________________
કારણે અજ્ઞાનનો નાશ થાય છે. અન્યદર્શન-પ્રસિદ્ધ અવિદ્યા કે મોહ વગેરે જેઓ સમજે છે તેમને અજ્ઞાન અને જ્ઞાનનો અભાવ : એ બંન્નેમાં જે ભેદ છે તે સમજતાં વાર નહીં લાગે.
ક્રિયાઓ અનેક જાતની છે. આપણા માટે ક્રિયાઓ કોઇ નવી વસ્તુ નથી. પરંતુ સર્વસંવરભાવને અનુક્રમે જે પ્રાપ્ત કરાવે છે તે ચારિત્રસ્વરૂપ ક્રિયાની અહીં વિવક્ષા છે, જે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી હોય છે. આક્ષેપણીકથાસ્વરૂપ કલ્પવેલડીનો એ પણ રસ છે. ચારિત્રની ક્રિયાથી નવા કર્મબંધને રોકવા છતાં ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા માટે તપ વિહિત છે. બાર પ્રકારના તપનો લગભગ સૌને પરિચય છે. આક્ષેપણીકથાના પુણ્યશ્રવણથી શ્રોતાને તપધર્મની પ્રાપ્તિ થાય છે. નવા કર્મબંધને રોક્યા પછી ભૂતકાળના કર્મની નિર્જરા માટે તપ વિના બીજું કોઇ સાધન નથી. અનશનાદિ અને પ્રાયશ્ચિતાદિ સ્વરૂપ તપ આક્ષેપણીકથાનો રસ છે.
વિદ્યા, ક્રિયા અને તપની પ્રાપ્તિ માટે મુખ્યપણે આત્માનું વીર્ય કારણ છે. સુખના ભોગમાં અને દુઃખના પ્રતિકારમાં એ વીર્ય(બળ, ઉત્સાહ, પરાક્રમ...)નો ઉપયોગ સારી રીતે થતો હોય છે. પરંતુ કર્મશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એ છે કે કેમ, તે વિચારવું પડે તેવું છે. આક્ષેપણીકથાના શ્રવણથી એ વીર્ય કર્મશત્રુને જીતવા માટે બનતું હોય છે. આત્માનું અચિંત્ય વીર્ય છે. અર્થ અને કામ માટે અત્યાર સુધી એનો ઉપયોગ જેટલો કર્યો છે; તેની કોઇ ગણતરી નથી. પૂ. ગુરુભગવંતની ધર્મકથાના શ્રવણથી આત્માને તે વીર્ય કર્મશત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે. ધર્મકથાનો એ પ્રભાવ છે કે જેથી આત્માને વીર્યંતરાયકર્મનો સુંદર ક્ષયોપશમભાવ પ્રાપ્ત થાય છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકેથી આગળ વધવા માટે અને ત્યાં સ્થિર રહેવા માટે વીર્યની પ્રાપ્તિ ખૂબ જ અનિવાર્ય છે. ધર્મી ગણાતા વર્ગમાં એ તરફનું લક્ષ્ય લગભગ જોવા મળતું નથી. ઉલ્લાસ વધે અથવા થાય તો ધર્મ કરીએ એ વાત જોવા મળે પરંતુ ઉલ્લાસ મેળવીને ધર્મ કરવાની વાત આજે લગભગ નાશ પામવા લાગી છે. અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે વીર્યંતરાયનો ક્ષયોપશમ સર્વ સિદ્ધિઓનું મૂળ છે. એ ક્ષયોપશમ આક્ષેપણી કથાથી પ્રાપ્ત થાય છે. તેથી તેના રસ તરીકે અહીં વીર્યને વર્ણવ્યું છે.
આ રીતે ઉલ્લાસ પામતા વીર્યથી વિશુદ્ધ તપમાં પ્રયત્નશીલ બનેલા આત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં ખૂબ જ અપ્રમત્ત હોય છે. આશ્રવના નિરોધ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન છે. કર્મબંધને અટકાવવા માટે આશ્રવનો નિરોધ વિહિત છે. આક્ષેપણીકથાના અનવરત શ્રવણથી સમિતિ તથા ગુપ્તિના પાલન માટે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ સુપ્રતીત છે. વિદ્યા, ક્રિયા અને તપ વગેરેની પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરાવવા દ્વારા જ આ આક્ષેપણી ધર્મકથા ફળવતી છે. અન્યથા વિદ્યાદિ પ્રત્યે બહુમાન ન થાય તો એ કથાનો કોઇ અર્થ નથી. માત્ર કાનને પ્રિય લાગે એટલા માત્રથી કથા ફળવતી નથી. શ્રોતાનું હૈયું વીંધાય એ રીતે
કથા બત્રીશી
૫૦