________________
વિષયનો વિભાગ કરીને અનેકાંતવાદ(સ્યાદ્વાદ)ને જાણનારામાં કથા કરવાની અધિકારિતા (યોગ્યતા) ઉચિત છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મના પ્રબળ ઉદયથી કથા કરનારાને જ્યારે તે તે સૂત્રના વિધિ, ઉદ્યમ અને ભય વગેરે વિષયોના વિભાગનું જ્ઞાન નથી રહેતું ત્યારે મૂઢની જેમ એકાદ વસ્તુને પકડીને કથા કરવાનું ચાલુ રાખે છે, જેથી સૂત્રકા૨ ૫૨મર્ષિના આશયને સમજવાનું બનતું નથી.
જમાલિ વગેરે નિહ્નવો આ વિષયમાં સુપ્રસિદ્ધ દૃષ્ટાંતો છે. સમ્યગ્નાનાદિને પ્રાપ્ત કર્યા પછી પણ શાસ્ત્રકા૨ ૫૨મર્ષિઓની અપેક્ષા સમજી ન શકવાદિના કારણે તેઓની કથા એકાંતબુદ્ધિનું જ કારણ બની; જેથી પોતાના સમ્યક્ત્વગુણનો તો ઘાત થયો જ, પરંતુ કંઇ-કેટલાય ભવ્યાત્માઓના સમ્યક્ત્વાદિ ગુણોનો તેનાથી ઘાત કરવામાં તે કથા કારણ બની. તેથી એવા વાદીઓને કથા કરવાનો અધિકાર અપાયો નથી. અધિકૃતપણે કરાતી કથા સ્વ-પરના સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત કરનારી છે - એનો ખ્યાલ રાખી વક્તા અને શ્રોતાએ કથા કરવામાં અને શ્રવણમાં પ્રવૃત્ત થવું જોઇએ. અન્યથા સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત થયા વિના નહીં રહે. આથી સ્પષ્ટ રીતે સમજાશે કે કથા કહેવાની યોગ્યતા બધામાં નથી મનાતી. વિધ્યાદિ સૂત્રના વિષયનો વિભાગ કરીને સ્યાદ્વાદને આશ્રયીને જે મહાત્મા કથા કરી શકે; તેઓશ્રીમાં તેવી યોગ્યતા મનાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. આ ધર્મકથાની પ્રવૃત્તિ; સમ્યક્ત્વાદિ ગુણોની પ્રાપ્તિ માટે વિહિત છે. જે કથા સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત કરનારી બને તે કથાને ક૨ના૨ા ખરેખર જ કથા કહેવા માટેની અધિકારિતા(યોગ્યતા)ને ધારણ કરનારા નથી. અનધિકારી લોકો ઉત્તમોત્તમ વસ્તુના મહત્ત્વને ઘણી જ હાનિ પહોંચાડે છે. તેથી ખૂબ જ અપ્રમત્ત બની એવા અનધિકારી વક્તાઓથી આપણે દૂર રહી; અધિકારી કથા કરનારા આપણી ઉપર અનુગ્રહ કરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઇએ. ૯-૩૦ના અધિકૃત ધર્મકથા કરનારાની સ્તવના કરાય છે—
विधिना कथयन् धर्मं, हीनोऽपि श्रुतदीपनात् ।
वरं न तु क्रियास्थोऽपि मूढो धर्माध्वतस्करः ॥ ९-३१॥
“વિધિપૂર્વક ધર્મકથાને કરનાર શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરાવતો હોવાથી ક્રિયાથી હીન હોય તો પણ સારું છે. પરંતુ ક્રિયાનિષ્ઠ હોવા છતાં મૂઢ એવો ધર્મમાર્ગનો ચોર હોય તો સારું નથી.” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી કથા કરનાર ક્રિયાવાન હોય અને તે વિધિપૂર્વક કથા કરે તો શ્રોતાના શ્રુતજ્ઞાનને તે દેદીપ્યમાન કરે છે. પરંતુ તે ક્રિયાનિષ્ઠ ન હોય તોપણ વિધિપૂર્વક કથા કરવાથી શ્રોતાના શ્રુતજ્ઞાનને ઉજ્જવળ બનાવે છે. શ્રોતાના શ્રુતજ્ઞાનને દેદીપ્યમાન બનાવવાનું સામર્થ્ય કથા કરવાની વિધિમાં છે. વિધિપૂર્વકની કથાના કારણે
એક પરિશીલન
૭૩