________________
બુદ્ધિમાનોને વરેલી હોય છે. દેવતાસંબંધી મૂકેલું અસ્ત્ર જેમ લક્ષ્યને વીંધ્યા વિના રહેતું નથી તેમ બુદ્ધિમાનોની વાણી પણ શ્રોતાઓના હૈયાને વીંધ્યા વિના રહેતી નથી. શ્રોતાની રુચિ, એને નડતા રાગાદિ દોષો, તેનાથી મુક્ત બનાવવાના અવષ્ય ઉપાયો વગેરેનો પૂર્ણ ખ્યાલ બુદ્ધિમાનને હોય છે અને મર્મસ્થાન ઉપર ઘા કરવાની અનન્યસાધારણ પ્રતિભા બુદ્ધિમાન એવા ધર્મકથિકને પ્રાપ્ત થાય છે. તેથી ધર્મકથા કરવાનો એકમાત્ર અધિકારી બુદ્ધિમાનને હોય છે. તેમને છોડીને બીજાઓ જો ધર્મકથા કરે તો તે શ્રોતાઓ માટે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારી બનતી ન હોવાથી તે અમોઘ નથી બનતી, નિષ્ફળ જાય છે. I૯-ળા આક્ષેપણીકથા જેને લઈને અમોધ-સફળ બને છે; તે જણાવાય છે
विद्या क्रिया तपो वीर्य, तथा समितिगुप्तयः ।
आक्षेपणीकल्पवल्ल्या मकरन्द उदाहृतः ॥९-८॥ विद्येति-विद्या ज्ञानमत्यन्तापकारिभावतमोभेदकं । क्रिया चारित्रं । तपोऽनशनादि । वीर्यं कर्मशत्रुविजयानुकूलः पराक्रमः । तथा समितय ईर्यासमित्याद्याः । गुप्तयो मनोगुप्त्याद्याः । आक्षेपणीकल्पवल्ल्या मकरन्दो रस उदाहृतः । विद्यादिबहुमानजननेनैवेयं फलवतीति भावः ।।९-८।।
વિદ્યા, ક્રિયા, તપ, વીર્ય તેમ જ સમિતિ અને ગુપ્તિઓ; આક્ષેપણી સ્વરૂપ કલ્પવેલડીના રસ તરીકે વર્ણવી છે.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. ધર્મસ્વરૂપ કલ્પવૃક્ષની વેલડી સ્વરૂપ આપણીકથા છે. તે વેલડીના રસ વિદ્યા, ક્રિયા અને તપ વગેરે છે. એ વિદ્યાદિ સ્વરૂપ રસને ઉત્પન્ન કરવાથી જ આક્ષેપણીકથા ફળવતી છે. અન્યથા વિદ્યાદિનું કારણ એ કથા ન બને તો તે નિષ્ફળ મનાય છે. શ્રોતાને વિદ્યા વગેરેની જેનાથી પ્રાપ્તિ ન થાય તે કથા નિરર્થક બને છે.
વિદ્યા; જ્ઞાનને કહેવાય છે. અત્યંત અપકાર કરવાના સ્વભાવવાળું એવું જે ભાવતમમ્ (અજ્ઞાન) છે, તેના નાશને કરનારું જ્ઞાન છે. આમ તો જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. અહીં વર્ણવેલું તેનું સ્વરૂપ યાદ રાખવું જોઈએ. અજ્ઞાન સ્વરૂપ ભાવાંધકારના કારણે આપણને અત્યંત અપકાર થાય છે. અંધકારની અપકારિતાનો આપણને પૂરતો ખ્યાલ છે. તેથી તેનો નાશ કરવા માટે આપણે શક્ય એટલો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ભાવાંધકારની અત્યંત અપકારિતાનો આપણને સહેજ પણ ખ્યાલ નથી, જેથી તેના નાશ માટે પ્રયત્નનો લેશ પણ થતો નથી. સાચું કહું તો તેના નાશનો વિચાર જ આવતો નથી. પૂ. ગુરુભગવંતની પરમતારક ધર્મદશનાના શ્રવણથી આપણા અજ્ઞાનનો નાશ થાય છે. અજ્ઞાનનાશકવિદ્યાની પ્રાપ્તિ તે આપણી કથાનો એક રસ છે. અજ્ઞાનનો એ રીતે નાશ થવાથી જ્ઞાનના ફળ સ્વરૂપે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન ગમે તેટલું મળે પરંતુ અજ્ઞાનનો નાશ ન થાય તો ચારિત્રની પ્રાપ્તિ કોઈ પણ રીતે નહિ થાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન મળે છે અને મિથ્યાત્વમોહનીયની મંદતાદિના
એક પરિશીલન
૪૯