________________
अथ द्वितीया देशना-द्वात्रिंशिका प्रारभ्यते आद्यायां द्वात्रिंशिकायां दानमुक्तं, तदन्तरायभीरुत्वं च मुख्यो गुणः, तच्च देशनाविवेकनिर्वाह्यमितीयमधुना विविच्यते
પહેલી બત્રીશીમાં દાનનું વર્ણન કર્યું. દાનાંતરાયનો ભય હોય તો; પરમાર્થથી દાનની પ્રવૃત્તિ શક્ય બને છે. આ લોક વગેરે સંબંધી ફળની આશંસાએ આજ સુધી દાનની પ્રવૃત્તિ થતી જ આવી છે. પરંતુ “શક્ય હોવા છતાં દાન કરવામાં આવે નહિ તો દાનાંતરાયકર્મ બંધાશે...” વગેરે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનાનુસાર દાનાંતરાયના ભયને લઈને દાનની પ્રવૃત્તિ થાય તો તે દાન પરમાર્થિક બને છે. દાનાંતરાયનું ભીરુત્વ (ભય) – એ મુખ્ય ગુણ છે. કારણ કે ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ ધર્મસ્વરૂપ દાનની પારમાર્થિકતા તેને લઇને છે. એ મુખ્ય ગુણની પ્રાપ્તિ; તે તે આત્માને તેને યોગ્ય દેશના આપવાથી કરાવી શકાય છે. તેથી આ બીજી બત્રીશીમાં દેશનાના વિવેકનું નિરૂપણ કરાય છે–
यथास्थानं गुणोत्पत्तेः सुवैद्येनेव भेषजम् ।
बालाद्यपेक्षया देया देशना क्लेशनाशिनी ॥२-१॥ यथास्थानमिति-सुवैद्येन भेषजमिव । बालाद्यपेक्षया बालाद्यानुगुण्येन । देशना देया । साधुनेति शेषः । किं भूता ? क्लेशनाशिनी भावधातुसाम्येन दोषापहा । कुत इत्याह-यथास्थानं स्थानमनतिक्रम्य । गुणोत्पत्तेः । यथा हि सदप्यौषधं तरुणादियोग्यं बालादीनां न गुणाय तथा धर्मदेशनाऽपि मध्यमादियोग्या बालादीनां न गुणायेति यथास्थानमेतन्नियोगो न्याय्यः ॥२-१॥
“સારો વૈદ્ય જેમ દવા આપે તેમ બાલાદિ જીવોને અનુકૂળ પડે તે રીતે ક્લેશનો નાશ કરનારી દેશના આપવી જોઈએ. કારણ કે સ્થાનનું અતિક્રમણ ન કરવાથી ગુણની ઉત્પત્તિ થાય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની દેશના પૂ. ગીતાર્થ સાધુભગવંતોએ આપવી જોઇએ; જે રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ ક્લેશનો નાશ કરનારી છે. રાગાદિભાવધાતુઓનું સામ્ય (અનુદ્રિક્ત અવસ્થા) પ્રાપ્ત થવાથી એ પરમતારક દેશના રાગાદિજન્ય દોષને દૂર કરનારી છે.
સારો વૈદ્ય રોગીની અવસ્થા જોઈને જેમ દવા આપે છે તેમ પૂ. ગીતાર્થ ગુરુભગવંતે પણ બાલાદિ જીવોને હિતનું કારણ બને અને તેમનું અહિત ન થાય - એ રીતે બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશના આપવી જોઇએ. બાલાદિ જીવોને અનુકૂળ એવી દેશનાનો અર્થ એ નથી કે બાલાદિ જીવોને ગમે એવી દેશના. તેમનું એકાંતે જેમાં હિત સમાયું છે એવી દેશનાને જ બાલાદિઅનુગુણ(અનુકૂળ) દેશના કહેવાય છે. એકાંતે પરમકલ્યાણને કરનારી એવી દેશના બાલાદિ
એક પરિશીલન
૪૫