________________
આવું શુદ્ધ જનપ્રિયત્વ સ્વપરને સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું બને છે. આપણો શુદ્ધધર્મ જોઈને ધર્મપ્રશંસાદિને કરવાથી બીજાને પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ બીજાધાનાદિ પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ શ્રી ષોડશકપ્રકરણના પરિશીલનમાંથી સમજી લેવું જોઈએ. અહીં તો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેમ જનપ્રિયત્ન ધર્મ માટે થાય છે તેમ લોકપંક્તિ પણ ઉપર જણાવ્યા મુજબ ધર્મ માટે થાય છે. ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. /૧૦-૮ll, આ વિષયમાં જ થોડી વિશેષતાને જણાવાય છે–
अनाभोगवतः साऽपि धर्महानिकृतो वरम् ।
शुभा तत्त्वेन नैकाऽपि प्रणिधानाधभावतः ॥१०-९॥ अनाभोगवत इति-अनाभोगवतः सन्मूर्छनजप्रायस्य स्वभावत एव वैनयिकप्रकृतेः सापि लोकपङ्क्त्या धर्मक्रियापि । धर्माहानिकृतो धर्मे महत्त्वस्यैव यथास्थितस्याज्ञानाद्भवोत्कटेच्छाया अभावेन महत्यल्पत्वाप्रतिपत्तेधर्महान्यकारिणो वरमन्यापेक्षया मनाक् सुन्दरा । तत्त्वेन तत्त्वतः पुन:कापि प्रणिधानाद्यभावतो नैकापि वरं । प्रणिधानादीनां क्रियाशुद्धिहेतुत्वात् ।।१०-९॥
લોકપંક્તિથી કરેલી ધર્મક્રિયા વિપરીત ફળને આપનારી છે - આ પ્રમાણે સાતમા શ્લોકમાં જણાવ્યું છે. એ અંગે થોડી વિશેષતા આ શ્લોકમાં જણાવી છે. “અનાભોગ(જ્ઞાનવિશેષનો અભાવ)વાળા આત્માની લોકપંક્તિથી કરાયેલી પણ ધર્મક્રિયા; ધર્મની હાનિ(લઘુતા)ને કરનારાની ધર્મક્રિયા કરતાં સારી છે. તત્ત્વદૃષ્ટિએ બંન્નેમાંથી એક પણ સારી નથી. કારણ કે બંન્ને સ્થાને પ્રણિધાનાદિનો અભાવ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે અનાભોગવાળા એટલે કે સમૂર્શિમ જેવા વિશિષ્ટ સમજણ વગરના) સ્વભાવથી જ વિનયાદિની પ્રકૃતિ જેમની છે તેવા જીવો લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે તે ધર્મક્રિયા પણ; આ પૂર્વે જણાવ્યા મુજબ ધર્મની લઘુતા કરનારાની ધર્મક્રિયા કરતાં થોડી સારી છે. કારણ કે અનાભોગના કારણે લોકના ચિત્તના આરાધનમાં તત્પર હોવા છતાં યથાસ્થિત ધર્માદિનું જ્ઞાન ન હોવાથી ભવની ઉત્કટ ઇચ્છાના અભાવે મહાન એવી ધર્મક્રિયામાં અલ્પતા(લઘુતા - આ લોકાદિના સુખના હેતુ સ્વરૂપે ધર્મને માનવાથી લઘુતા થાય છે.)ને તે કરતો નથી. આ રીતે ધર્મહાનિને નહિ કરવાના કારણે તેની ધર્મક્રિયા ધર્મહાનિને કરનારાની ધર્મક્રિયાની અપેક્ષાએ થોડી સારી છે.
વાસ્તવિક રીતે તો લોકપંક્તિથી કરાયેલી તે બંન્નેમાંથી એક પણ ક્રિયા સારી નથી. કારણ કે ત્યાં પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનો અભાવ છે. ક્રિયાની શુદ્ધિમાં પ્રણિધાનાદિ પાંચ આશયો તો હેતુ છે અને તેનો જ અહીં અભાવ છે. તેથી જયાં કારણનો અભાવ હોય ત્યાં કાર્યની સિદ્ધિ કઈ રીતે થાય? II૧૦-લા.
એક પરિશીલન