________________
“ર હિંસાત્ સર્વભૂતાનિ... ઈત્યાદિ એક વાક્યથી શ્રુત, ચિંતા અને ભાવના સ્વરૂપ વ્યાપાર કઈ રીતે સંગત થાય? કારણ કે એક વાક્યથી એક શ્રુત (શ્રુતજ્ઞાનના કારણભૂત) સ્વરૂપ વ્યાપાર થઈ જાય તો તેનાથી બીજો વ્યાપાર થઈ શકશે નહિ.” - આ પ્રમાણે નૈયાયિક શંકા કરે તો તેમને જણાવવું કે તમારા પોતાના મતમાં નીતો થ: (ઘટ નીલરૂપાશ્રય છે)... ઈત્યાદિ એક જ જ્ઞાનમાં ચક્ષુસ્વરૂપ એક જ ઇન્દ્રિયના સંયોગ, સંયુક્ત સમવાય અને સંયુક્તસમવેતસમવાય... ઇત્યાદિ અનેક સમિકર્ષ હોય છે. અને તેથી સવિકલ્પક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે - એ બધું જેમ તમે સંગત કરો છો તેમ એક વાક્યના કૃતાદિ વ્યાપાર પણ સંગત કરી લેવા. આથી વિશેષ આ વિષયમાં ગ્રંથકારશ્રીએ “શ્રી ઉપદેશરહસ્ય'માં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ગ્રંથનું અવલોકન કરવું જોઇએ. ર-૧૩ શ્રુતમય અને ચિંતામય જ્ઞાન દરમ્યાન જે અવસ્થાવિશેષ હોય છે; તે જણાવાય છે–
आद्येऽविरुद्धार्थतया मनाक स्याद् दर्शनग्रहः ।
द्वितीये बुद्धिमाध्यस्थ्यचिन्तायोगात् कदाऽपि न ॥२-१४॥ आद्य इति-आधे श्रुतमये ज्ञाने सति । मनाग् ईषद् । अविरुद्धार्थतया स्वाभिमतस्य दर्शनग्रहो भवति, अस्मदीयं दर्शनं शोभनं नान्यदित्येवंरूपः । द्वितीये चिन्तामये ज्ञाने सति । बुद्धेर्नयप्रमाणाधिगमरूपाया माध्यस्थ्येन स्वपरतन्त्रोक्तस्य न्यायबलायातस्यार्थस्य समर्थनसामर्थ्याविशेषरूपेण चिन्तायोगात् कदापि न स्यादर्शनग्रहः । अत एवान्यत्राप्यविसंवादिनोऽर्थस्य दृष्टिवादमूलकत्वात्तन्निराकरणे दृष्टिवादस्यैव तत्त्वतो निराकरणमिति व्यक्तमुपदेशपदे ।।२-१४।।
“શ્રુતમય જ્ઞાન હોતે છતે અવિરુદ્ધ (સર્વસંમત) અર્થના કારણે થોડો પોતાના દર્શનનો આગ્રહ થાય છે. ચિંતામય જ્ઞાન હોય ત્યારે બુદ્ધિની મધ્યસ્થતાથી અર્થની વિચારણાના કારણે ક્યારે પણ પોતાના દર્શનનો ગ્રહ થતો નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સર્વ શાસ્ત્રનો અવિરોધી એવો જે અર્થ છે (હિંસા કરવી નહિ.. વગેરે) તેને જણાવનારા વાક્યથી શ્રુતજ્ઞાન થાય છે. એ વખતે શ્રુતજ્ઞાનવાળાને અર્થનો વિરોધ જણાતો ન હોવાથી; “બધાં શાસ્ત્રો પોતાની માન્યતાનું જ નિરૂપણ કરે છે; તેથી પોતાનું દર્શન સારું છે બીજાનું નહિ' - આવી જાતનો પોતાના દર્શન પ્રત્યે થોડો આગ્રહ થાય છે. વિશેષ જ્ઞાન ન હોવાથી થયેલો એ આગ્રહ કદાગ્રહસ્વરૂપ ન હોવાથી અલ્પ છે. અન્યથા એને ઉત્કટ કહ્યો હોત. માત્ર શ્રુતજ્ઞાનના કારણે જીવને એમ લાગે છે કે પોતાનું જ દર્શન સારું છે. પૂ. ગુરુદેવશ્રીની પરમતારક દેશનાના શ્રવણથી વાસ્તવિકતાનું જ્ઞાન થવાથી એ આગ્રહ નાશ પામે છે.
બીજું ચિંતામયજ્ઞાન થયે છતે નય અને પ્રમાણથી પ્રાપ્ત થયેલા જ્ઞાનના માધ્યશ્મના કારણે ક્યારે પણ ઉપર જણાવ્યા મુજબ પોતાના દર્શન સંબંધી થોડો પણ આગ્રહ થતો નથી. નય અને
દેશના બત્રીશી
૬૨