________________
અનુમાન થાય છે. શ્રી સિદ્ધપરમાત્માઓના કર્મબંધના અભાવ સ્વરૂપ ફળના કારણે કર્મબંધની યોગ્યતાના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ છે તેને પ્રતિયોગી કહેવાય છે. યોગ્યતાના અભાવનો પ્રતિયોગી યોગ્યતા છે.) સ્વરૂપે યોગ્યતાનું અનુમાન કરી શકાય છે. અર્થાત્ શ્રી સિદ્ધપરમાત્માને કર્મબંધની યોગ્યતા કેમ નથી ? - આ પ્રશ્નના ઉત્તરમાં, તેઓશ્રીને કર્મબંધનો (યોગ્યતાના ફળનો) અભાવ છે – એ પ્રમાણે જણાવી શકાય છે. તેથી મુક્તાત્માઓને પૂર્વે બંધ નથી એમાં શું પ્રમાણ છે - આ પ્રમાણે જણાવીને જે દોષ જણાવ્યો હતો તે દોષ યોગ્યતાના વિષયમાં નથી.
આ પ્રમાણે કર્મબંધની પ્રત્યે યોગ્યતા માનવાનું યુક્ત જ છે. બંધ, બધ્યમાન(કર્મ વગેરે)ની યોગ્યતા સાપેક્ષ છે. વસ્ત્ર વગેરે પણ મંજિષ્ઠાદિના રાગથી(રંગથી) ત્યારે જ રંગાય છે; (બંધાય છે;) કે જ્યારે તેમાં તેવી જાતની યોગ્યતા હોય છે. વસ્ત્રાદિની યોગ્યતાવિશેષને લઈને તેના રંગાદિ ફળમાં પણ વિશેષતા અનુભવાય છે. વસ્ત્રાદિની તેવા પ્રકારની રંગાદિને ધારણ કરવાની યોગ્યતા અંતરંગ (સ્થૂલ દૃષ્ટિએ ન જણાય) હોવાથી તેના પરિપાક માટે બાહ્ય કારણોની અપેક્ષા રહેતી હોય છે. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાદિ આચાર્યભગવંતો ફરમાવે છે. ૧૨-૨૮
કર્મબંધ માટેની યોગ્યતાને પ્રકારમંતરથી અન્યદર્શનીઓએ પણ સ્વીકારી છે – એ જણાવાય છે. અર્થાત્ તે તે દર્શનકારોની પણ તેવા પ્રકારની યોગ્યતાને માનવામાં સંમતિ જણાવાય છે–
दिदृक्षा भवबीजं चाविद्या चानादिवासना । भङ्ग्येषैवाश्रिता साङ्ख्यशैववेदान्तिसौगतैः ॥१२-२९॥
दिदृक्षेति-पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा सैवेयमिति साङ्ख्याः । भवबीजमिति शैवाः । વિતિ વેન્તિા અનારિવાતિ ની તા: ૦૨-૨૬.
“આ સંસારમાં બદ્ધાવસ્થાના કારણ તરીકે સાંખ્યોએ દિક્ષાને માની છે. શૈવોએ ભવબીજ માન્યું છે. વેદાંતીઓએ અવિદ્યાને માની છે અને બૌદ્ધોએ અનાદિવાસનાને માની છે. પ્રકારાંતરે આ રીતે કર્મબંધની યોગ્યતાને જ તે બધાએ માની છે.” આ પ્રમાણે “દિક્ષા..' આ શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત આ સંસારથી મુક્ત બનવાના ઉપાયો દર્શાવતાં પૂર્વે દરેક દર્શનકારોએ સામાન્યથી સંસારમાં આત્માના અસ્તિત્વનાં કારણો પણ જણાવ્યાં છે. પરમતારક શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા શ્રી જૈનશાસનમાં આ સંસારમાં આપણા આત્માના અસ્તિત્વનું એકમાત્ર કારણ; આપણા આત્માની કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતા છે. સાંખ્યદર્શનકારોએ દિક્ષાને તે કારણ તરીકે વર્ણવી છે. તેમની માન્યતા મુજબ પુરુષ (આત્મા) શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. તેનામાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન આવતું નથી. નિત્ય વિકૃતિને ધારણ કરનારી પ્રકૃતિના અનાદિના સંયોગથી પુરુષને પ્રકૃતિના
એક પરિશીલન
૧૯૧