SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ता પરંતુ પ્રવૃત્તિની અપેક્ષાએ; ચારિત્રમોહનીયકર્મની પ્રબળતાએ અર્થાત્ નિકાચિત કોટિના (અવશ્ય ભોગવવા પડતા વિપાકવાળા) ચારિત્રમોહનીયકર્મના ઉદયે ચારિત્રધર્મને પ્રતિકૂળ એવા વ્યાપારાદિના કારણે અન્યથા પણ શરીરની ચેષ્ટા(પ્રવૃત્તિ) હોય છે. અંતઃકરણની પરિણતિ ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ હોવા છતાં તેને પ્રતિકૂળ એવી શરીરની ચેષ્ટા સ્વરૂપ પ્રવૃત્તિ હોય - એ બનવાજોગ છે. કર્મની ગતિ વિચિત્ર છે. /૧૫-૪ll સમ્યગ્દષ્ટિ આત્માને મનમાં ચારિત્રધર્મ પ્રત્યે અત્યધિક રાગ હોય તો કર્મના યોગે પણ શરીરથી અન્યથા(ચારિત્રધર્મને પ્રતિકૂળ) પ્રવૃત્તિ કરે તો ચારિત્રધર્મ પ્રત્યે થોડો મંદ રાગ છે એમ કેમ ના મનાય? તે જણાવાય છે तदलाभेऽपि तद्रागबलवत्त्वं न दुर्वचम् । पूयिकाद्यपि यद्भुङ्क्ते, घृतपूर्णप्रियो द्विजः ॥१५-५॥ तदिति-तदलाभेऽपि कथञ्चिदन्यथाप्रवृत्त्या चारित्राप्राप्तावपि । तद्रागबलवत्त्वं चारित्रेच्छाप्राबल्यं स्वहेतुसिद्धं । न नैव । दुर्वचं दुरभिधानं । यद्यस्मात्तथाविधविषमप्रघट्टकवशात् । पूयिकाद्यपि पूयं नाम कुथितो रसस्तदस्यास्तीति पूयिकम् । आदिशब्दाद्क्षं पर्युषितं च वल्लचनकादि । किं पुनरितरदित्यपिशब्दार्थः । घृतपूर्णाः प्रिया वल्लभा यस्य स तथा । द्विजो ब्राह्मणो भुङ्क्तेऽश्नाति । यदत्र द्विजग्रहणं कृतं तदस्य जातिप्रत्ययादेव अन्यत्र ‘भोक्तुमिच्छाया अभावादिति । अन्येच्छाकालेऽपि प्रबलेच्छाया वासनात्मना न नाश इति तात्पर्यम् ।।१५-५।। “સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રનો લાભ ન થાય તોપણ “મનમાં ચારિત્ર ગ્રહણ કરવાની ઇચ્છા તેમને પ્રબળ છે' - આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી. કારણ કે પૂયિકાદિ(કુથિત રસવાળી ઘેંસ વગેરે)ને વાપરનાર બ્રાહ્મણ ઘેબરાદિના પ્રબળ રાગવાળો હોય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માને, ચારિત્રમોહનીયકર્મના તીવ્ર ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થવા છતાં ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાની પ્રબળતા હોય છે. કારણ કે તે પ્રબળતા પોતાના હેતુથી જ સિદ્ધ થતી હોય છે. મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમવિશેષથી ચારિત્ર ગ્રહણ કરવાની પ્રબળ ઇચ્છા થતી હોય છે અને ચારિત્રની પ્રાપ્તિ તો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ-વિશેષથી થતી હોય છે. ચારિત્રની ઇચ્છા અને ચારિત્રની પ્રાપ્તિ : એ બંન્નેના હેતુ ભિન્ન ભિન્ન છે. તેથી એકના કારણના અભાવે બીજાનો અભાવ થાય છે એ કહેવાનું શક્ય નથી. આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માને કથંચિત્ ચારિત્રનો લાભ ન થવા છતાં તેમને ચારિત્રની ઇચ્છા પ્રબળ હોય છે - આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી જ. એક પરિશીલન ૨૭૫
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy