________________
ઉજ્જવળ બને છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રોધાદિ કષાયથી પીડા નહીં પામેલા અને ઉત્તરોત્તર ગુણને પ્રાપ્ત કરવાના મહાન આશયવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ જેમ ભવના વિષયમાં વિચારણા કરે છે તેમ કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિયોગના વિષયમાં પણ સારી રીતે વિચારે છે. ભવનો વિયોગ; સકલકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષરૂપ છે.
મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. તેનું સ્વરૂપ; અનંતજ્ઞાનાદિગુણમય આત્માનું શુદ્ધ સહજ નિરુપાધિક સ્વભાવાત્મક છે અને તેનું ફળ છે સર્વથા ભવરોગનો નાશ; અક્ષયસ્થિતિ તેમ જ સર્વથા અવ્યાબાધ સ્થિતિ વગેરે. આ રીતે ભવવિયોગના વિષયમાં તેના હેતુ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચારનારા આત્માઓને સાંખ્યાદિ તે તે દર્શનોનું જ્ઞાન થયે છતે ઇતરદર્શનો ભવના વિયોગના વિષયમાં તેનાં કારણાદિ અંગે શું જણાવે છે એવી જિજ્ઞાસા જન્મે છે. તેથી એજિજ્ઞાસાના કારણે ભવવિયોગના વિષયમાં શુદ્ધનિશ્ચયને કરાવનારી એ વિચારણા ઉજ્જવળ બને છે. આશય એ છે કે સામાન્ય રીતે ભિન્ન ભિન્ન માન્યતાને ધરનારાને તે નયોનું જ્ઞાન થાય એટલે તેના વિષયમાં ખૂબ જ દ્વિધા ઉત્પન્ન થતી જોવાય છે અને ત્યારે જીવને એમ થાય છે કે બધા પોતપોતાની વાત કરે છે. આ બધામાં સાચું શું અને ખોટું શું એ સમજાતું નથી. માટે જવા દો! આવી વિચારણાથી તે આત્માને વિચારણીય વિષયમાં કોઈ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ શાંત અને ઉદાત્ત આત્માને એવું બનતું નથી. ઉપરથી એ આત્માઓને વિશેષ જાણવાની ઇચ્છાથી વિચારણીય વિષયમાં ઉજ્જવળ એવો ઊહ(વિચારણા) પ્રાપ્ત થાય છે, જે શુદ્ધ નિશ્ચયનું કારણ બને છે.
તત્ત્વનિશ્ચય સુધી પહોંચવાનો એ એક જ માર્ગ છે. તત્ત્વ(આત્મસ્વરૂપ)ને પામવા માટે તત્ત્વનો નિર્ણય કરવાનું ખૂબ જ આવશ્યક છે. અધકચરા તત્ત્વનિર્ણયથી તત્ત્વપ્રાપ્તિ શક્ય બનતી નથી. તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વનો નિર્ણય અને તત્ત્વની પ્રાપ્તિના ક્રમમાં તત્ત્વજિજ્ઞાસા મૂળસ્થાને છે. આજના ધર્મીવર્ગમાં કવચિત જ તે જોવા મળતી હોય છે. સાચી તત્ત્વજિજ્ઞાસાને પ્રગટાવવાના બદલે એની જાણે જરૂર જ નથી એવું વર્તન જયારે જોવા મળે ત્યારે કેટલી હદે પરિસ્થિતિ ખરાબ થઈ છે : એનો ખ્યાલ આવે છે. ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી વાત ખૂબ જ શાંત ચિત્તે વિચારવાની આવશ્યકતા છે. સાચી જિજ્ઞાસા તત્ત્વવિચારણા માટે અત્યંત ઉપયોગી સાધન છે. એક વાર વસ્તુતત્ત્વનો નિશ્ચય થઈ જાય તો તત્ત્વને પામવાનું ખૂબ જ સરળ બને છે. શાંત અને ઉદાત્ત આત્માઓની આત્મપરિણતિ જ એવી હોય છે કે તેમને વિશેષ જિજ્ઞાસાને લઈને સહજ રીતે જ ભવવિયોગના વિષયમાં શુદ્ધનિશ્ચયાનુસારી ઊહ પ્રાપ્ત થાય છે. I/૧૪-૧all
ઉપર જણાવ્યા મુજબ શાંત અને ઉદાત્ત આત્માઓને ભવના વિયોગના વિષયમાં પણ શુદ્ધ નિશ્ચયાનુસારી ઊહ(વિચારણા) પ્રાપ્ત થાય છે અને તેથી તેમને જે સિદ્ધ થાય છે - તે જણાવાય છે–
એક પરિશીલન
૨૪૩