________________
ઘટ અને પટ - એ બેના અભાવના કારણે જેમ ત્રણ રીતે મળે છે તેમ જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાનો અભાવ પણ ત્રણ રીતે મળે છે. જયાં જીવઘાતનો પરિણામ નથી અને જીવવિરાધના છે; જ્યાં જીવઘાતપરિણામ છે, પણ જીવની વિરાધના નથી અને જ્યાં જીવઘાતનો પરિણામ નથી તેમ જ જીવવિરાધના પણ નથી. અહીં બધે જ જીવઘાતપરિણામથી જન્ય જીવવિરાધનાનો અભાવ છે. જે લોકો જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માને છે; તેમને એ ત્રણે સ્થળના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે. તેથી જ્યાં જીવઘાતનો પરિણામ નથી પરંતુ જીવવિરાધના છે (સાધર્મિકવાત્સલ્યાદિમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધવિશેષ્યસ્વરૂપ છે ત્યાં જેમ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે જ્યાં જીવઘાતનો પરિણામ છે અને જીવવિરાધના નથી; જયણા વિના કરાતા કોઈ કાર્યમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધ વિશેષણ સ્વરૂપ છે ત્યાં પણ જીવઘાતના પરિણામથી નિર્જરા માનવાનો એ મૂર્ખ લોકોને પ્રસંગ આવશે. અહીં યાદ રાખવું જોઇએ કે દરેક વખતે વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ (ઘટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટપટાભાવ) શુદ્ધવિશેષ્ય (પટ) સ્વરૂપ જ બને છે અને વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ (પટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટપટાભાવ) શુદ્ધવિશેષણ (ઘટ)
સ્વરૂપ જ બને છે - એવું નથી. ઘટવિશિષ્ટ પટના અભાવ સ્થળે એ બરાબર છે પરંતુ ઘટાભાવવિશિષ્ટ પટ અથવા તો ઘટવિશિષ્ટ પટાભાવ. ઇત્યાદિના અભાવ સ્થળે એવું નહિ બને - એ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. (ન્યાયની પરિભાષાથી સર્વથા અપરિચિત એવા વાંચકો માટે આ એકત્રીસમા શ્લોકનું વિવરણ થોડું નહિ, ઘણું અઘરું જણાશે. પરંતુ એનો કોઈ જ વિકલ્પ નથી. જિજ્ઞાસુએ થોડી સ્થિરતા કેળવી અધ્યાપક પાસેથી સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.) વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ અને વિશેષાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ સર્વત્ર શુદ્ધવિશેષ્ય સ્વરૂપ અને શુદ્ધવિશેષણ સ્વરૂપ નથી હોતો. એ આશયથી જ “શુદ્ધવિશેષત્વે' અને “શુદ્ધવિશેષvપચાપિ - આ ઉલ્લેખ છે.
ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાને; વર્જનાભિપ્રાયથી ઉત્પન્ન થનારી નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનીએ અને કેવળ વિરાધનાને પ્રતિબંધક ન માનીએ તો; જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાનો વિશેષ્યાભાવને લઈને જે અભાવ શુદ્ધવિશેષણસ્વરૂપ (જીવઘાતપરિણામસ્વરૂપ) છે તેનાથી પણ નિર્જરાની ઉત્પત્તિનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે – વર્જનાભિપ્રાયસ્થળે જે વિરાધના થાય છે; તેનું જીવઘાતપરિણામજન્યત્વ જે સ્વરૂપ છે - તે વર્જનાભિપ્રાયના કારણે રહેતું નથી. આશય એ છે કે જીવઘાતના પરિણામથી જે જન્ય છે તેને જ વિરાધના કહેવાય છે. જેમાં
એક પરિશીલન
૩૯