SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આદરપૂર્વક જ કરવાં જોઈએ, જેથી અભ્યાસ દઢભૂમિવાળો મજબૂત બને છે, જેથી ચિત્તની એકાગ્રતા બની રહે છે. દઢભૂમિવાળા અભ્યાસ વિના ચિત્ત એકાગ્ર બની શકતું નથી. //૧૧-ળા વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવાય છે– या वशीकारसंज्ञा स्याद, दृष्टानुश्रविकार्थयोः । वितृष्णस्यापरं तत् स्याद्, वैराग्यमनधीनता ॥११-८॥ येति-दृष्ट इहैवोपलभ्यमानः शब्दादिः, आनुश्रविकश्च अर्थो देवलोकादिः । अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवो वेदस्ततः प्रतीयमान आनुश्रविक इति व्युत्पत्तेः । तयोः । परिणामविरसत्वदर्शनात् । वितृष्णस्य विगतगर्द्धस्य या वशीकारसंज्ञा “ममैवैते वश्या नाहमेतेषां वश्यः” इत्येवं विमर्शात्मिका । तदपरं वक्ष्यमाणपरवैराग्यात्पाश्चात्यं वैराग्यं स्याद् । अनधीनता फलतः पराधीनताभावरूपं । तदाह-“दृष्टानुश्रविकવિષયવૈતૃળ્યસ્થ વશીવકારસ્તંજ્ઞા વૈરાથમિતિ” [999] I99-૮ “વિષયની તૃષ્ણાથી રહિત ચિત્તને આ લોક સંબંધી અને પરલોકસંબંધી પદાર્થોમાં જે વશીકારસંજ્ઞા છે તે અનધીનતા સ્વરૂપ અપર વૈરાગ્ય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ લોકમાં ઉપલબ્ધ - દષ્ટ અર્થ શબ્દ, ગંધ, રૂપ વગેરે છે અને ગુરુદેવશ્રીના મુખે સાંભળવાના હોવાથી વેદને અનુશ્રવ કહેવાય છે. તેથી તે વેદથી ઉપલબ્ધ દેવલોકાદિ આનુશ્રવિક પદાર્થો છે. એ બન્નેમાં વિરસતાનું જ્ઞાન થવાથી તૃષ્ણાથી રહિત થયેલા ચિત્તને “આ દષ્ટ અને આનુગ્રવિક અર્થ મારે જ વશ છે. હું એને વશ નથી. આવા પ્રકારની વિમર્શસ્વરૂપ વશીકાર સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ વશીકારસંજ્ઞાને અપર વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય; પછી થનારા પર વૈરાગ્યની પૂર્વેનો હોવાથી અપર વૈરાગ્ય છે. અપર વૈરાગ્યના કારણે પરાધીનતાનો અભાવ થાય છે. સ્વ-આત્માને છોડીને બીજા બધા પર પદાર્થોની આધીનતા રહેતી ન હોવાથી ફળની અપેક્ષાએ અપરવૈરાગ્ય અનધીનતા સ્વરૂપ છે. આ વાત “કૃષ્ટીનુચિવિષયતૃખ્ય વશીસંજ્ઞા વેરાયમ્' 9-9ો આ યોગસૂત્રથી પણ સમજી લેવી જોઇએ. દષ્ટ(શબ્દાદિ) અને આનુશ્રવિક(દેવલોકાદિ) પદાર્થ સ્વરૂપ વિષયોની તૃષ્ણાથી રહિત થયેલાને જે વશીકાર સંજ્ઞા થાય છે તેને વૈરાગ્ય કહેવાય છે. ' અહીં સમજી લેવું જોઇએ કે અપર વૈરાગ્યની પરાકાષ્ઠા એ વશીકારસંજ્ઞા છે. એના ગ્રહણથી એની પૂર્વે થનારા યતમાન, વ્યતિરેક અને એકેન્દ્રિય આ અપરવૈરાગ્યનું પણ ગ્રહણ થઈ જ જાય છે. કારણ કે એ ત્રણની પ્રાપ્તિ વિના વશીકારસંલ્લાની પ્રાપ્તિ થતી નથી. સંસારના પદાર્થોમાં સારાસારનો નિર્ણય કરવા પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે શાસ્ત્રશ્રવણાદિમાં પ્રયત્ન કરવો તે, અપર વૈરાગ્યની યતમાન અવસ્થા છે. નિવૃત્ત થયેલા રાગાદિમલથી ચિત્તના બાકી રહેલા મલને ભિન્ન સ્વરૂપે જાણીને તેને દૂર કરવા તે, અપર વૈરાગ્યની વ્યતિરેક અવસ્થા છે અને જ્યારે ૧૨૦ પાતંજલયોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy