________________
અને દાનવોનું હોય છે. તમોગુણની ઉદ્રિત અવસ્થાના કારણે કૃત્ય અને અકૃત્યનો વિભાગ કરવામાં અસંગત અને ક્રોધાદિ કષાયોના કારણે અકૃત્યમાં જ નિયમિત થયેલું ચિત્ત મૂઢ કહેવાય છે. સદાને માટે રાક્ષસ અને પિશાચ વગેરેનું મૂઢ ચિત્ત હોય છે. સત્ત્વગુણના ઉદ્રકથી દુઃખના સાધનનો પરિહાર કરવાપૂર્વક શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્ત ચિત્ત વિક્ષિપ્ત કહેવાય છે. સદાને માટે તે ચિત્ત દેવોનું હોય છે. આ ચિત્તની ત્રણેય અવસ્થાઓ સમાધિ(યોગ)માં ઉપયોગી બનતી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ સ્વરૂપ બે અવસ્થાઓ જ સમાધિમાં ઉપયોગિની છે, જે સત્ત્વગુણના ઉત્કર્ષથી ક્રમશઃ અવસ્થિત બને છે. ઉદ્રિક્ત અવસ્થા અપ્રશસ્ત સ્વરૂપવાળી હોય છે અને ઉત્કર્ષ પ્રશસ્તાવસ્થાપન્ન હોય છે. ઉદ્રિક્તમાં અતિરેક હોય છે અને ઉત્કર્ષમાં પ્રાચર્ય હોય છે.
ઉપર જણાવ્યા મુજબ સાંખ્યોએ જે કહ્યું તે બરાબર નથી. ll૧૧-૩૧ સાંખ્યોના એ કથનમાં અનુપપત્તિ જણાવાય છે–
योगारम्भेऽपि योगस्य, निश्चयेनोपपादनात् ।
मदुक्तं लक्षणं तस्मात्, परमानन्दकृत् सताम् ॥११-३२॥ योगेति-योगारम्भेऽपि योगप्रारम्भकालेऽपि । निश्चयेन निश्चयनयेन । योगस्योपपादनाद्व्यवस्थापनात् । क्रियमाणं कृतमिति तदभ्युपगमाद् । आद्यसमये तदनुत्पत्तावग्रिमसमयेष्वपि तदनुत्पत्त्यापत्तेः । वस्तुतो योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथानुपपत्त्या व्यवहारेणापि योगसामान्यसदावोऽवश्याभ्युपेय इति प्रागुक्ताव्याप्तिर्वज्रलेपायितैव । तस्मान्मदुक्तं लक्षणं मोक्षमुख्यहेतुव्यापार इत्येवं रूपं सतां व्युत्पन्नानामदुष्टत्वप्रतिपत्तिद्वारा परमानन्दकृत् ।।११-३२।।
“યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ યોગનું વ્યવસ્થાપન કર્યું છે, તેથી મેં વર્ણવેલું યોગનું લક્ષણ વ્યુત્પન્ન આત્માઓને પરમાનંદને કરનારું છે.” - આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. આશય સ્પષ્ટ છે કે નિશ્ચયનયની અપેક્ષાએ “ક્રિયામાં તમ્' અર્થાત્ કરાતું કરાયેલું છે. આ સિદ્ધાંત સ્વીકૃત છે. આઘ સમયમાં જેની અનુત્પત્તિ છે, તેની ઉત્પત્તિ આગળના સમયમાં પણ શક્ય નથી. આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગનું અસ્તિત્વ છે. “આ નિશ્ચયનયની વાત છે. લોકવ્યવહારમાં એ પ્રસિદ્ધ નથી.' - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે વાસ્તવિક રીતે યોગવિશેષના પ્રારંભકાળમાં પણ કર્મક્ષય(નિર્જરા)સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેના અનુરોધથી ત્યાં યોગસામાન્યનો સદ્ભાવ માનવાનું આવશ્યક છે. અન્યથા યોગનો સદ્ભાવ ત્યાં ન હોય તો કર્મનિર્જરા સ્વરૂપ ફળની ઉપપત્તિ નહીં થાય. તેથી વ્યવહારનયની અપેક્ષાએ પણ યોગના પ્રારંભકાળમાં યોગસામાન્યનું અસ્તિત્વ છે.
એક પરિશીલન
૧૪૫