________________
અન્યથા ચોથા ગુણસ્થાનકે પણ વ્યવહારનયની અપેક્ષાએ માત્ર દ્રવ્યથી જ યોગને વર્ણવવામાં આવે તો અપુનબંધક આત્મા અને સમ્યગ્દષ્ટિ આત્મા એ બેમાં યોગની વિશેષતા જણાશે નહિ. સંક્ષેપમાં સમજવું હોય તો એમ સમજવું કે અપુનબંધક આત્માઓની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ આત્માઓને યોગની પ્રાપ્તિ થાય છે અને અપુનબંધક આત્માઓને મુખ્ય યોગપૂર્વસેવા હોય ત્યારે ... યોગના કારણભૂત યોગની પ્રાપ્તિ થાય છે. નૈગમનય પરિસ્થર હોવાથી વક્તાની છે તે અપેક્ષાને ધ્યાનમાં રાખી સર્વ પદાર્થોનો અભ્યાગમ કરાવે છે. તેથી બુદ્ધિમાનોએ ખૂબ જ ઉપયોગપૂર્વક અહીં જણાવેલી વાતનો વિચાર કરવો જોઈએ. અન્યથા ખૂબ જ સ્પષ્ટ રીતે પૂર્વાપરકથનમાં વિરોધ જણાયા વિના નહીં રહે. પૂર્વાપરકથનનો તે તે અપેક્ષાએ વિચાર કરવાથી ગ્રંથકારશ્રીના આશયને સારી રીતે સમજી શકાશે. ૧૪-૧૮
આ પૂર્વે જણાવેલા યોગના વિષયમાં જ એની પારમાર્થિકતા જે રીતે સંગત થાય છે, તે જણાવાય છે–
एतन्निश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः ।
त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ॥१४-१९॥ एतदिति-एतद्यदुक्तं भिन्नग्रन्थेरेव भावतो योग इति निश्चयवृत्त्यैव परमार्थवृत्त्यैव न तु कल्पनया । यद्यस्माच्छास्त्रेणैव संज्ञी तद्विना त्वसंज्ञिवत् क्वाप्यर्थे प्रवर्तमानो यस्तस्य । त्रिधा वक्ष्यमाणैस्त्रिभिः प्रकारैः । शुद्धानिरवद्याद् । अनुष्ठानादाचारात् । सम्यक्प्रत्ययेनात्मगुरुलिङ्गशुद्ध्या स्वकृतिसाध्यताद्यभ्रान्तविश्वासेन વૃત્તિઃ પ્રવૃત્તિસ્તતો ભવતીતિ 9૪-૧૨IL
ગ્રંથિનો ભેદ જેણે કરી લીધો છે એવા આત્માને ભાવથી યોગ હોય છે – આ પ્રમાણે જે કહ્યું છે, તે પરમાર્થથી જ છે; કાલ્પનિક નથી. શાસ્ત્રના કારણે જ જે સંજ્ઞી છે તેવા આત્માને ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનથી ત્રણ પ્રકારના સમ્યફપ્રત્યયને આશ્રયીને યોગની પ્રાપ્તિ થાય છે.” - આ
શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ છે. તેનો જેઓએ ભેદ – નાશ કર્યો છે, એવા આત્માઓને જ યોગ હોય છે – આ વાત પૂર્વે જણાવી છે, તે પરમાર્થવૃત્તિએ છે. કલ્પનામાત્રથી એ વાત નથી, પરંતુ વસ્તુસ્થિતિને અનુલક્ષીને છે.
કારણ કે શાસ્ત્રના જ કારણે જેઓ સંજ્ઞી છે એવા આત્માઓને સમ્યક પ્રત્યયની વૃત્તિથી શુદ્ધાનુષ્ઠાન દ્વારા યોગની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રને આધીન થઈને જ જેઓ પ્રવર્તે છે તેમને શાસ્ત્રસંશી કહેવાય છે. શાસ્ત્રની આધીનતા વિના અસંશીની જેમ કોઈ પણ વિષયમાં પ્રવર્તતા હોય તેમને યોગની પ્રાપ્તિ થતી નથી. અસંશી જીવોને તથા પ્રકારના જ્ઞાનના અભાવે જેમ યોગની પ્રાપ્તિ થતી નથી તેમ શાસ્ત્રની આધીનતા વિના જે આત્માઓ પોતાની ઇચ્છા મુજબ પ્રવૃત્તિ કરે એક પરિશીલન
-
૨૫૧