SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ एकमेवेति-एकमेव ह्यनुष्ठानं देवतापूजनादि । कर्तृभेदेन चरमाचरमावर्तगतजन्तुकर्तृकतया । भिद्यते विशिष्यते । सरुजेतरयोः सरोगनीरोगयो कत्रोर्भेदेन । भोजनादिगतं भोजनपानशयनादिगतं यथाऽनुष्ठानम् । एकस्य रोगवृद्धिहेतुत्वाद्, अन्यस्य बलोपचायकत्वादिति । सहकारिभेद एवायं न तु वस्तुभेद इति चेन्न, इतरसहकारिसमवहितत्वेन फलव्याप्यतापेक्षया तदवच्छेदककारणभेदस्यैव कल्पनौचित्यात्तथैवानुभवादिति कल्पलतायां विपश्चितत्वात् ।।१३-८।। રોગી અને રોગરહિત માણસને જેમ ભોજનસંબંધી વસ્તુ એક હોવા છતાં ભિન્ન ફળને આપનારી હોવાથી ભિન્ન મનાય છે તેમ એકસરખું પણ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવતાપૂજાદિ એક જ અનુષ્ઠાન; ચરમાવર્તમાં આવેલા કર્તા વડે અને ચરમાવર્તથી બહાર રહેલા કર્તા વડે કરાતું હોવાથી કર્તાના ભેદથી ભિન્ન મનાય છે. સરોગ અને નિરોગ માણસને ભોજન વગેરે (પાનવસ્ત્ર-ગૃહ વગેરે) સંબંધી એક જ વસ્તુ ભિન્ન ભિન્ન ફલને આપનારી બને છે. રોગીને એ વસ્તુ રોગની વૃદ્ધિનું કારણ બને છે અને એ જ વસ્તુ નિરોગીને બળ વધારનારી બને છે. તેથી તે જેમ ભિન્ન મનાય છે તેમ દેવતાપૂજાદિ અનુષ્ઠાન એક જ હોવા છતાં ગરમાવર્તવર્તીને યોગનું કારણ બને છે અને અચરમાવર્તવર્તીને એ જ અનુષ્ઠાન સંસારવૃદ્ધિનું કારણ બને છે. તેથી તે અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે. અહીં યાદ રાખવું જોઇએ કે અચરમાવર્તવર્તી ભવ્ય કે અભવ્યને મુક્તિ પ્રત્યે દ્વેષ પણ હોય છે અને સામાન્ય રીતે ગ્રંથિદેશે આવે ત્યારે મુક્તિ પ્રત્યે અષ પણ હોય છે. પરંતુ તે મુક્યષ યોગની પ્રાપ્તિમાં કારણ બનતો નથી. ચરમાવર્તવર્તી ભવ્ય જીવોનો મુક્તિ પ્રત્યેનો અષ તેમને યોગની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી અહીં ચરમાવર્ત અને અચરમાવર્ત વર્તી જીવોની અપેક્ષાએ અનુષ્ઠાનમાં ભિન્નતા બતાવી છે. “ચરમાવર્તકાળમાં અને અચરમાવર્તકાળમાં થનાર ગુરુદેવાદિપૂજા વગેરે તે તે અનુષ્ઠાનો યદ્યપિ એક જ છે પરંતુ કાલાદિ સહકારીકરણના સમવધાન અને અસમવધાનના કારણે ફળમાં ભેદ થાય છે. તેથી કર્ણભેદથી અનુષ્ઠાનને ભિન્ન માનવાની જરૂર નથી...” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ઇતર(સહકારી કાલાદિ)સમવહિતસ્વરૂપે કારણમાં રહેલી વ્યાપકતા નિરૂપિત વ્યાપ્યતા ફળમાં માનવાની અપેક્ષાએ કારણતાવચ્છેદકવિશેષને લઈને તે તે કારણના ભેદથી જ કાર્યમાં ભેદ માનવાનું ઉચિત છે. દણ્ડત્વેન દંડ, ઘટની પ્રત્યે કારણ મનાય છે. કપાલાદિસમવહિતત્વેન દંડાદિનિરૂપિતવ્યાપ્યતા(કાર્યતા) ઘટાદિમાં મનાતી નથી. કારણતાચ્છેદકના ભેદથી કારણતા ભિન્ન હોય છે, જેને લઈને કાર્ય-ફળમાં ભેદ થાય છે. કારણતાવચ્છેદક(દંડત્વાદિ) ધર્મના ભેદથી કારણભેદ અનુભવસિદ્ધ છે.. ઇત્યાદિ સ્યાદ્વાદકલ્પલતામાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાંથી સમજી લેવું જોઇએ. ll૧૩-૮ll ૨૦૬ મુક્યષપ્રાધાન્ય બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy