________________
पापेति-पापसूदनमप्येवं परिशुद्धं विधानतश्च ज्ञेयं । तत्तच्चित्ररूपं यत्पापादि साधुद्रोहादि तदपेक्षया । यथार्य(र्जुन)मुनिराजस्याङ्गीकृतप्रव्रज्यस्य साधुवधस्मरणे तदिनप्रतिपन्नाभोजनाभिग्रहस्य षण्मासान् यावज्जातव्रतपर्यायस्य सम्यक्सम्पन्नाराधनस्य किल न क्वचिद्दिने भोजनमजनीति चित्रो नानाविधः “ह्रीं असिआउसा नम” इत्यादिमन्त्रस्मरणरूपो मन्त्रजपः प्रायो बहुलो यत्र तत् प्रत्यापत्तिस्तत्तदपराधस्थानान्महता संवेगेन प्रतिक्रान्तिस्तया विशोधितं विशुद्धिमानीतम् ॥१२-२१।।
“આ પ્રમાણે તે તે પાપાદિની અપેક્ષાએ; જુદા જુદા મંત્રનો જાપ જેમાં પ્રાયઃ છે; તે પ્રત્યાપત્તિથી (પાપથી પાછા ફરવાની પ્રવૃત્તિથી) વિશુદ્ધ બનાવેલું પાપસૂદન તપ છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે પૂર્વ શ્લોકમાં જણાવ્યા મુજબ પાપસૂદન તપ પણ દેવપૂજા, બ્રહ્મચર્યનું પાલન, વગેરે દૈનિક કૃત્યના વિધાનપૂર્વક અને આ લોકાદિ સંબંધી કોઇ પણ જાતના ફળની આશંસા વિના કરવાનો છે.
તે તે પાપવિશેષને આશ્રયીને આ તપ અનેક જાતનો છે. દા.ત. સાધુવધનું પાપ (ઇંડા અનગારને મારી નાખવાનું પાપો કર્યા પછી તેના પશ્ચાત્તાપથી દીક્ષાનો સ્વીકાર કરનાર યમુન રાજર્ષિએ જ્યારે સાધુવધનું પાપ યાદ આવે ત્યારે તે દિવસે ભોજન નહિ કરવાનો અભિગ્રહ ધારણ કર્યો હતો. પોતાના છ મહિનાના દીક્ષાપર્યાયમાં સારી રીતે આરાધનાને પ્રાપ્ત કરનારા તેઓશ્રીને એક પણ દિવસ ભોજન કરવાનો પ્રસંગ ન આવ્યો. આ રીતે છ મહિનાના ઉપવાસનો તપ થયો. આ પ્રમાણે તે તે પાપની અપેક્ષાએ આ પાપસૂદન(પાપના નાશને કરનાર) તપ અનેકાનેક પ્રકારનો છે. $ $ સ સિ ના ક સા નમ:.. ઇત્યાદિ મંત્રોનો જાપ પણ આ તપમાં મોટા ભાગે કરવાનો હોય છે. જે પાપ-અપરાધને લઈને આ તપનો સ્વીકાર કર્યો હોય તે અપરાધથી, ખૂબ જ ઉત્કટ કોટિના સંવેગ(મોક્ષાભિલાષીપૂર્વક પાછા ફરવાના કારણે આ તપ વિશુદ્ધ બનાવાય છે. ભૂતકાળમાં જે પાપ કર્યું તે કર્યું, હવે એ પાપ કરવું નથી. આવા પ્રકારના અધ્યવસાયને પાપની પ્રત્યાપત્તિ-પ્રતિક્રાંતિ કહેવાય છે, જે; પાપના પ્રતિક્રમણ સ્વરૂપ છે. પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે જયારે આ પાપસૂદનતપનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે ચોક્કસ રીતે એનો ખ્યાલ રાખવો જોઇએ કે એ પાપ જીવનમાં ફરીથી ન થાય. શાસ્ત્રીય પરિભાષામાં એને પાપાકરણનિયમ કહેવાય છે. પાપનું પ્રાયશ્ચિત્ત, ફરીથી પાપ નહિ કરવાની શરતે હોવું જોઈએ. અન્યથા પાપની વિશુદ્ધિ શક્ય નહિ બને. ગૃહસ્થજીવનમાં સર્વથા પાપની પ્રવૃત્તિ ટાળવાનું શક્ય બનતું ન હોવા છતાં શરૂઆતમાં જે પરિણામે પાપ કર્યું હતું, તેની અપેક્ષાએ દિવસે દિવસે તે જ પાપની પ્રવૃત્તિ વખતે એવા પરિણામ નથી હોતા. અનુક્રમે તે પરિણામો મંદ, મંદતર અને મંદતમ થતા હોય છે. પ્રવૃત્તિ પણ ન ટળે અને પરિણામ પણ ન ટળે તો આ પાપસૂદન ત૫; પાપનો નાશ નહિ કરે. તેથી ઉપર જણાવ્યા મુજબ પ્રત્યાપત્તિથી વિશુદ્ધ જ પાપસૂદન તપ કરવો જોઇએ.
એક પરિશીલન
૧૮૩