________________
કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનદર્શનની માન્યતા મુજબ મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારમાત્રને યોગ કહેવાય છે. તેથી મન, વચન, કાયાના અશુભ યોગોના નિરોધને પણ યોગ કહેવાય છે. માત્ર ચિત્તવૃત્તિઓના નિરોધને જ યોગ કહેવામાં આવે તો કાયનિરોધ અને વાનિરોધમાં લક્ષણ સંગત ન થવાથી અવ્યાપ્તિ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે “એકાગ્રતા અને નિરોધ માત્ર સાધારણ ચિત્તવૃત્તિઓનો નિરોધ જ યોગ છે.” તો કાયનિરોધાદિ લક્ષ્ય ન હોવાથી તેને લઇને આવ્યાપ્તિ નહીં આવે. પરંતુ તેથી એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં (વિક્ષિપ્તાવસ્થામાં) અધ્યાત્માદિથી શુદ્ધ થયેલા ચિત્તને લઈને આવ્યાપ્તિ આવે છે. ll૧૧-૩૦ના
એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં અધ્યાત્મ અને ભાવનાદિથી શુદ્ધ બનેલા ચિત્તને લઇને આવતી અવ્યાપ્તિના નિવારણ માટે સાંખ્યો કહે છે–
योगारम्भोऽथ विक्षिप्ते, व्युत्थानं क्षिप्तमूढयोः ।
एकाग्रे च निरुद्धे च, समाधिरिति चेन्न तत् ॥११-३१॥ योगेति-अथ विक्षिप्ते चित्ते योगारम्भः क्षिप्तमूढयोश्चित्तयोर्युत्थानम् । एकाग्रे च निरुद्धे च चित्ते समाधिरिति एकाग्रतापृष्ठभाविनश्चित्तस्यालक्ष्यत्वादेव न तत्राव्याप्तिः । क्षिप्तं हि रजस उद्रेकादस्थिर बहिर्मुखतया सुखदुःखादिविषयेषु कल्पितेषु सन्निहितेषु वा रजसा प्रेरितं, तच्च सदैव दैत्यदानवादीनां । मूढं तमस उद्रेकात् कृत्याकृत्यविभागासङ्गतं क्रोधादिभिर्विरुद्धकृत्येष्वेव नियमितं, तच्च सदैव रक्षःपिशाचादीनां । विक्षिप्तं तु सत्त्वोद्रेकात् परिहतदुःखसाधनेष्वेव शब्दादिषु प्रवृत्तं, तच्च सदैव देवानां । एतास्तिस्रश्चित्तावस्था न समाधावुपयोगिन्यः । एकाग्रतानिरुद्धरूपे द्वे एव सत्त्वोत्कर्षाद्यथोत्तरमवस्थितत्वाच्च समाधावुपयोगं भजेते इति चेन्न तत् ।।११-३१॥
“વિક્ષિપ્ત ચિત્ત હોય ત્યારે યોગનો આરંભ થાય છે. એ ચિત્ત, ક્ષિત કે મૂઢ હોય છે ત્યારે વ્યુત્થાન થાય છે અને એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે. (આ પ્રમાણે માની લેવાથી અવ્યાપ્તિ આવતી નથી.) આ મુજબ કહેવાનું બરાબર નથી. (તેનું કારણ હવે પછી જણાવાય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે વિક્ષિપ્ત ચિત્ત હોતે છતે યોગનો આરંભ થાય છે. ત્યારે યોગની પ્રાપ્તિ થતી નથી. તેમ જ ક્ષિત કે મૂઢ ચિત્ત હોય ત્યારે વ્યુત્થાન હોય છે, યોગનો આરંભ પણ નથી હોતો. એકાગ્ર કે નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ (યોગ) હોય છે. આથી સમજી શકાશે કે એકાગ્ર ચિત્તની અવસ્થાની પૂર્વેની ત્રણ અવસ્થાઓમાં યોગનો અભાવ હોવાથી તે લક્ષ્ય જ નથી. તેથી અવ્યાપ્તિ આવતી નથી.
રજોગુણની ઉદ્ભિક્ત અવસ્થાના કારણે ચિત્ત અસ્થિર હોય છે. બહિર્મુખ પ્રવૃત્તિને લઈને કલ્પિત એવા સુખદુઃખાદિ વિષયોમાં રજોગુણથી પ્રેરણા પામેલું એ ક્ષિપ્ત ચિત્ત હંમેશને માટે દૈત્ય
૧૪૪
પાતંજલયોગલક્ષણ બત્રીશી