________________
अतश्चित्तशुद्ध्यर्थं शास्त्रमेवादरणीयमिति भावः । यत उक्तं-“मलिनस्य यथात्यन्तं जलं वस्त्रस्य शोधनम् । અન્ત:વરારનચ તથા શાસ્ત્ર વિદુર્વધા: 1/9.” I9૪-૨૦|
પરલોકની સાધના કરવામાં આસન્નભવ્યને શાસ્ત્ર પ્રમાણ છે. તેથી સર્વત્ર મોક્ષની સાધનામાં શાસ્ત્રની જ સેવા કરવી જોઇએ. કારણ કે સમાધિમાં વિચિકિત્સાના કારણે પ્રતિકૂળતા થાય છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે મોક્ષની પ્રાપ્તિ જેને દૂર નથી એવા આસન્નભવ્ય આત્માને પરલોકસંબંધી પ્રવૃત્તિ - નિવૃત્તિસ્વરૂપ કાર્ય અંગે શાસ્ત્ર જ પ્રમાણ છે. આત્મપરિણતિસ્વરૂપ ધર્મ અને અધર્મ અતીન્દ્રિય હોવાથી તેના ઉપાયને જણાવવાનું સામર્થ્ય શાસ્ત્રને છોડીને બીજા કોઈ પ્રમાણમાં નથી. તેથી મોક્ષમાર્ગની સાધનામાં દરેક સ્થાને શાસ્ત્રને જ આગળ(પ્રધાન) કરવું જોઇએ. પરંતુ કોઈ પણ અંશમાં તેનો(શાસ્ત્રનો) અનાદર કરવો ના જોઈએ.
શાસ્ત્ર પ્રત્યે આમ તો અનાદર કરવાનું ખરી રીતે કોઈ કારણ નથી. પરંતુ અજ્ઞાનાદિના કારણે અને ખાસ તો વિચિકિત્સાના કારણે શાસ્ત્ર પ્રત્યે અનાદર થાય છે. બુદ્ધિના વ્યામોહથી ચિત્ત વિહુત બને છે. યુક્તિથી સંગત એવા પણ અર્થમાં બુદ્ધિના વ્યામોહ(એક જાતની મૂઢતા)ના કારણે થયેલી ચિત્તવિહુતિસ્વરૂપ અહીં વિચિકિત્સા છે. ચિત્તની નિર્ણાયક શક્તિના અભાવે ચિત્ત, એ વિસ્કુતિના કારણે અત્યંત અસ્થિર બને છે. એને લઈને ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિ અથવા તો જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ સમાધિને ખૂબ જ હાનિ પહોંચે છે. તે કારણે વિચિકિત્સા અંતે સમાધિ માટે પ્રતિકૂળ બને છે. અર્થાતુ વિચિકિત્સા અને સમાધિ : એ બેનો વિરોધ છે. વિચિકિત્સાની સાથે સમાધિનું અસ્તિત્વ શક્ય નથી.
વિચિકિત્સાનો વિષય દર્શાવવા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે અર્થ(પદાર્થ) ત્રણ પ્રકારના છે. સુખેથી(અનાયાસે) જેનું જ્ઞાન(અધિગમ) થાય છે - તે સુખાધિગમ અર્થ છે. દુઃખેથી(અધિક પ્રયત્ન) જેનું જ્ઞાન થાય તે દુરધિગમ અર્થ છે અને ત્રીજો અર્થ એ છે કે જેનું જ્ઞાન કરવાનું શક્ય નથી. શ્રોતાઓને આશ્રયીને એક જ અર્થ આ રીતે ત્રણ વિભાગમાં વિભક્ત બને છે. કોઈ એક અર્થ(પદાર્થ) કોઈના માટે સુખાધિગમ બને છે. એ જ અર્થ કોઈના માટે દુરધિગમ બને છે; તો એ જ અર્થ કોઈના માટે અનધિગમ બને છે. એક રૂપના વિષયમાં જ આ રીતે વિચારીએ તો સમજી શકાશે કે જેઓ આંખે દેખી શકે છે અને ચિત્રકર્મમાં નિપુણ છે; તેમને રૂપની સિદ્ધિ સુખાધિગમ સ્વરૂપ છે. જેઓ અનિપુણ છે તેમને તે સિદ્ધિ દરધિગમ છે. અને જેઓ અંધ છે તેમને તે સિદ્ધિ અનધિગમ સ્વરૂપ છે. આવી રીતે શ્રોતાઓની અપેક્ષાએ અર્થમાત્ર ત્રણ પ્રકારનો છે. આ ત્રણ પ્રકારના અર્થસ્થળે પ્રથમ પ્રકારના સુખાધિગમના વિષયમાં નિશ્ચય હોવાથી ‘વિચિકિત્સાનો સંભવ નથી. ત્રીજા પ્રકારના અનધિગમના વિષયમાં અર્થની સિદ્ધિ જ ન એક પરિશીલન
૨૫૩