________________
વિકારોને જોવાની જે ઇચ્છા છે તેને દિદક્ષા કહેવાય છે. તેને લઇને જીવને(પુરુષને) આ સંસારમાં રહેવું પડે છે. શૈવોએ આત્માના સંસારમાં અસ્તિત્વના કારણ તરીકે ભવબીજને વર્ણવ્યું છે. તેના નામથી જ તેના સ્વરૂપનો સ્પષ્ટપણે ખ્યાલ મળી રહે છે. આ કારણ(ભવકારણ)નું વર્ણન કરતાં વેદાંતદર્શનકારોએ અવિદ્યા-અજ્ઞાન(મિથ્યાજ્ઞાન)ને વર્ણવ્યું છે, જે ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. બૌદ્ધોએ આ સ્થાને અનાદિવાસનાને જણાવી છે, જે રાગાદિના અનાદિકાળના સંસ્કાર સ્વરૂપ છે. એ સંસ્કારોને લઇને આત્માનું આ સંસારમાં પરિભ્રમણ છે.
આ બધા દાર્શનિકોની માન્યતાઓનું ચોક્કસ જ્ઞાન મેળવવા માટે તે તે દર્શનના ગ્રંથોનું વ્યવસ્થિત અધ્યયન ક૨વું જોઇએ. અહીં એ બધું સમજાવવાનું શક્ય નથી. મોક્ષના અર્થી બન્યા પછી, જગતને મોક્ષનો માર્ગ બતાવનારા પણ પોતે અજ્ઞાનમાં કેવી રીતે અટવાતા હોય છે તેનો સાચો પરિચય, તેમના તે તે ગ્રંથોના પરિશીલનથી પ્રાપ્ત થાય છે. જગતના અજ્ઞાનને દૂર કરવા માટે રાત-દિવસ કાર્યરત બનનારા પણ પોતાના અજ્ઞાનને દૂર કરી ના શક્યા. ભારે વિષમતા છે આ મિથ્યાત્વની ! આપણા સદ્ભાગ્યની કોઇ અવધિ નથી, નૈસર્ગિક રીતે જ આપણને શુદ્ધ માર્ગપ્રરૂપક અને શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થઇ. એની એકાંતે કલ્યાણકારિતાને સમજીને કર્મબંધની યોગ્યતાને દૂર કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. ૧૨-૨ા
ઉપર જણાવ્યા મુજબ દરેક આત્માની યોગકષાયસ્વરૂપ કર્મની(કર્મબંધની) યોગ્યતા જુદી જુદી છે - એ સિદ્ધ થાય છે, તેથી યોગ્યતાનો ક્રમે કરી હ્રાસ થયે છતે આત્માનું કલ્યાણ થાય છે – તે જણાવાય છે—
प्रत्यावर्तं व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य सम्भवः ।
अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः ।। १२-३०॥
प्रत्यावर्तमिति-प्रत्यावर्तं प्रतिपुद्गलावर्तं । व्ययोऽपि अपगमोऽपि । अस्या योग्यतायाः । दोषाणां क्रमह्रासं विना भव्यस्य मुक्तिगमनाद्यनुपपत्तेः । तदल्पत्वे योग्यताल्पत्वे । अस्य मुक्तद्वेष । भ उपपत्तिः । तदुक्तं–“एवं चापगमोऽप्यस्याः प्रत्यावर्तं सुनीतितः । स्थित एव तदल्पत्वे भावशुद्धिरपि ध्रुवा ॥१॥" अतोऽपि मुक्त्यद्वेषादपि । श्रेयसां श्रेणी कुशलानुबन्धसन्ततिः । किं पुनर्वाच्यं મુત્તિરાજતસ્તઽવપત્તૌ ।।૧૨-૩૦॥
“પ્રત્યેક પુદ્ગલપરાવર્તને આશ્રયીને આ કર્મબંધની યોગ્યતાનો વ્યય-નાશ પણ થાય છે. આવી જાતની યોગ્યતાની અલ્પતા થયે છતે મુક્તિ પ્રત્યે અદ્વેષ થાય છે. આ મુક્ત્યદ્વેષથી પણ કલ્યાણની પરંપરા સર્જાય છે, તો મુક્ત્યનુરાગથી શું પૂછવું ?' – આ પ્રમાણે ત્રીશમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવને, કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાના કારણે સમયે સમયે કર્મબંધ ચાલુ છે. આવી રીતે આજ સુધી અનંતાનંત પુદ્ગલપરાવર્તો વ્યતીત
યોગપૂર્વસેવા બત્રીશી
૧૯૨