________________
એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન છે : એ વાતની દઢતા માટે જણાવાય છે–
भवाभिष्वङ्गतस्तेनानाभोगाच्च विषादिषु ।
अनुष्ठानत्रयं मिथ्या, द्वयं सत्यं विपर्ययात् ॥१३-९॥ भवेति-तेन कर्तृभेदादनुष्ठनभेदेन भेदनं । भवाभिष्वङ्गतः संसारसुखाभिलाषाद् । अनाभोगतः सन्मूर्छनजप्रवृत्तितुल्यतया च । विषादिष्वनुष्ठानेषु मध्ये । अनुष्ठानत्रयमादिमं मिथ्या निष्फलं । द्वयमुत्तरं च सफलं । विपर्ययाद् भवाभिष्वङ्गानाभोगाभावात् ।।१३-९।।
“ભવાભિવંગ અને અનાભોગના કારણે કર્તાના ભેદથી અનુષ્ઠાન ભિન્ન થાય છે. વિષાદિ અનુષ્ઠાનોમાં ત્રણ મિથ્યા છે અને બે, ભવાભિળંગ તથા અનાભોગના અભાવના કારણે સાચા છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ચરમાવર્ત અને અચરમાવર્ત કાલીન કર્તાના ભેદથી અનુષ્ઠાનમાં જે ભેદ થાય છે; તે ભાવાભિવંગ અને અનાભોગના પરિણામને લઈને થાય છે.
સંસારસુખની અભિલાષાને ભવાભિવંગ કહેવાય છે. ભવ પ્રત્યેના રાગના કારણે જે આસક્તિ થાય છે તે ભવાભિમ્પંગના કારણે તેમ જ સમૂર્છાિમ જીવોની પ્રવૃત્તિ જેવી અનુપયોગવાળી પ્રવૃત્તિના પરિણામના કારણે તે તે અનુષ્ઠાનો ભિન્ન ભિન્ન મનાય છે. અનુષ્ઠાનકર્તાના આશયવિશેષે દરેક અનુષ્ઠાનના સામાન્યથી પાંચ પાંચ પ્રકાર થાય છે. એમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો મિથ્યા-નિષ્ફળ છે. ભવાભિમ્પંગ અને અનાભોગના કારણે તે અનુષ્ઠાનથી મોક્ષ-સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. છેલ્લાં બે અનુષ્ઠાનો સાચાં-સફળ છે. કારણ કે તે બે અનુષ્ઠાનો ભાવાભિવંગના અને અનાભોગના અભાવવાળા હોવાથી તે બંન્ને અનુષ્ઠાનથી મોક્ષસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
અહીં યાદ રાખવું જોઇએ કે પાંચ અનુષ્ઠાનોમાં ત્રણ અનુષ્ઠાનોને જે નિષ્ફળ-મિથ્યા તરીકે વર્ણવ્યાં છે તે મોક્ષસ્વરૂપે ફળની અપેક્ષાએ વર્ણવ્યાં છે. આ વાત ધર્માનુષ્ઠાન કરનારે ક્યારે પણ ભૂલવી ના જોઈએ. ધર્મનું ફળ મોક્ષ જ હોય એ સમજી શકાય છે. સંસારનું સુખ મળે કે ન પણ મળે ! પરંતુ એથી ધર્માત્માને કશો જ ફરક પડતો નથી. જેને મોક્ષમાં જ જવું છે અને સંસારમાં રહેવું નથી તેને સંસારમાં શું મળ્યું અને શું ના મળ્યું - એની ચિંતા ન હોય તે સમજી શકાય છે. એવી ચિંતા કરવાથી આરાધેલો ધર્મ મોક્ષસાધક બનતો નથી. તેથી વિષાદિ ત્રણ અનુષ્ઠાનોને અહીં મિથ્યા તરીકે વર્ણવ્યાં છે અને છેલ્લાં બે અનુષ્ઠાનોને સાચાં તરીકે વર્ણવ્યાં છે. કારણ કે તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભવનો અભિન્કંગ અને અનાભોગ મોક્ષપ્રાપ્તિ માટે પ્રતિબંધક છે. ૧૩-૯ો.
ભવાભિધ્વંગ અને અનાભોગનું સ્વરૂપ વર્ણવાય છેએક પરિશીલન
૨૦૭