________________
જીવઘાતપરિણામજન્યત્વ નથી તે વિરાધના નથી. વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાય(જીવનો ઘાત ન થાય એવી ઈચ્છા)ના કારણે વિસધનાનું “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ જ રહેતું નથી. તેથી “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ વગરની તે વિરાધના અસત્ છે. અસત્ એવી તે વિરાધના; નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક બનતી નથી. પ્રતિબંધક તો જે સત્ - વિદ્યમાન હોય તે બને છે - આ પ્રમાણે કહેનારને પૂછવું જોઇએ કે–
વિરાધનાનું આ “જીવવિરાધનાજન્યત્વ' જે સ્વરૂપ છે તે “વિરાધના' પદની પ્રવૃત્તિ(પદપ્રયોગાત્મક વ્યવહાર)નું નિમિત્ત છે કે વિરાધના પદાર્થનું વિશેષણ છે? કારણ કે બંને વિકલ્પમાં દોષ છે. વર્જનાભિપ્રાયસ્થળે “જીવની વિરાધના છે- એ પ્રમાણે પદનો પ્રયોગ કરાય છે અને એ પદના પ્રયોગનું કારણભૂત “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ નથી- એ પણ જણાવાય છે. પદની પ્રવૃત્તિના નિમિત્તના અભાવમાં પદની પ્રવૃત્તિ તો ઉન્મત્ત માણસો કરે છે. રક્ત (લાલ) પદની પ્રવૃત્તિનું નિમિત્ત લાલ રંગ છે. એના અભાવવાળા પીળાદિવસમાં કોઈ “રક્ત પદનો પ્રયોગ કરતું નથી. આથી સમજી શકાય છે કે – ‘વિરાધના' પદનું જીવઘાતપરિણામજન્યત્વાત્મક પ્રવૃત્તિનિમિત્ત નથી અને વિરાધના છે – આ પ્રમાણેનાં વચન ઉન્મત્તનો પ્રલાપ છે. બીજો વિકલ્પ સ્વીકારીએ તો ઉપર જણાવેલો દોષ કાયમ જ છે. “જીવઘાતપરિણામજન્યત્વ'; એ વિરાધનાનું જો વિશેષણ હોય તો નિર્જરાની પ્રત્યે “જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધના' પ્રતિબંધક હોવાથી જયાં વિરાધના નથી અને માત્ર જીવઘાતપરિણામ છે, ત્યાં વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ સ્થળે) નિર્જરાની આપત્તિ આવશે - એ ઉપર જણાવ્યું છે જ. આથી ઉપર જણાવ્યા મુજબ કેવળ જીવઘાતપરિણામથી નિર્જરાને માનવાની આપત્તિને દૂર કરવા જે કહ્યું છે તે શ્રદ્ધાસંપન્ન (વિશ્વાસ રાખનારા) શિષ્યની બુદ્ધિને છેતરવા સ્વરૂપ છે.
જીવવિરાધના જો ઉપાધિસહિત ન હોય તો જ તે પ્રતિબંધક બને છે. ઉપાધિસહિત વિરાધના તો પ્રતિબંધકાભાવ સ્વરૂપ હોવાથી તેવા સ્થળે પ્રતિબંધકાભાવસ્વરૂપ કારણ હોવાથી નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે કોઈ પણ વસ્તુ પ્રતિબંધક બને કે કારણ બને તો તેની વાસ્તવિકતાને લઈને તે બને. ઉપાધિના કારણે વસ્તુ ઔપાધિક બને છે. તે વાસ્તવિક રહેતી નથી. જે ધર્મથી વિશિષ્ટ જે વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે તે ધર્મ તે વસ્તુમાં ઉપાધિ છે. (દા.ત. જપાપુષ્પવિશિષ્ટ સ્ફટિક વસ્તુ પોતાના શ્વેતતાસ્વરૂપનો ત્યાગ કરે છે તેથી જપાપુષ્પ સ્ફટિકમાં ઉપાધિ છે તેને લઈને સ્ફટિક લાલરૂપ ધારણ કરે છે, જે સ્ફટિકની ઔપાધિકતા છે.) અહીં વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાયવિશિષ્ટ વિરાધના; વર્જનાભિપ્રાયના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે. તેથી ત્યાં વર્જનાભિપ્રાય ઉપાધિ છે. એ ઉપાધિથી રહિત જ વિરાધનાને પ્રતિબંધક મનાય છે અને તેના અભાવને નિર્જરાની
૪૦
દાન બત્રીશી