________________
બાલાદિ જીવોને સ્વસ્વપ્રાયોગ્ય દેશનાશ્રવણથી અપેક્ષિત શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશકપ્રકરણાદિમાં વર્ણવેલ દેશનાવિધિથી કથા કરવામાં આવે તો ચોક્કસ જ શ્રોતાના ઉપકારનું તે કારણ બને છે. અન્યથા શ્રોતાની યોગ્યતાદિનો વિચાર કર્યા વિના અવિધિપૂર્વક કરાયેલી છે તે કથા પરસ્થાનદેશનાસ્વરૂપ બને છે અને તેથી શ્રોતાને મહાન અપાયનું કારણ બને છે.
આવી દેશના આપનારા ખરેખર તો મૂઢ છે. ધર્મસ્વરૂપ માર્ગના તેઓ ચોર છે. આવા લોકો ગમે તેટલી ઉત્તમોત્તમ ક્રિયામાં સ્થિત હોય તો પણ તે સારા નથી. પોતાની મૂઢતાના કારણે બીજાને મૂઢ બનાવવાની તેમની પ્રવૃત્તિ સારી મનાતી નથી. ક્રિયામાં રહેલા હોવા છતાં તેઓ માર્ગસ્થ ન હોવાથી તેમને સારા નથી માન્યા... ઇત્યાદિ સમજી શકાય છે. ૯-૩૧. પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે–
इत्थं व्युत्पत्तिमात्रायां, कथयन् पण्डितः कथाम् ।
स्वसामर्थ्यानुसारेण, परमानन्दमश्नुते ॥९-३२॥ सन्धुक्षयन्तीत्याद्यारभ्याष्टश्लोकी प्रायः सुगमा विधिसूत्रादिविवेकश्चान्यत्र प्रपञ्चित इति ।।९-३२।।
“પોતાનું જેટલું જ્ઞાન છે એટલા પ્રમાણમાં પોતાના સામર્થ્યને અનુસાર પંડિત આત્મા કથાને કરતા પરમાનંદને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બુદ્ધિમાન વક્તાને કથા કહેવાનો અધિકાર છે. એ બુદ્ધિમાને પણ જેટલા પ્રમાણમાં પોતાને શ્રુતજ્ઞાન મળ્યું હોય તેટલા પ્રમાણમાં જ કથા કરવી જોઈએ. જે વિષયમાં એવું જ્ઞાન મળ્યું ન હોય તો તે વિષયને આશ્રયીને કથા નહિ કરવી જોઇએ. વ્યાકરણ, ન્યાયાદિ-દર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથો, પ્રકરણો, ચરિત્રો, આગમ અને અન્ય દર્શનોના આચારગ્રંથો ઇત્યાદિ અનેકાનેક વિષયોનું જેટલા પ્રમાણમાં જ્ઞાન હોય તેને અનુસરીને તે તે વિષયને અનુલક્ષીને ધર્મકથા કરવી જોઈએ. શ્રોતાઓ ઉપર પ્રભાવ પાડવા માટે આજે જે વિષયની જાણકારી નથી તે વિષયને અનુલક્ષીને ઘણી વાર કથા કરવાનું સાહસ કેટલાક વક્તાઓ કરે છે, તેવું ના કરવું.
જે વિષયમાં જાણકારી હોય તે વિષયમાં પણ પોતાની નિરૂપણ કરવાની શક્તિનો વિચાર કરીને ધર્મકથા કરવી જોઈએ. શ્રતના પરમાર્થ સુધી પહોંચવા માટે મતિજ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ અપેક્ષિત છે. શ્રુતજ્ઞાનનું અક્ષરની દૃષ્ટિએ સામ્ય હોવા છતાં મતિજ્ઞાનના ક્ષયોપશમના કારણે કૃતાર્થજ્ઞાનમાં તરતમતા હોય છે. અસાધારણ વિદ્વત્તા અને અદ્ભુત પ્રતિભાઃ એ બંન્નેમાં ઘણું અંતર છે. ઉપકાર માટે પ્રતિભા આવશ્યક છે, જે મતિજ્ઞાનના ક્ષયોપશમવિશેષથી પ્રાપ્ત થાય છે. અહીં “સ્વસામર્થ્ય સ્વરૂપે તેનું વર્ણન છે. કેટલીક વાર સારા વિદ્વાનો, પદાર્થનું નિરૂપણ કરતાં કરતાં ખૂબ વિસ્તાર કરી પોતે જ ગૂંચવાઈ જતા હોય છે. એમાં
७४
કથા બત્રીશી