________________
चिरकालं नैरन्तर्येण आदरेण चाश्रितो दृढभूमिः स्थिरो भवति । तदाह-स तु दीर्घकालनैरन्तर्यसत्कारसेवितो દઢમૂરિતિ [9-૧૪] I99-છા
પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. વૃત્તિરહિત ચિત્તના સ્વરૂપની સ્થિતિના વિષયમાં જે શ્રમ કરાય છે તેને અભ્યાસ કહેવાય છે. લાંબા કાળ સુધી સતત અને આદરપૂર્વક તે કરાય તો તે સ્થિર બને છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ચિત્તની પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી થાય છે. આમ તો અભ્યાસ અને વૈરાગ્ય ખૂબ જ પ્રતીત છે. સાંખ્યાદિની પરિભાષાથી એ સમજી લેવાનું આવશ્યક છે.
“અભ્યાસવૈરાશ્યામ્યાં તન્નરોધ:' 9-૧૨ા આ યોગસૂત્રથી જણાવ્યું છે કે અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. સામાન્ય રીતે ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ બે પ્રકારનો છે – એક પાપાવહ અને બીજો કલ્યાણાવહ છે. નદીનો પ્રવાહ અત્યંત વેગવાળો હોય ત્યારે પ્રથમ પાળ વગેરે બાંધી તેને અટકાવવો પડે છે અને પછી નીક વગેરે દ્વારા વિરક્ષિત સ્થાને તેને લઈ જવાય છે. આવી જ રીતે અહીં પણ સ્વભાવથી જ ચિત્તની વૃત્તિઓ વિષયના ગ્રહણાદિમાં પ્રવર્તતી હોય છે. એ વૃત્તિઓનો પ્રવાહ પાપાવહ છે. વિષયોના દોષાદિના જ્ઞાનથી તેને અટકાવી શકાય છે અને ત્યાર પછી તેને વિવેકાદિથી મોક્ષ તરફ લઈ જવાય છે. તે અનુક્રમે વૈરાગ્ય અને અભ્યાસથી શક્ય બને છે.
વૃત્તિનિરોધનાં એ બંન્ને કારણોમાંના અભ્યાસનું સ્વરૂપ શ્લોકમાં તત્રાભ્યાસ... ઈત્યાદિ પદોથી જણાવ્યું છે. ક્લેશજનક વૃત્તિઓથી રહિત બનેલા ચિત્તને તેના સ્વરૂપાત્મક પરિણામમાં સ્થિર કરવા ચિત્તમાં એ પરિણામનો વારંવાર નિવેશ કરવો તે અભ્યાસ છે. “તત્ર સ્થિતી યત્નોડાઃ ' I9-9રા આ યોગસૂત્રથી અભ્યાસનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તે પૂર્વે જણાવેલી ચિત્તવૃત્તિઓની નિરોધ અવસ્થામાં સ્થિર થવા માટે યોગનાં અંગભૂત યમ અને નિયમ(પાંચ વ્રતો અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન)માં પ્રયત્ન કરવા સ્વરૂપ અભ્યાસ છે.
આ અભ્યાસ લાંબા સમય સુધી નિરંતર અને શ્રદ્ધાદિ - આદરપૂર્વક કરવાથી દઢ-સ્થિર બને છે. આશય એ છે કે આ ચિત્ત વ્યુત્થાનકાળના સંસ્કારોથી અનાદિકાળથી ચંચળતાને જ ધારણ કરતું આવ્યું છે. તેથી ચંચળતા તો ચિત્તનો સ્વાભાવિક ધર્મ જ બની ગયો છે. તેની તે ચંચળતા, અલ્પકાળસાધ્ય એવા ક્ષણિક એવા કોઈ ઉપાયથી દૂર થઇ જાય એ સંભવિત નથી. તેથી જે ઉપાયથી ચિત્તની ચંચળતા દૂર થઈ જાય અને તે સ્થિરતાને પ્રાપ્ત કરે એવો ઉપાય આચર્યા વિના છૂટકો નથી. અભ્યાસની દઢતા સિવાય એવો કોઈ ઉપાય નથી. યમ અને નિયમ વગેરે યોગનાં અંગભૂત અનુષ્ઠાનો; અલ્પકાળ માટે, સાતત્યના અભાવવાળા અને શ્રદ્ધા-તિતિક્ષાદિ સ્વરૂપ આદર વિના કરવાથી ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતી નથી. તેથી તે અનુષ્ઠાનો લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધાદિ
એક પરિશીલન
૧૧૯