________________
उपाधिः कर्मणैव स्यादाचारादौ श्रुतं हादः । विभावानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ॥१०-३०॥
उपाधिरिति-आचारादौ अदः श्रुतं-यदुत उपाधिः कर्मणैव स्यात् “कम्मुणा उवाही जायइ त्ति” वचनात् । ततो विभावानां मिथ्यात्वगुणस्थानादारभ्यायोगिगुणस्थानं यावत् प्रवर्तमानानामौपाधिकभावानामनित्यभावेऽपि स्वभाववानात्मा नित्यस्तस्योपाध्यजनितत्वादुपाधिनिमित्तका अप्यात्मनो भावास्तद्रूपा एव युज्यन्ते, इति चेत्सत्यं, शुद्धनयदृष्ट्यात्मपुद्गलयोः स्वस्वशुद्धभावजननचरितार्थत्वे संयोगजभावस्य भित्तौ खटिकाश्चेतिम्न इव विविच्यमानस्यैकत्राप्यनन्तभावेन मिथ्यात्वात् ।।१०-३०॥
કર્મના કારણે જ ઉપાધિ છે. આચારાંગસૂત્રમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે. તેથી વિભાવો બધા અનિત્ય હોવા છતાં સ્વભાવવાળો આત્મા નિત્ય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – આત્મા શુદ્ધજ્ઞાનૈકસ્વભાવવાળો હોવા છતાં તે તે કર્મ સ્વરૂપ ઉપાધિના કારણે જીવસ્થાનાદિના ઔપાધિક તે તે પરિણામો પામે છે. શ્રી આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે “કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે.”
તેથી પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકથી માંડીને ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી પ્રવર્તમાન ઔપાલિકભાવો બધા જ વિભાવો છે. તે વિભાવો અનિત્ય હોવા છતાં જ્ઞાનાદિ સ્વભાવવાળો આત્મા નિત્ય છે. કારણ કે તે ઉપાધિથી(કર્માદિ ઉપાધિથી) જન્ય નથી. ઉપાધિથી જન્ય જે ભાવો છે તે નિત્ય હોતા નથી.
જ્ઞાનાદિ સ્વભાવવાન નિત્ય આત્માને કર્મસ્વરૂપ ઉપાધિના કારણે જે ઉપાધિનિમિત્તક વિભાવોની પ્રાપ્તિ થાય છે, તે બધા આત્મસ્વરૂપ જ હોવા જોઇએ ને?” – આ વાત યદ્યપિ બરાબર છે; પરંતુ શુદ્ધનયની દૃષ્ટિએ વિચારીએ તો તે વાત સાચી નથી. કારણ કે શુદ્ધનયદષ્ટિએ આત્મા (ચેતન) અને પુદ્ગલ પોતપોતાના શુદ્ધભાવ - જનનમાં (ઉત્પન્ન કરવામાં) ચરિતાર્થ હોવાથી તેની વસ્તુતા (અર્થક્રિયાકારિતા) નિરાબાધ છે. દિવાલને ખડીથી જ્યારે સફેદ કરવામાં આવે છે ત્યારે બંન્નેના સંયોગથી ઉત્પન્ન થનારા તે સંયોગજ ભાવોનો એકમાં પણ વિચાર કરાય તો અનંતભાવથી તે મિથ્યાસ્વરૂપ છે. શુદ્ધનયની દૃષ્ટિએ તે સંયોગજ ભાવ એકમાં નહિ મનાય. ખડીની ચૅતિમા છે. દિવાલની તે કોઈ પણ રીતે નથી. તેમ અહીં પણ આત્મા અને કર્મના સંયોગવિશેષે જે જે વિભાવો ઉત્પન્ન થાય છે તે બધા જ ભાવો કોઇ પણ રીતે આત્માના નથી... ઇત્યાદિ શુદ્ધનયની દૃષ્ટિએ સમજવું જોઈએ. II૧૦-૩૦
પરિણામો(જીવસ્થાન, ગુણસ્થાન. વગેરે)થી દ્રવ્ય વગેરેને કથગ્નિદ્ અભેદ હોવાથી માત્ર પરિણામ સ્વરૂપ જ યોગનું પ્રતિપાદન કઈ રીતે યુક્ત છે, તે જણાવાય છેએક પરિશીલન
૧૦૭