________________
તો તેના ફળસ્વરૂપે વિપુલ પ્રમાણમાં ક્લેશનો જ આવિર્ભાવ થાય છે. સંસારનું સ્વરૂપ જેમ ફ્લેશ છે તેમ તેનું કાર્ય પણ ક્લેશ જ છે. અનુબંધવિશેષની અનવરત ચાલતી પરંપરાને લઈને ખૂબ જ વિસ્તારવાળો ક્લેશ છે. સંસારનું કાર્ય ક્લેશ જ છે. સુખનો લેશ પણ એમાં નથી : એ શ્લોકમાંના વ(જકારાર્થક વ)નો અર્થ છે.
આત્માનો સ્વભાવ એકાંતે સુખનો હોવાથી તેમાં આ રીતે ક્લેશનો આવિર્ભાવ કઈ રીતે થાય - આવી શંકાના સમાધાન માટે શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે જેમ દૂધમાં લીમડાનો રસ પડવાથી દૂધનો સ્વભાવ તિરોહિત (અંતહિંત-દબાય) થાય છે અને લીમડાનો રસ પ્રગટ થાય છે; તેમ આત્માનો અનંતસુખમય સ્વભાવ સંસારના કારણે તિરોહિત થાય છે અને સંસારનો ક્લેશ પ્રગટ થાય છે. મોટા વિરોધી-સ્વભાવવાળાના કારણે અલ્પાંશનો અભિભવ થાય છે : એ આપણા અનુભવની વાત છે. તેથી જ જ્યારે આત્મસ્વભાવ પ્રબળ હોય છે ત્યારે તેના વડે ક્લેશનો અભિભવ કરી શકાય છે; આથી સ્પષ્ટ છે કે સંસારની પ્રબળદશામાં ક્લેશ વડે આત્માનો અભિભવ થવામાં કોઈ પણ પ્રકારની અનુપપત્તિ નથી.
આ રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ બીજ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિષયમાં વિચારણા કરે છે. ભોગી માણસો, કાંતાદિ સંબંધી ગીતાદિના વિષયમાં જે રીતે રસપૂર્વક વિચારણા કરે છે, તે રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના વિષયમાં વિચારતા હોય છે. વિદ્વાન એવા ભોગી જનોની, કાંતા-વલ્લભાદિનાં ગીત અને રૂપાદિ સંબંધી વિચારણાનો જેમને ખ્યાલ છે તેઓને શાંત અને ઉદાત્ત આત્માઓની ભવના વિષયમાં વિચારણા કેવી હોય છે - તે સમજાવવાની આવશ્યકતા નથી. આવી વિચારણા વિના યોગની પૂર્વસેવા પણ જો તાત્ત્વિક ન બને તો આપણી આજની ધર્મક્રિયાથી શું થશે – એ ગંભીરતાપૂર્વક વિચારવાનું ખૂબ જ આવશ્યક છે. ll૧૪-૧ર
શાંત અને ઉદાત્ત આત્માઓ માત્ર ભવના વિષયમાં જ વિચારે છે એવું નથી, પરંતુ ભવવિયોગના વિષયમાં પણ તેઓ વિચારે છે - તે જણાવાય છે
तद्वियोगाश्रयोऽप्येवं सम्यगृहोऽस्य जायते ।
तत्तत्तन्त्रनयज्ञाने विशेषापेक्षयोज्ज्वलः ॥१४-१३॥ तदिति-तद्वियोगाश्रयो भववियोगाश्रयोऽप्येवं हेतुस्वरूपफलद्वारेण । सम्यगृहः समीचीनविचारः । अस्य शान्तोदात्तस्य जायते । तेषां तेषां तन्त्राणां षष्टीतन्त्रादीनां नयानां ज्ञाने सति । विशेषापेक्षयेतरांशजिज्ञासालक्षणया । उज्ज्वलः शुद्धनिश्चयानुसारी ।।१४-१३।।
“આ પ્રમાણે ભવના વિયોગને આશ્રયીને પણ શાંત અને ઉદાત્ત આત્માને યોગ્ય વિચારણા પ્રાપ્ત થાય છે. તે તે દર્શનોની માન્યતાનું જ્ઞાન થયે છતે વિશેષ જિજ્ઞાસાથી તે વિચારણા
૨૪૨
અપુનર્બન્ધક બત્રીશી