________________
જીવોને અનુગુણ જ આપવાના વિધાનનું કારણ એ છે કે યથાસ્થાને ગુણની ઉત્પત્તિ થાય છે. સ્થાનનું - યોગ્યતાનું - અતિક્રમણ (ઉલ્લંઘન) કર્યા વિના કોઈ પણ કામ કરાય તો ગુણની ઉત્પત્તિ થાય છે, અન્યથા દોષની પ્રાપ્તિ થાય છે. તે તે જીવોને તેમની યોગ્યતા મુજબ દેશના આપવાથી તેમને ગુણની પ્રાપ્તિ થતી હોય છે. વાત પણ સમજાય તેવી છે. સારી પણ દવા યુવાનાદિ રોગીને; રોગ દૂર કરવા માટે યોગ્ય હોય તો પણ તે દવા બાલ કે કુમારાદિને ગુણકારિણી નથી જ. તેમ જ મધ્યમ વગેરે આત્માને ક્લેશનો નાશ કરનારી પણ દેશના; બાલાદિ જીવોને ગુણને કરનારી નથી જ. તેથી પરમતારક એવી દેશનાનો યથાસ્થાને જ નિયોગ ન્યાયસંગત છે. ગમે તેને ગમે તેવી દેશના ન અપાય. યોગ્યને તેને ઉચિત જ દેશના આપવી જોઈએ. ૨-૧
विपक्षे बाधमाह
યથાસ્થાને દેશના આપવાના બદલે અયોગ્યને તે તે દેશના આપવામાં આવે તો દોષના પ્રસંગને જણાવાય છે–
उन्मार्गनयनात् पुंसामन्यथा वा कुशीलता ।
सन्मार्गदुमदाहाय वहिज्वाला प्रसज्यते ॥२-२॥ उन्मार्गेति-अन्यथा यथास्थानं देशनाया अदाने । पुंसां ध्यान्ध्यकरणद्वारेणोन्मार्गनयनाद् वा कुशीलता प्रसज्यते । किंभूता ? सन्मार्गदुमाणां दाहाय वहिज्वाला । अनाभोगेनापि स्वतः परेषां मार्गभेदप्रसङ्गस्य प्रबलापायहेतुत्वादिति भावः ।।२-२॥
યથાસ્થાને દેશના આપવાના બદલે અસ્થાને દેશના આપવામાં આવે તો પુરુષોને ઉન્માર્ગે લઇ જવાના કારણે કુશીલતા પ્રાપ્ત થશે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષનાં દાહ માટે અગ્નિની
જ્વાળા જેવી છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે બાલાદિ જીવોને તેમની યોગ્યતા મુજબની દેશના આપવાના બદલે તેનાથી વિપરીત દેશના આપવામાં આવે તો બાલાદિ જીવોને; તેમની બુદ્ધિને અંધ કરવા દ્વારા ઉન્માર્ગે લઈ જવાથી કુશીલતા પ્રાપ્ત થાય છે, જે; સન્માર્ગસ્વરૂપ વૃક્ષને બાળી નાખવા માટે અગ્નિની જવાળા જેવી છે.
સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે પરમતારક પૂ. ગીતાર્થ ગુરુભગવંતની દેશના જેવું બીજું કોઈ સાધન નથી. એ દેશનાના નિરંતર પુણ્ય-શ્રવણથી બાલ, મધ્યમ અને પંડિત એવા મુમુક્ષુ જનોને સન્માર્ગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવાના બદલે તેનાથી વિપરીત મધ્યમાદિયોગ્ય દેશના આપવામાં આવે તો તે તે જીવોની બુદ્ધિનો ભેદ થતો હોવાથી તેઓને તે દેશના (અસ્થાન-દેશના) ઉન્માર્ગે લઈ જાય છે. તેથી ધર્મદશકની એ દેશનામાં કુશીલતાનો પ્રસંગ આવે છે. જે; મુમુક્ષુ શ્રોતાવર્ગને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવાનું કારણ હતી, તે દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય તો તેમાં કુશીલતાનો પ્રસંગ આવે
૪૬
દેશના બત્રીશી