SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ એવા હીન ભોગાદિ સાધનોવાળા પ્રત્યે આપણને કોઈ ષ આવતો નથી. તેથી હનગુણવાળા પ્રત્યે ખરી રીતે તો વેષ કરવાનું કોઈ જ કારણ નથી. ઉપર જણાવ્યા મુજબ ક્રિયાનિષ્ઠ અને અધોવૃત્તિકૃપાનુગ ચિત્ત પરોપકારપ્રધાન હોવું જોઇએ. સામાન્ય રીતે શ્રી તીર્થંકરપરમાત્માની આજ્ઞા મુજબ કરાતું કોઇ પણ અનુષ્ઠાન સ્વપર ઉપકારનું કારણ બનતું હોય છે. પરંતુ શક્તિ હોય તો તે મુજબ બીજાનું કામ કરી આપવાની વૃત્તિ રાખવી જોઈએ. જે કામ આપણે અનાયાસે કરી શકતા હોઈએ ત્યારે કોઈ વાર તે કામ બીજાથી શતપ્રયત્ન પણ થઈ શકતું ના હોય તેથી તે કામ કરવાથી સ્વ-પરને વિશેષ લાભ થતો હોય છે. આમાંથી જ ધર્મસિદ્ધિના બીજા લિંગસ્વરૂપે દાક્ષિણ્ય પ્રાપ્ત થતું હોય છે. પ્રણિધાનયુક્ત ચિત્ત પાપથી રહિત હોય છે. જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તે અનુષ્ઠાન કરતી વખતે સાવ(પાપ)નો પરિહાર કરવા વડે નિરવદ્યસ્વરૂપે કરવું જોઇએ. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ જો અનુષ્ઠાન કરાય તો તે સહજપણે જ નિરવદ્ય બની રહે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાં ય અનુષ્ઠાનો નિરવદ્ય છે. શ્રી વીતરાગપરમાત્મા ક્યારે પણ સાવધ અનુષ્ઠાનનો ઉપદેશ આપે નહિ. સાવદ્ય અનુષ્ઠાનનો ઉપદેશ આપનારા; શ્રી વીતરાગપરમાત્મા જ નહિ, તેઓશ્રીના અનુયાયી પણ હોતા નથી. પ્રણિધાનના અભાવે નિરવઘ અનુષ્ઠાન પણ સાવદ્ય બનતું હોય છે. ગ્રંથકાર પરમર્ષિ મહામહોપાધ્યાયજી મહારાજાએ શ્રી ષોડશક પ્રકરણની ટીકામાં “નિરવદ્યવસ્તુવિષય' - આ પદથી સૂચિત અર્થને ફરમાવતાં જણાવ્યું છે કે – અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિ માટે દરરોજ જે કરવું જોઇએ તે નિરવદ્ય વસ્તુનું જે ધ્યાન (સતત ઉપયોગી છે – તેને પ્રણિધાન કહેવાય છે. સૂક્ષ્મ રીતે એ વાત સમજી લેવી જોઈએ. આપણે જયારે પણ કોઈ અનુષ્ઠાન કરવાનો નિર્ણય કરીએ ત્યારે તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને એવી ભાવના સહેજે હોય - એ સમજી શકાય છે. જયાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આરંભેલું ધર્માનુષ્ઠાન સતત ચાલુ રાખવાનું લક્ષ્ય હોવું જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ ન બને તો માનવું પડે કે એ ધર્માનુષ્ઠાન પૂર્ણ-સિદ્ધ થયું નથી. તેની સિદ્ધિ થાય એ માટે દરરોજ સિદ્ધિને અનુકૂળ જે કરવાનું જરૂરી છે, તેનો ખ્યાલ મુમુક્ષુએ રાખવો જોઈએ - આ પ્રણિધાન છે. ૧૦-૧૧ પ્રવૃત્તિ નામના બીજા આશયનું નિરૂપણ કરાય છે– प्रवृत्तिः प्रकृतस्थाने यत्नातिशयसम्भवा । अन्याभिलाषरहिता चेतःपरिणतिः स्थिरा ॥१०-१२॥ प्रवृत्तिरिति-प्रवृत्तिः प्रकृतस्थानेऽधिकृतधर्मविषये । यतातिशयसम्भवा पूर्वप्रयत्नाधिकोत्तरप्रयलजनिता । अन्याभिलाषेणाधिकृतेतरकार्याभिलाषेण रहिता । चेतसोऽन्तरात्मनः परिणतिः स्थिरा एकाग्रा स्वविषय एव यत्नातिशयाज्जाता तत्रैव च तज्जननीत्यर्थः ।।१०-१२॥ યોગલક્ષણ બત્રીશી ૮૮
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy