SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગ છે. પતંજલિ દ્વારા વર્ણવાયેલું યોગનું લક્ષણ યોગપ્રારંભકાળને લઈને ત્યાં સંગત થતું ન હોવાથી અવ્યાતિ અનિવાર્ય જ છે. તેથી મેં કહેલું (અર્થાત્ ગ્રંથકારશ્રીએ જણાવેલું) યોગનું લક્ષણ જ બરાબર છે. મોક્ષનું મુખ્ય કારણભૂત જે કોઈ પણ અનુષ્ઠાન છે, તેને યોગ કહેવાય છે. “મોક્ષમુખ્ય કારણભૂત આત્મવ્યાપાર' યોગના પ્રારંભકાળમાં પણ હોવાથી તે વખતના યોગમાં લક્ષણ સંગત થાય છે. તેથી આ લક્ષણ અદુષ્ટ-નિર્દોષ છે.” એમ માનીને વ્યુત્પન્ન (સદસનો વિવેક કરવામાં સમર્થ) આત્માઓને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આ રીતે નિર્દોષ લક્ષણ વ્યુત્પન્ન જનોને પરમાનંદસ્વરૂપ મોક્ષનું કારણ બને છે. અંતે યોગના લક્ષણમાં સદસક્તો વિવેક કરી સદ્ભૂત લક્ષણની પ્રતિપત્તિ દ્વારા પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. //૧૧-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां पातञ्जलयोगलक्षणविचारद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ૧૪૬ પાતંજલયોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy