्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपानुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ॥१०-११॥
યોગલક્ષણ બત્રીશી