________________
કહીને મિથ્યાવાદ જણાવે છે. આ ચાર પ્રકારની કથામાં પહેલી વિક્ષેપણીકથા તે છે કે જેમાં પહેલા સ્વસમય(જૈનશાસનાનુસાર)નું પ્રતિપાદન કરીને જૈનેતર દર્શનાનુસાર-પરસમયનું પ્રતિપાદન કરાય છે. તે વખતે સ્વસમય(સિદ્ધાંતો)ના ગુણો દર્શાવીને પરસમયના દોષો જણાવાય છે - આ પહેલી વિક્ષેપણીકથા છે. બીજી વિક્ષેપણીકથા તેને કહેવાય છે કે જેમાં પરસમયનું પ્રતિપાદન પ્રથમ કરાય છે અને ત્યારે તેના દોષોનું પણ નિરૂપણ કરાય છે. ત્યાર પછી સ્વસમયનું નિરૂપણ કરાય છે અને ત્યારે તેના ગુણો પણ જણાવાય છે.
હવે ત્રીજી વિક્ષેપણીકથાનું સ્વરૂપ જણાવાય છે. પ્રથમ પરદર્શનનું નિરૂપણ કરીને તે તે દર્શનમાં જે ભાવો(પદાર્થો); શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવોથી વિરુદ્ધ છે અને અસદ્વિકલ્પેલા છે. તેનું વર્ણન કરીને તેમાં રહેલા દોષોનું પરિભાવન કરવામાં આવે અને ત્યાર પછી તે તે દર્શનોમાં ઘુણાક્ષ૨ન્યાયે જે ભાવો શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવો જેવા છે તેને આશ્રયીને જણાવવામાં આવે કે તે ભાવો સારા જણાવ્યા છે. આવી કથા ત્રીજી વિક્ષેપણી કથા છે. અથવા પ્રથમ મિથ્યાવાદનું નિરૂપણ કરીને પછી સમ્યગ્વાદનું નિરૂપણ કરાય ત્યારે ત્રીજી વિક્ષેપણીકથા કહેવાય છે. ‘નથી’ (આત્મા નથી, પરલોક નથી, કર્મ નથી... ઇત્યાદિ) - આ પ્રમાણે જણાવવું તે મિથ્યાવાદ કહેવાય છે અને ‘છે’ - આ પ્રમાણે જણાવવું તે સમ્યગ્દાદ કહેવાય છે. આથી સમજી શકાશે કે પ્રથમ નાસ્તિકવાદીની દૃષ્ટિએ નિરૂપણ કરીને પછી આસ્તિકવાદીની દૃષ્ટિએ જેમાં નિરૂપણ થાય છે તે ત્રીજી વિક્ષેપણીકથા છે.
હવે ચોથી વિક્ષેપણીકથાનું નિરૂપણ કરાય છે. આ ચોથી વિક્ષેપણીકથા ઉપર જણાવ્યા મુજબ ત્રીજી વિક્ષેપણી કથા જેવી જ છે. ફક્ત એમાં પ્રથમ સમ્યવાદનું નિરૂપણ કરાય છે અને પછી મિથ્યાવાદનું નિરૂપણ કરાય છે. આ પ્રમાણે ચારે ય વિક્ષેપણીકથાઓ શ્રોતાના ચિત્તને વિક્ષિપ્ત કરે છે. સામાન્ય રીતે શ્રોતાઓને તેવો કોઇ ધર્મનો ગાઢ પરિચય હોતો નથી. માંડ માંડ ધર્મ સમજવાની શરૂઆત થાય ત્યાં વિષયાંતર થવાથી ચિત્તની સ્થિરતા નષ્ટ થાય છે. ચિત્ત ચંચળ થવાથી માર્ગના જ્ઞાનની વાત તો દૂર રહી પણ જે થોડી-ઘણી માર્ગ પ્રત્યે અભિરુચિ મેળવી હતી તેને દૂર કરવાનું કાર્ય વિક્ષેપણીકથા કરે છે. ઉત્તમ વસ્તુ પણ આપતાં ન આવડે તો ઉત્તમ વસ્તુ પ્રત્યેની રુચિ નાશ પામે ઃ એ સમજાય એવું છે. ૯-૯
ઋજુ શ્રોતાઓની માર્ગાભિમુખતાને વિક્ષેપણીકથા જે રીતે દૂર કરે છે તે જણાવાય છે—
अतिप्रसिद्ध सिद्धान्तशून्या लोकादिगा हि सा ।
ततो दोषदृगाशङ्का स्याद् वा मुग्धस्य तत्त्वधीः ॥ ९-१०॥
अतिप्रसिद्धेति - हि यतः सा विक्षेपणी । अतिप्रसिद्ध आचारादिवत्साम्प्रतमपि प्रसिद्धो यः सिद्धान्तस्तच्छून्या, अन्यथा हि विधिप्रतिषेधद्वारेण विश्वव्यापकत्वात् स्वसिद्धान्तस्य तच्छून्यकथाया एवा
કથા બત્રીશી
૫૨