SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગીના કિન્નરાદિગેયના શ્રવણ કરતાં સમ્યગ્દષ્ટિ આત્માના સદ્ધર્મશ્રવણનો રસ અત્યધિક હોવાથી બંન્નેની શુશ્રષામાં ઘણો જ ભેદ છે. ખરી રીતે આવો ભેદ પડવો ના જોઇએ. કારણ કે ભોગીને કિન્નરગાનમાં રસ છે અને સમ્યગ્દષ્ટિને સદ્ધર્મમાં રસ છે. વિષયભેદ હોવાથી રસભેદ થવાનું કોઈ કારણ નથી. પરંતુ કિન્નરગેય અને શ્રી જિનની ઉક્તિ (વચન), એ બંન્નેના હેતુમાં અનુક્રમે તુચ્છત્વ અને મહત્ત્વ હોવાથી શુશ્રુષામાં ઘણો જ ફરક છે. કિન્નરનું ગીત ક્ષણિક શ્રવણેન્દ્રિયને સુખ આપનારું હોવાથી તુચ્છ (અલ્પસુખપ્રદ) છે. તદુપરાંત એ ગીતો; અશુચિથી પૂર્ણ એવા સ્ત્રી વગેરે તુચ્છ પદાર્થોનું વર્ણન કરતા હોવાથી તુચ્છ છે. તેથી તેની શુશ્રુષા પણ તુચ્છ છે. શ્રી જિનેશ્વરદેવોના વચન સ્વરૂપ સદ્ધર્મ તો શાશ્વત સુખને આપનારો હોવાથી મહાન છે અને તે વચનો પરમપવિત્ર મોક્ષનું વર્ણન કરતા હોવાથી મહાન છે. તેથી તેની શુશ્રુષા પણ મહાન છે. આ રીતે બંન્ને શુશ્રષામાં તુરછત્વ અને મહત્ત્વના કારણે ઘણું અંતર છે. સમ્યગ્દષ્ટિ આત્માને સદ્ધર્મશ્રવણની જે ઈચ્છા હોય છે તે; સૂતેલા રાજાજીને કથા સાંભળવાની જે ઈચ્છા હોય છે તેના જેવી હોતી નથી. રાજાજીની તે ઇચ્છા અત્યંત મુગ્ધ જનની ઇચ્છા જેવી ઇચ્છા છે. કથાર્થશ્રવણનો અભિપ્રાય હોવા છતાં તે સંમુગ્ધજનોચિત છે. આવી ઇચ્છાથી કરેલા કથાર્થશ્રવણથી અસંબદ્ધતે તે પદાર્થનું આંશિકજ્ઞાન થાય છે અને તેથી તે તે જ્ઞાનનો અંશ દોઢ ડહાપણનું કારણ બને છે. સમકિતી આત્માને એવી શુશ્રુષા હોતી નથી. જેથી શ્રવણ દ્વારા પ્રાપ્ત થતો અગાધબોધવિદગ્ધતાનું બીજબને છે. સંમુગ્ધપણે કથાર્થશ્રવણાભિપ્રાય રાજાજીનો હોવાથી એ શ્રવણાભિપ્રાય સુરેશકથાર્થસંબંધી(વિષયવાળો) છે – એ સ્પષ્ટ છે. ૧૫-રો ભોગી જનોની ગેયાદિશ્રવણની અપેક્ષાએ સદ્ધર્મશ્રવણની ઇચ્છામાં આધિક્ય કેમ છે - તે જણાવાય છે– अप्राप्ते भगवद्वाक्ये, धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु, प्राप्तपूर्वेषु नो तथा ॥१५-३॥ अप्राप्त इति-अस्य सम्यग्दृशः । अप्राप्ते पूर्वमश्रुते । भगवद्वाक्ये वीतरागवचने । यथा मनो धावति श्रोतुमनुपरतेच्छं भवति । तथा विशेषदर्शिनः सतः । प्राप्तपूर्वेष्वर्थेषु धनकुटुम्बादिषु । न धावति । विशेषदर्शनेनापूर्वत्वभ्रमस्य दोषस्य चोच्छेदात् ॥१५-३।। ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં પૂર્વે નહિ સાંભળેલાં એવાં વાક્યોને વિશે સમ્યગ્દષ્ટિનું મન જેવું દોડે છે, તેવું વિશેષદર્શી એવા તેનું મન પૂર્વે પ્રાપ્ત કરેલા (પરિચિત) પદાર્થોમાં દોડતું. નથી.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માએ આ પૂર્વે શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોનું શ્રવણ કર્યું ન હતું તેથી તે ભગવદ્રવચનો અશ્રુતપૂર્વ હોવાથી અપ્રાપ્ત છે. અપ્રાપ્ય એવા ભગવદ્રવચનો હોતે છતે તે વચનોને સાંભળવા એક પરિશીલન ૨૭૩
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy