________________
માટે સમ્યગ્દષ્ટિ આત્માનું મન દોડે છે. અર્થાત્ એ વચનને સાંભળવાની ઇચ્છા વિરામ પામતી નથી. સતત ભગવચનના પુણ્યશ્રવણમાં મન ઉત્કંઠાવાળું બની રહે છે.
આનાથી તદ્દન વિપરીત પૂર્વે પ્રાપ્ત પદાર્થોમાં બને છે. અત્યાર સુધીમાં અનેકવાર પ્રાપ્ત થયેલા ધન અને કુટુંબાદિને વિશે; વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિ આત્માને હવે કોઇ ઇચ્છા રહી ન હોવાથી ત્યાં મન દોડતું નથી. પૂર્વે પ્રાપ્ત થયેલા ધનાદિ પદાર્થોમાં ‘તે અપૂર્વ-અદ્ભુત છે’ - એવો અત્યાર સુધી ગ્રહ હતો. જેને લઇને ત્યાં જ મન દોડતું હતું. પરંતુ ભગવાન શ્રી તીર્થંક૨૫૨માત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોના પુણ્યશ્રવણથી થયેલા વિશેષદર્શનના કારણે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વના ભ્રમનું (ભ્રમાત્મક ગ્રહનું) નિરસન થાય છે. ધનાદિ પદાર્થો અપ્રાપ્તપૂર્વ નથી. પરંતુ અનંતશઃ પ્રાપ્તપૂર્વ છે. તદ્દન તુચ્છ અને અસાર છે.. . ઇત્યાદિ રીતે વિશેષ દર્શન થવાથી તે તે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વનો ગ્રહ થતો નથી. એ ભ્રમાત્મક દોષના કારણે પૂર્વે ધનાદિ પદાર્થોમાં મનની દુષ્ટ ગતિ-પ્રવૃત્તિ હતી. પરંતુ હવે તે ભ્રમાત્મક દોષનો ઉચ્છેદ થયો હોવાથી પૂર્વની જેમ ધનાદિસ્વરૂપ પ્રાપ્ત પદાર્થોમાં મન દોડતું નથી... એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ૧૫-૩ા
દ્વિતીય લિંગ ‘ધર્મરાગ’નું વર્ણન કરાય છે—
धर्मरागोऽधिको भावाद्, भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथाऽपि स्यात्, कर्मणो बलवत्तया ।। १५-४।।
धर्मराग इति-धर्मरागश्चारित्रधर्मस्पृहारूपः । अधिकः प्रकर्षवान् । भावतोऽन्तःकरणपरिणत्याः । भोगिनो भोगशालिनः । स्त्र्यादिरागतो भामिन्याद्यभिलाषात् । प्रवृत्तिस्तु कायचेष्टा तु । अन्यथापि चारित्रधर्मप्राप्तिकूल्येनापि व्यापारादिना स्यात् । कर्मणश्चारित्रमोहनीयस्य । बलवत्तया नियतप्रबलविपाका ||૧૬-૪||
“ભાવને આશ્રયીને; ભોગી જનના સ્ત્રી વગેરેના રાગથી અધિક એવો ધર્મરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. કર્મની બલવદ્ અવસ્થાને કારણે કાયાની પ્રવૃત્તિ તો અન્યથા પણ થઇ શકે છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ એ છે કે - ભોગી જનને સ્ત્રી વગેરે પ્રત્યે જે રાગ છે એના કરતાં અત્યધિક રાગ સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રધર્મ પ્રત્યે હોય છે. ચારિત્રધર્મને છોડીને બીજો કોઇ ધર્મ નથી. કારણ કે મોક્ષની પ્રાપ્તિ; માત્ર ચારિત્રધર્મથી થાય છે. તે ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ તીવ્ર ધર્મરાગ હોય છે. ચારિત્ર ધર્મને ક્યારે, કઇ રીતે પ્રાપ્ત કરી શકાય - એવા અધ્યવસાયથી ગર્ભિત એવા રાગને સ્પૃહા કહેવાય છે. ભાવ-અંતઃપરિણતિને આશ્રયીને સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રધર્મની પ્રત્યે એવો સ્પૃહાસ્વરૂપ ધર્મરાગ હોય છે.
સમ્યગ્દષ્ટિ બત્રીશી
૨૭૪