________________
પ્રમાણના અધિગમથી જેમ સ્વદર્શનમાં જણાવેલા અર્થની વાસ્તવિકતાનું સમર્થન કરી શકાય છે તેમ પરદર્શનમાં જણાવેલા અર્થની પણ યથાસંભવ વાસ્તવિકતાનું સમર્થન કરી શકાય છે. આવા પ્રકારના સમાન(તુલ્ય) સામર્થ્યને માધ્યચ્ય કહેવાય છે. માત્ર સ્વદર્શનમાં જણાવ્યું છે માટે સારું છે અને પરદર્શનમાં જણાવ્યું છે માટે ખોટું છે - એમ સમજીને સ્વ-પરદર્શનમાં જણાવેલા અર્થનું સમર્થન કે નિરાકરણ કરવું, તે માધ્યસ્થ નથી. વસ્તુની વાસ્તવિકતા અને અવાસ્તવિકતાને જોઇને તેનું સમર્થન કે નિરાકરણ કરવામાં માધ્યચ્યું છે. આવું સામર્થ્ય નય અને પ્રમાણના અધિગમથી સ્વપરદર્શનમાં જણાવેલા પદાર્થના વિષયમાં એકસરખું હોય છે. બધાને સરખા માનવા અથવા એ વિષયમાં તદન મૌન સેવવું - એ માધ્યચ્યું નથી. જેમાં જેટલી વાસ્તવિકતા છે તેમાં તેનું પક્ષપાત વિના સમર્થન કરવાનું જે સામર્થ્ય છે; તે માધ્યચ્યું છે. નય અને પ્રમાણની અપેક્ષાએ કરાતી વિચારણાના કારણે એ માધ્યચ્ય પ્રાપ્ત થાય છે. તેના યોગે આત્માને સ્વદર્શન પ્રત્યે થોડો પણ આગ્રહ થતો નથી. પોતાના એ સામર્થ્યથી પરદર્શનમાં વર્ણવેલી વસ્તુની વાસ્તવિકતાનું સમર્થન, જેટલા પણ અંશે શક્ય હોય તેટલા અંશમાં ચિંતાજ્ઞાન વખતે કરી લેવાય છે. પરદર્શનની વાત છે માટે તેનું નિરાકરણ કરવું એવું ચિંતામયજ્ઞાન વખતે બનતું નથી. આથી જ “ઉપદેશપદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરદર્શનમાં પણ અવિસંવાદી જે અર્થ જણાય છે તે દૃષ્ટિવાદમૂલક હોવાથી તેનું નિરાકરણ કરવાથી ખરી રીતે દષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે. આશય એ છે કે- સર્વદર્શનોનું (પ્રવાદોનું) મૂળ દષ્ટિવાદ છે. જૈનદર્શનની સાથે અવિસંવાદી એવો જે કોઇ અર્થ અન્યદર્શનમાં જણાય છે તે દષ્ટિવાદમાંથી આવેલો છે. આમ છતાં તે અન્યદર્શનમાં હોવાથી તેનું નિરાકરણ કરાય તો ખરી રીતે તેથી દષ્ટિવાદનું જ નિરાકરણ થાય છે, જે મુમુક્ષુઓ માટે યોગ્ય નથી.
અહીં યાદ રાખવું જોઇએ કે અન્યદર્શનમાં જે વિસંવાદી અર્થ છે, તેનું નિરાકરણ કરવામાં કોઈ દોષ નથી. જે કોઈ દોષ છે તે ત્યાં છે કે જ્યાં અવિસંવાદી અર્થ હોવા છતાં માત્ર અન્યદર્શનનો હોવા માત્રથી તેનું નિરાકરણ કરવામાં આવે છે. અર્થના નિરાકરણનો હેતુ તેની વિસંવાદિતા હોવો જોઈએ, તે પરદર્શનોક્ત છે તેથી તે નિરાકાર્ય નથી. અર્થની નિરાકાર્યતા તેની વિસંવાદિતાના કારણે છે. ર-૧૪ો. ભાવનામયજ્ઞાનની અવસ્થાવિશેષ જણાવાય છે–
सर्वत्रैव हिता वृत्तिः समापत्त्यानुरूपया ।
ज्ञाने सञ्जीविनीचारज्ञातेन चरमे स्मृता ॥२-१५॥ सर्वत्रेति-सर्वत्रैव भव्यसमुदाये । हिता हितकारिणी । वृत्तिः प्रवृत्तिः । समापत्त्या सर्वानुग्रहपरिणत्या । अनुरूपया उचितया । सञ्जीविनीचारज्ञातेन चरमे ज्ञाने भावनामये स्मृता । अत्रायं भावार्थो वृद्धैरुप
એક પરિશીલન