________________
પ્રત્યાત્તિવિશોધિત આ પદના પરમાર્થને સમજાવતાં ગ્રંથકારશ્રીએ જણાવેલી વાતને દરેક યોગના અર્થીએ નિરંતર યાદ રાખવી જોઈએ. તત્તવપરાથસ્થાનાનંદતા સંવેજોની પ્રતિક્રિાન્તિઃ પ્રત્યાત્તિઃ પાપની પ્રત્યાપત્તિનું વિવેચન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે તે તે અપરાધસ્થાનથી; મહાન-ઉત્કટ એવા સંવેગપૂર્વક પાછા ફરવું તેને પ્રત્યાપત્તિ કહેવાય છે. એનો આશય એ છે કે - આપણે જે કોઇ અપરાધ કર્યો હોય તેની આલોચના સ્વરૂપે જ્યારે તપ વગેરે કરવાનો સ્વીકાર કરીએ ત્યારે તેને પ્રત્યાપત્તિથી વિશુદ્ધ બનાવવું જોઈએ. અન્યથા તે તપથી પાપની વિશુદ્ધિ થતી નથી. પાપનું પ્રક્ષાલન કરનાર પાપસૂદન તા; જે પ્રત્યાપત્તિથી વિશુદ્ધ બને છે; તે પ્રત્યાપત્તિ ઉત્કટ એવા સંવેગપૂર્વક કરવાની છે. મોક્ષની અભિલાષાને સંવેગ કહેવાય છે. એ ઉત્કટ અભિલાષાના કારણે પાપથી પાછા ફરવાનું છે. પાપથી મોક્ષ અટકે છે અને પાપથી દુઃખ આવે છે - આ બંન્ને વાત સાચી છે, પરંતુ મોટા ભાગે દુઃખથી બચવા માટે પાપ નહિ કરવાની વૃત્તિ હોય છે. પાપ કરીશ તો મોક્ષ નહિ મળે' - આવો ભાવ કોઈ વાર આવી જાય તો પણ તે સ્થિર બનતો નથી. એની અપેક્ષાએ ‘પાપ કરીશ તો દુઃખી થઈશ' આવો પરિણામ ખૂબ જ મજબૂત બનતો જાય છે. દુઃખથી દૂર થઇએ કે ના થઇએ પરંતુ મોક્ષથી દૂર ના થઇએ આવો પરિણામ મેળવી લેવો જોઇએ. અન્યથા માત્ર દુઃખથી બચવાના ઇરાદે પાપની પ્રવૃત્તિ ટાળવાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. યોગની પૂર્વસેવામાં જણાવેલી આ વાત નિરંતર યાદ રાખવી જોઇએ. દુઃખની ચિંતા જેટલી છે એટલી ચિંતા મોક્ષના અવરોધની છે કે નહીં તે પ્રામાણિક રીતે વિચારવું જોઈએ. /૧૨-૨૧
આ રીતે યોગની પૂર્વસેવામાં ત્રણ પ્રકારનું વર્ણન કરીને ચોથા પ્રકાર “મુકૃત્યદ્વેષ’નું વર્ણન કરાય છે–
मोक्षः कर्मक्षयो नाम भोगसङ्क्लेशवर्जितः ।
तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः ॥१२-२२॥ मोक्ष इति-दृढाज्ञानादबाध्यमिथ्याज्ञानात् । भवाभिष्वङ्गाभावेनानिष्टाननुबन्धिन्यपि मोक्षेऽनिष्टानुવન્યત્વેનાનિષ્ટપ્રતિપQ: I૭૨-૨૨
સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષ છે, જે (પાંચ ઇન્દ્રિયના વિષયના પરિભોગ સ્વરૂપ) ભોગની આસક્તિરૂપ સંક્લેશથી રહિત છે. આવા મોક્ષને વિશે, અત્યંત અજ્ઞાનના કારણે તેને અનિષ્ટ માનવાથી દ્વેષ થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે યોગની પૂર્વસેવાને ઇચ્છનારે મુક્તિ પ્રત્યે દ્વેષ નહિ કરવો જોઈએ; એ જણાવતાં પૂર્વે આ શ્લોકમાં મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યું છે અને ત્યાર બાદ તેની પ્રત્યે દ્વેષ થવાનું જે કારણ છે તે જણાવ્યું છે. સકલ કર્મનો ક્ષય થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગની આસક્તિ સ્વરૂપ સંક્લેશથી સર્વથા રહિત મોક્ષ છે. સામાન્ય રીતે ૧૮૪
યોગપૂર્વસેવા બત્રીશી