________________
હોવાથી વિચિકિત્સા'નો સંભવ નથી. પરંતુ દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ એવા ધર્મ અને અધર્મના વિષયમાં અર્થની દુરધિગમતાના કારણે મહાનર્થને કરનારી વિચિકિત્સા થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે દુરધિગમ અર્થના વિષયમાં વિચિકિત્સા થવાનો સંભવ છે. તે મહાન અનર્થને કરનારી છે. ધર્મ અને અધર્મનો નિર્ણય કરવામાં દેશ, કાળ અને સ્વભાવનો સંનિકર્ષ ઉપયોગી બને છે. સામાન્ય રીતે પદાર્થમાત્રના નિર્ણય માટે યોગ્યદેશ યોગ્યકાળ અને યોગ્યસ્વભાવ ઉપયોગી બને છે. ઉચિત દેશકાળાદિ ન હોય તો પદાર્થ દુરધિગમ બને છે. ધર્મ અને અધર્મના નિર્ણય માટે પણ યોગ્યદેશાદિની અપેક્ષા છે. ભાવિતદેશ હોય, સુષમાદિકાળ હોય અને ઋજુ-પ્રાજ્ઞસ્વભાવ હોય તો ધર્માદિનો નિર્ણય કરવાનું સરળ બને છે. અન્યથા એવા દેશાદિથી દૂર હોઇએ તો તેવો નિર્ણય થઈ શકતો નથી. આવા સંયોગોમાં ઉપર જણાવ્યા મુજબ વિચિકિત્સા થાય છે, જે મહાન અનર્થનું કારણ બને છે. આ પ્રમાણે આગમમાં પણ જણાવ્યું છે કે વિચિકિત્સાને પ્રાપ્ત કરનાર આત્માને સમાધિ(ચિત્તની સ્વસ્થતાદિ) પ્રાપ્ત થતી નથી. આથી સ્પષ્ટ છે કે ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રનો જ આદર કરવો જોઇએ. આ વાતને જણાવતાં (યોગબિંદુમાં) ફરમાવ્યું છે કે મલિન એવા વસ્ત્રને શુદ્ધ કરવા માટે જેમ જલ અત્યંત કારણ છે, તેમ ચિત્તસ્વરૂપ રત્નને શુદ્ધ બનાવવા માટે શાસ્ત્ર અત્યંત ઉપયોગી સાધન છે – એમ વિદ્વાનો જાણે છે. વસ્ત્રને શુદ્ધ બનાવવા માટે જલની કેટલી આવશ્યકતા છે - એને જેઓ સમજી શકે છે તેમને ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રાધીનતાની પરમાવશ્યકતા સમજતાં વાર નહિ લાગે. પાણી વિના જેમ કપડાં ચોખ્ખાં નહીં થાય, તેમ શાસ્ત્રાધીનતા વિના ચિત્તરત્ન પણ શુદ્ધ નહીં થાય. //૧૪-૨વા અનુષ્ઠાનના ત્રણ પ્રકાર જણાવાય છે
विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धं यथोत्तरम् ।
प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥१४-२१॥ विषयेति-विषयेण गोचरेण, आत्मना स्वरूपेण, अनुबन्धेन तूत्तरत्रानुवृत्तिलक्षणेन । शुद्धं । त्रिधा त्रिविधं । कर्म अनुष्ठानं । यथोत्तरं प्रधानं, यद्यत उत्तरं तत्तदपेक्षया प्रधानमित्यर्थः । तत्राद्यं विषयशुद्धं कर्म । मुक्त्यर्थं मोक्षो ममातो भूयादितीच्छया जनितं । पतनाद्यपि भृगुपाताद्यपि । आदिना शस्त्रपाटनगृधपृष्ठर्पणादिः स्वघातोपायः परिगृह्यते किं पुनः शेषं स्वाहिंसकमित्यपिशब्दार्थः ।।१४-२१॥
વિષય, આત્મા અને અનુબંધથી શુદ્ધ (અર્થાત્ વિષયશુદ્ધ આત્મસ્વરૂપ) શુદ્ધ અને અનુબંધ શુદ્ધ પ્રકારથી) અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે. જેનાથી જે ઉત્તર(આગળ) છે તેની અપેક્ષાએ તે પ્રધાન છે. આ ત્રણમાં પ્રથમ વિષયશુદ્ધ જે અનુષ્ઠાન છે તે મોક્ષને પ્રાપ્ત કરવાના આશયથી પર્વત ઉપરથી પડવા વગેરે સ્વરૂપ પણ છે – આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે.
૨૫૪
અપુનર્બન્ધક બત્રીશી