________________
આશય એ છે કે અનુષ્ઠાનના ત્રણ પ્રકાર છે. વિષયશુદ્ધ અનુષ્ઠાન, સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન. જેનો વિષય-ઉદ્દેશ શુદ્ધ છે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. જેનું સ્વરૂપ શુદ્ધ છે તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે અને ઉત્તરત્ર અનુવર્તમાન (પરંપરા-લગ્ન) હોવાથી જે અનુષ્ઠાન અનુબંધથી શુદ્ધ છે તે અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે. પૂર્વ પૂર્વ અનુષ્ઠાનની અપેક્ષાએ ઉત્તર ઉત્તર અનુષ્ઠાન પ્રધાન-મુખ્ય(શ્રેષ્ઠ) છે.
આ ત્રણ અનુષ્ઠાનમાંના પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ શ્લોકમાંના અંતિમ પાદથી કર્યું છે. “આ અનુષ્ઠાનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ !” આવી ઇચ્છાથી ઉત્પન્ન થયેલું જે અનુષ્ઠાન છે - તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. મોક્ષની ઉત્કટ ઇચ્છાના કારણે કોઈ વાર અજ્ઞાનવશ પર્વત ઉપરથી ઝંપાપાત કરવો; કરવત વગેરે દ્વારા શરીરને કાપી નાંખવું અને ગીધ વગેરે પક્ષીઓને શરીર આપી દેવું... વગેરે સ્વઘાતના ઉપાય સ્વરૂપ તે તે અનુષ્ઠાનો થતાં હોય છે, તે પણ અનુષ્ઠાનો વિષયશુદ્ધ છે. તો પછી જે અનુષ્ઠાન મોક્ષની ઇચ્છાથી થયેલું હોય અને સ્વઘાતના ઉપાય સ્વરૂપ ન હોય તો તે અનુષ્ઠાનની વિષયશુદ્ધતા અંગે પૂછવાનું જ શું હોય? અર્થાત મોક્ષની તેવા પ્રકારની ઇચ્છાથી ઉત્પન્ન થયેલ સ્વહિંસક અને સ્વાહિંસક બધાં જ અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. ll૧૪-૨૧
સ્વહિંસક એવું પણ અનુષ્ઠાન જે કારણથી “વિષયશુદ્ધ મનાય છે; તે જણાવવાપૂર્વક બીજા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે–
स्वरूपतोऽपि सावद्यमादेयाशयलेशतः ।
शुभमेतद् द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ॥१४-२२॥ स्वरूपत इति-स्वरूपत आत्मना । सावद्यमपि पापबहुलमपि । आदेयाशयस्योपादेयमुक्तिभावस्य लेशतः सूक्ष्ममात्रालक्षणात् । शुभं शोभनमेतत् । यदाह-“तदेतदप्युपादेयलेशभावाच्छुभं मतम्” । द्वितीयं तु स्वरूपशुद्धं तु । लोकदृष्ट्या स्थूलव्यवहारिणो लोकस्य मतेन । यमादिकं यमनियमादियमादिरूपं । यथा जीवादितत्त्वमजानानां पूरणादीनां प्रथमगुणस्थानवर्तिनाम् ।।१४-२२॥
“પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ અનુષ્ઠાન(વિષયશુદ્ધાનુષ્ઠાન) સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં મોક્ષના આશયલેશથી શુભ છે. બીજું સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન તો લોકદષ્ટિએ યમ, નિયમ વગેરે સ્વરૂપ છે.” - આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ જે આત્મઘાતક અનુષ્ઠાનો છે તે સાવદ્ય-પાપની બહુલતાવાળાં હોવા છતાં મોક્ષના આશયની સૂક્ષ્મ માત્રા(અંશ) હોવાથી તે અનુષ્ઠાન શુભ મનાય છે. આ વાત(યોગબિંદુમાં શ્લોક નંબર ૨૧રના ઉત્તરાર્ધથી પણ જણાવાઈ છે.)ને જણાવતાં કહેવાય છે કે સાવદ્ય એવું પણ આ અનુષ્ઠાન મુક્તિની ઉપાદેયતાના ભાવના લેશ
એક પરિશીલન
૨૫૫