________________
दिश्यते--यथा किल कयाचित् स्त्रिया कृत्रिमगवीकृतस्य स्वपत्युर्वटवृक्षाधःस्थितया विद्याधरीवचनेनोपलब्धस्वभावलाभोपायभावं सञ्जीविनीसद्धावं तत्र विशिष्याजानानया तत्प्रदेशवर्तिनी सर्वैव चारिस्तस्य चारिता अनुषङ्गतः सञ्जीविन्युपभोगाच्च स पुरुषः संवृत्त इति । एवं सर्वत्रैव कृपापरं भावनाज्ञानं भवति, हितं तु योग्यतानियतसम्भवमिति ।।२-१५।।
છેલ્લે ભાવનામયજ્ઞાન હોતે છતે બધે સ્થાને ઉચિત અનુગ્રહ કરવાના પરિણામના કારણે સંજીવિનીયુક્ત ચારો ચરાવવાના દષ્ટાંતથી હિતકારિણી પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વશાસ્ત્રનાં વાક્યોના તાત્પર્યને આશ્રયીને ભાવનામયજ્ઞાનમાં શ્રી વિતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનું જ પ્રાધાન્ય સમજાય છે. આ અસાર સંસારમાંથી મુક્ત બનાવનારી એકમાત્ર એ પરમતારક આજ્ઞાની જ આરાધના છે. “દરેક ભવ્યાત્માઓને એનો યોગ થાય તો તેઓ બધા આ અસાર સંસારથી મુક્ત બની શકે” આવા પ્રકારની અનુગ્રહની પરિણતિ સ્વરૂપ (તે તે જીવોને) ઉચિત એવી સમાપત્તિથી ભાવનામય જ્ઞાન વખતે જે કોઈ પ્રવૃત્તિ થાય છે તે હિતકારિણી જ બને છે. દેખીતી રીતે તે હિતકારિણી ન દેખાય તોપણ અંતે (પરિણામે) તે હિતને કરનારી બને છે. એ સમજાવવા માટે અહીં સજીવિનીચારનું દષ્ટાંત જણાવ્યું છે. તેનો આશય વૃદ્ધ પુરુષો નીચે જણાવ્યા મુજબ વર્ણવે છે.
કોઇ એક સ્ત્રી હતી. પોતાના પતિને વશ કરવા તેણીએ કોઈ પરિવ્રાજિકાએ દર્શાવેલા ઉપાય વડે બળદ બનાવ્યો. પછી બહુ જ દુઃખ થયું. તે કૃત્રિમ બળદને તે સ્ત્રી દરરોજ ચરવા માટે લઈ જાય છે. એક વાર વડના વૃક્ષ નીચે બેસેલી તે સ્ત્રીએ વિદ્યાધરીના વચનથી બળદને પુરુષ બનાવવાના ઉપાય તરીકે સંજીવિનીને જાણી. પરંતુ સંજીવિની વિશેષને જાણતી ન હોવાથી તે સ્ત્રીએ તે વડના વૃક્ષની નીચેનો બધો જ ચારો બળદને ચરાવ્યો. કાલાંતરે તે બળદને ચારાની સાથે સંજીવિની ચરવામાં આવી. અને તેથી બળદ પાછો પુરુષ થયો. અહીં ચારો ચરાવવાની પ્રવૃત્તિ પરિણામે જેમ હિતકારિણી બની તેમ ભાવનામય જ્ઞાન સર્વત્ર કૃપાપરાયણ હોય છે. સામી વ્યક્તિનું તેથી હિત થાય જ એવો એકાંતે નિયમ નથી. કારણ કે હિત તો તેની યોગ્યતા મુજબ થતું હોય છે. યોગ્યતા સિદ્ધિમાત્રનું પ્રધાન કારણ છે. અયોગ્યને કોઈ પણ કાર્યની પ્રત્યે અધિકાર નથી.
(આ શ્લોકના ભાવાનુવાદ વખતે ત્રિશાસ્ત્રિશિક્ષા મા.9; (પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટધોળકા) આ પુસ્તકમાં “સ્વસિદ્ધાંત સર્વદર્શનોના સમૂહ રૂપ છે આવી બુદ્ધિની થયેલી વ્યુત્પત્તિના પ્રભાવે અન્યદર્શનમાં રહેલા જીવો પર પણ અનુગ્રહ કરવાની પરિણતિ ઊભી થાય છે... વગેરે જે જણાવ્યું છે, તે વિચારણીય છે.) ર-૧૫ll
૬૪
દેશના બત્રીશી