________________
प्रसिद्धिः । लोकपदार्थो रामायणादिः, आदिना वेदसाङ्ख्यशाक्यसिद्धान्तादिग्रहः, तेषु गच्छतीति लोकादिगा । तत उक्तहेतोजुमते रामायणादिकथायां श्रूयमाणायां कथकदत्तया दोषदृशा “अहो मत्सरिण एते” इत्येवंरूपा शङ्का स्यादेकेन्द्रियप्रायस्य, स्याद्वा तत्र शोभनार्थश्रवणादियमपि प्रमाणमेवेति तत्त्वधीरचिरेण सिद्धान्तप्रामाण्यधीविरोधिनी ।।९-१०॥
અત્યંત પ્રસિદ્ધ એવા સિદ્ધાંતોથી શૂન્ય (રહિત) અને લોકાદિ પદાર્થોને અનુસરનારી તે વિક્ષેપણીકથા હોવાથી તેનાથી મુગ્ધ શ્રોતાને દોષદષ્ટિના કારણે શંકા થાય અથવા તત્ત્વબુદ્ધિ થાય.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – આ વિશ્વમાં વિધિ અથવા નિષેધ મુખે સ્વસિદ્ધાંતો (જૈનદર્શનપ્રસિદ્ધ) સર્વત્ર પ્રસિદ્ધ છે. દરેકે (દરેક દર્શનકારે) પોતાના દર્શનમાં કાં તો તેનું પ્રતિપાદન કર્યું છે અને કાં તો તેનું નિરાકરણ કર્યું છે. આ રીતે સ્વસિદ્ધાંત અત્યંત પ્રસિદ્ધ છે. તેનાથી શૂન્ય કથા ઉપલબ્ધ નથી. તેથી અતિપ્રસિદ્ધ આચારાદિની જેમ વર્તમાનમાં પણ જે સિદ્ધાંતો પ્રસિદ્ધ છે, તેનાથી શૂન્ય એવી કથાની અહીં વિવક્ષા છે. યમનિયમાદિ આચારોની જેમ વર્તમાનમાં માર્ગાનુસારીપણાના નીતિનિયમોના સિદ્ધાંતથી પણ જે કથા શૂન્ય હોય અને લોકપ્રસિદ્ધ રામાયણાદિ તેમ જ વિદ્વજ્જનોમાં પ્રસિદ્ધ વેદ, શાક્ય, સાંખ્ય વગેરેના સિદ્ધાંતોને અનુસરનારી હોય તે વિક્ષેપણીકથા છે. આવી રામાયણાદિની કથા સાંભળતી વખતે; કથા કરનારે જે દોષો દર્શાવ્યા હોય તે દોષના દર્શનથી મુગ્ધ શ્રોતાને એમ થાય કે “અહો ! આ લોકો માત્સર્યવાળા છે, સારું તો એમને દેખાતું જ નથી.... ઇત્યાદિ પ્રકારની શંકાતે એકેન્દ્રિયજેવા (તદ્દન જડ જેવા) શ્રોતાને થતી હોય છે. અથવા તે કથાને સાંભળતી વખતે જે પણ થોડું સારું સાંભળવા મળે ત્યારે શ્રોતાને એમ થાય કે “આ પણ બરાબર(પ્રમાણ) છે. આ રીતે તે શ્રોતાને તે વાતમાં પ્રામાણ્યનું જ્ઞાન થાય છે, જે ખરેખર તો થોડા સમયમાં સિદ્ધાંતના પ્રામાયનું વિરોધી બને છે. એ પ્રામાણ્યનું જ્ઞાન જયાં સુધી હોય ત્યાં સુધી સિદ્ધાંતના પ્રામાણ્યનું જ્ઞાન થતું નથી.
અહીં યાદ રાખવું જોઇએ કે ધર્મકથાસ્વરૂપ વિક્ષેપણી કથાનું નિરૂપણ કરવાનું અહીં તાત્પર્ય છે. પારમાર્થિક ધર્મને સમજાવવાથી ધર્મકથા ધર્મકથા તરીકે થતી હોય છે. એ અપેક્ષાએ ધર્મકથા સ્વસમયને આશ્રયીને પ્રવર્તે છે. સહજ રીતે શ્રોતા જ્યારે માર્ગને અભિમુખ થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબની વિક્ષેપણીકથા શ્રોતાના ચિત્તને વિચલિત બનાવે છે અને તેથી થોડા જ સમયમાં શ્રોતાની માર્ગરુચિ નાશ પામે છે. આથી સમજી શકાય છે કે ધર્મકથા કરનારે વિક્ષેપણીકથા કરવાથી શક્ય પ્રયત્ન દૂર ને દૂર જ રહેવું જોઇએ. શ્રોતાને માગભિમુખ બનાવવાના બદલે તેની માર્ગ પ્રત્યેની રુચિ જ ગુમ થઈ જાય - એ કેટલું વિચિત્ર છે?... તે સમજી પણ ના શકાય, એવી વાત નથી. ૯-૧૦ના
अस्या अकथने प्राप्ते विधिमाह
એક પરિશીલન