________________
સ્વરૂપ આવિર્ભત નહીં થાય. દરેક નવો અભિમત અંશનું નિરૂપણ કરતા હોય છે. તેને આંખ સામે રાખીને વસ્તુની વાસ્તવિકતા પામવા પ્રયત્ન કર્યા વિના ચાલવાનું નથી. /૧૦-૨૮
एतदेवाहઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે
जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः ।
परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ॥१०-२९॥ जीवस्थानानीति-सर्वाणि चतुर्दशापि जीवस्थानानि गुणस्थानानि तावन्त्येव मार्गणा गतीन्द्रियाद्याः परिणामा विवर्तन्ते दशाविशेषं भजन्ते, जीवस्तु कदाचन न विवर्तते, तस्य शुद्धज्ञायकभावस्यैकस्वभावत्वात्
બધાં જીવસ્થાનો, ગુણસ્થાનો અને બધી માર્ગણાઓ સ્વરૂપ પરિણામો અવસ્થાવિશેષને પામે છે. પરંતુ જીવ તો ક્યારેય અવસ્થાવિશેષને (અવસ્થાંતરને) ધારણ કરતો નથી.” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિય - આ સાતના અપર્યાપ્ત અને પર્યાપ્ત – એ બે બે ભેદની વિવલાએ ચૌદ જીવસ્થાનો છે. અનાદિકાળથી કર્મપરવશ એવા જીવને તે તે સ્થાનમાં રહેવાનું થતું હોવાથી તે બધાં જીવસ્થાનો સ્વરૂપ પરિણામો છે. તે તે કાળે તે સ્થાનો બદલાય છે. પરંતુ જીવમાં કોઈ જ ફેરફાર થતો નથી. જીવ તો જે છે તે જ છે.
આવી જ રીતે કર્મના ઉદયાદિના કારણે થનારાં ચૌદ ગુણસ્થાનકો પ્રસિદ્ધ છે. મિથ્યાત્વથી અયોગી સુધીનાં તે તે ગુણસ્થાનોમાં તે તે કાળે પરિવર્તન થતું આવ્યું છે. પરંતુ જીવમાં કોઈ જ પરિવર્તન આવતું નથી. સદાને માટે તેનો શુદ્ધ જ્ઞાનનો એક જ સ્વભાવ છે. એમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવતું નથી.
ગતિ, ઇન્દ્રિય, કાય (પૃથ્વીકાયાદિ), યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ, સમ્યકત્વ, સંજ્ઞી અને આહાર આ ચૌદ માર્ગણાથી જીવાદિની વિચારણા કરાય છે. અનાદિકાળથી તે તે માર્ગણાસ્થાનમાં જીવનું અસ્તિત્વ છે. તે તે કાળમાં તે તે માર્ગણાઓમાંથી બીજી બીજી માર્ગણાઓમાં જીવને જવાનું થતું હોય છે. એ રીતે માર્ગણાસ્થાનમાં પરિવર્તન આવે છે. પરંતુ જીવનો તો ઉપર જણાવ્યા મુજબ એક જ સ્વભાવ છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે જીવસ્થાનાદિ પરિણામો તે તે અવસ્થાને પામે છે. પરંતુ જીવમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. II૧૦-૨લા
ઉપર જણાવ્યા મુજબ જીવનો એક જ સ્વભાવ હોય તો જીવને તે તે અવસ્થાઓ કેમ અનુભવવી પડે છે ? – આ શંકાનું સમાધાન કરાય છે.
૧૦૬
યોગલક્ષણ બત્રીશી