________________
છે તેમને પણ યોગની પ્રાપ્તિ થતી નથી. આ રીતે શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને નહિ કરનારા અને અસંશી : એ બેમાં કોઇ વિશેષ નથી.
શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને કરનારા શાસ્ત્રસંશી આત્માઓ ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાનો દ્વારા યોગને પ્રાપ્ત કરતા હોય છે. હવે પછી વર્ણવાતાં એ અનુષ્ઠાનો પણ; એ આત્માઓ ત્રણ પ્રકારના પ્રત્યયપૂર્વક કરતા હોય છે. જેના વડે ભવિષ્યમાં થનાર અર્થનો નિર્ણય (નિશ્ચય) થાય છે, તેને પ્રત્યય કહેવાય છે. ત્રણ પ્રકારના પ્રત્યયનું વર્ણન પણ આગળ કરાશે. સામાન્ય રીતે જે અનુષ્ઠાન કરવાની ધારણા હોય તેના વિષયમાં આત્માનો વિશ્વાસ, પૂ. ગુરુભગવંતનો સહજ રીતે પ્રાપ્ત થનારો ઉપદેશ અને શુભસૂચક લક્ષણો : આ ત્રણ પ્રકારના અનુક્રમે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય છે. આ ત્રણ રીતે, જે અનુષ્ઠાન કરવાનો નિર્ણય કર્યો છે - એ અનુષ્ઠાન પોતાથી બનશે કે નહિ, જે કરું છું તે ઇષ્ટસાધન છે કે નહિ અને ભવિષ્યમાં તે બલવાન એવા અનિષ્ટને તો નહિ આપે ને... ઇત્યાદિનો અભ્રાંતપણે વિશ્વાસ પ્રાપ્ત થાય છે. એ વિશ્વાસથી કરાતા અનુષ્ઠાનને સમ્યક્પ્રત્યયવૃત્તિથી કરાતું અનુષ્ઠાન કહેવાય છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યયની વૃત્તિથી કરાતાં અનુષ્ઠાન, લોકોત્તર સિદ્ધિનાં કારણ બને છે. સંસારના અર્થ-કામાદિ પ્રસંગે જે રીતે આત્મવિશ્વાસાદિનો ખ્યાલ રખાય છે એવી જ રીતે લોકોત્તર માર્ગનાં અનુષ્ઠાનો કરતી વખતે આત્મપ્રત્યયાદિ દ્વારા વિશ્વસ્ત બની અનુષ્ઠાન કરાય તો પ્રવૃત્તિમાં ખૂબ જ દૃઢતા આવે છે, જે સિદ્ધિના દ્વારે પહોંચવા માટે ખૂબ જ અગત્યનું સાધન છે. આજે મોટા ભાગે એનું ધ્યાન રાખવાનું આવશ્યક લાગતું નથી. તેથી સાધના ખૂબ જ શિથિલ બને છે. ।।૧૪-૧૯
યોગની પ્રાપ્તિ માટે શાસ્ત્રાધીનતાની અનિવાર્યતાને જણાવાય છે—
शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ ।
सेव्यं यद्विचिकित्सायाः समाधेः प्रतिकूलता । । १४-२०।।
शास्त्रमिति—आसन्नभव्यस्यादूरवर्तिमोक्षलाभस्य प्राणिनः । आमुष्मिके विधौ पारलौकिके कर्मणि । शास्त्रं मानं । धर्माधर्मयोरतीन्द्रियत्वेन तदुपायत्वबोधने प्रमाणान्तरासामर्थ्याद् । अतः सेव्यं सर्वत्र प्रवृत्तो पुरस्करणीयं न तु क्वचिदप्यंशेऽनादरणीयं । यद्यस्माद् विचिकित्साया युक्त्या समुपपन्नेऽपि मतिव्यामोहोत्पन्नचित्तविप्लुतिरूपायाः । समाधेश्चित्तस्वास्थ्यरूपस्य ज्ञानदर्शनचारित्रात्मकस्य वा । प्रतिकूलता विरोधिताऽस्ति । अर्थो हि त्रिविधः सुखाधिगमो दुरधिगमोऽनधिगमश्चेति श्रोतारं प्रति भिद्यते । आद्यो यथा चक्षुष्मतश्चित्रकर्मनिपुणस्य रूपसिद्धिः । द्वितीयः सैवानिपुणस्य । तृतीयस्त्वन्धस्येति । तत्र प्रथमचरमयोर्नास्त्येव विचिकित्सा, निश्चयादसिद्धेश्च । द्वितीये तु देशकालस्वभावविप्रकृष्टे धर्माधर्मादौ भवन्ती सा महानर्थकारिणी । यदागमः - “ वितिगिंछं समावन्ने णं अप्पाणे णं णो लहति समाहिं" ।
અપુનર્બન્ધક બત્રીશી
૨૫૨