SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यादेः स्यादभेदेऽपि, शुद्धभेदनयादिना । इत्थं व्युत्पादनं युक्तं, नयसारा हि देशना ॥१०-३१॥ द्रव्यादेरिति-द्रव्यादेः परिणामेभ्यः स्यात् कथञ्चिदभेदेऽपि । शुद्धः केवलो यो भेदनयस्तदादिना | इत्थमुक्तरीत्या व्युत्पादनं युक्तं । नयसारा नयप्रधाना हि देशना शास्त्रे प्रवर्तते । अन्यथाऽनुयोगपरिणत आत्मापि योग इतीष्यत एव, चरणात्मनोऽपि भगवत्यां प्रतिपादनादिति भावः ।।१०-३१।। “પરિણામોથી દ્રવ્ય કે ગુણને કથંચિત્ અભેદ હોવા છતાં માત્ર ભેદ અથવા માત્ર પર્યાયનું ગ્રહણ કરનાર નયની અપેક્ષાએ પૂર્વોક્ત રીતે નિરૂપણ યુક્ત છે. કારણ કે દેશના નયપ્રધાન હોય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મવ્યાપાર સ્વરૂપ પરિણામોથી આત્મદ્રવ્યાદિને કથંચિત્ અભેદ હોવાથી પરિણામોની જેમ આત્મદ્રવ્યાદિને પણ યોગસ્વરૂપ વર્ણવવા જોઈએ. પરંતુ કેવલ ભેદનયાદિની અપેક્ષાએ કથગ્નિદ્ અભેદને ધ્યાનમાં લીધા વિના પૂર્વે જણાવ્યા મુજબ તેવા પ્રકારના આત્મવ્યાપારસ્વરૂપ પરિણામને યોગસ્વરૂપે વર્ણવ્યા છે અને દ્રવ્યાદિનો વ્યવચ્છેદ કર્યો છે. શુદ્ધનયની દૃષ્ટિએ પદાર્થનું સ્વરૂપ ખૂબ જ સૂક્ષ્મ બનતું હોય છે. તેથી તે નયની દૃષ્ટિએ વસ્તુના સ્થૂલ સ્વરૂપનો વિચાર કરવામાં આવતો નથી. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં દેશના નયપ્રધાન હોય છે. અનંતધર્માત્મક વસ્તુના એક અંશને લઇને તે તે નયો દ્વારા દેશના પ્રવર્તતી હોય છે. શુદ્ધનયની અપેક્ષાએ પરિણામસ્વરૂપ જ યોગ છે. અન્યથા શુદ્ધનયને છોડીને બીજા દ્રવ્યાર્થિકાદિ નયની અપેક્ષાએ “આત્મદ્રવ્ય' પણ યોગ છે. અનુયોગપરિણત આત્મા યોગસ્વરૂપ છે : એ ઈષ્ટ છે. (અભિમત છે.) તેથી શ્રી ભગવતીસૂત્રમાં ચારિત્ર(ચારિત્રાત્મયોગ) સ્વરૂપ આત્માનું પ્રતિપાદન કરાયેલું છે. ૧૦-૩૧TI પ્રકરણાર્થનું પરિસમાપન કરાય છે योगलक्षणमित्येवं, जानानो जिनशासने । પરોનિ પરીકોત, પરમાનન્દવથીઃ ૧૦-રૂરી યોનિક્ષofમતિ–સ્પષ્ટ: I9૦-૩૨I “શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ઉપર જણાવ્યા મુજબ યોગના લક્ષણને જાણનારા એવા; મોક્ષમાં પ્રતિબદ્ધ બુદ્ધિવાળાએ બીજા દર્શનકારોએ જણાવેલા યોગના લક્ષણનો વિચાર કરવો જોઇએ.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનશાસનમાં જે યોગનું લક્ષણ છે; તેના જાણકારે; બીજા સાંખ્યાદિ દર્શનકારે જે યોગનાં લક્ષણો કહ્યાં છે; તેની પરીક્ષા કરવી જોઈએ. ૧૦૮ યોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy