________________
સાધર્મિકવાત્સલ્ય વગેરે શુભયોગોમાં દ્રવ્યથી (ભાવશૂન્ય) આરંભાદિ જે કોઈ દોષ થાય છે; તે દોષ, યતનામાં તત્પર એવા આરાધકને કૂવાના દષ્ટાંતથી અનિષ્ટ નથી.
કહેવાનો આશય એ છે કે સત્પાત્રમાં દાન આપવાનો ભાવ જેમને છે; તેમને સાધર્મિકવાત્સલ્ય, પ્રભાવના વગેરે સ્વરૂપ શુભયોગ (પ્રશસ્ત અનુષ્ઠાન) કરવામાં જે કોઈ રાંધવા વગેરે સ્વરૂપ આરંભાદિ દોષ પ્રાપ્ત થાય છે; તે દોષ કૂવાના દષ્ટાંતથી તેમના માટે અનિષ્ટનું કારણ બનતો નથી. કારણ કે યતનામાં પ્રયત્નશીલ એવા એ આત્માઓનો શુભયોગ, સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં અનુબંધ(ભાવ)થી નિરવઘ (પાપરહિત) છે. અન્યત્ર (ઘનિર્યુક્તિ... વગેરેમાં) પણ એ વાત જણાવી છે કે – સૂત્રમાં જણાવેલી વિધિથી યુક્ત અને અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા યતનાપરાયણ આત્માને તે તે શુભયોગની પ્રવૃત્તિ વખતે જે વિરાધના થાય છે; તે નિર્જરાસ્વરૂપ ફળને આપનારી બને છે.
સાધર્મિકવાત્સલ્યાદિ વિવિધ અનુષ્ઠાનો શાસ્ત્રમાં જે પ્રમાણે વિહિત છે તે પ્રમાણે વિધિપૂર્વક તે તે અનુષ્ઠાનોને કરનાર અને આત્માની શુભ પરિણતિને ધારણ કરનાર આત્મા જયણાપૂર્વક તે તે શુભયોગને કરે ત્યારે જે કોઈ જીવની વિરાધના થાય તે વિરાધના તે આત્માને કર્મની નિર્જરા સ્વરૂપ ફળને આપનારી બને છે. અહીં જે વિરાધનાને કર્મનિર્જરાની કારણ તરીકે વર્ણવી છે, તે વિરાધના આપવાદિક જાણવાની છે. આધાકર્મિકાદિ દોષથી દૂષિત આહારાદિ ગ્રહણ કરતી વખતે તેમ જ નદી વગેરે ઊતરતી વખતે પૂજ્ય સાધુભગવંતાદિને જે વિરાધનાનો પ્રસંગ આવે છે, તે વિરાધના શ્રી તીર્થંકરપરમાત્માની આજ્ઞા-સાપેક્ષ હોવાથી તેને (વિરાધનાને) આપવાદિક (અપવાદપદ-પ્રત્યયિક) વિરાધના કહેવાય છે. તેને છોડીને બીજી બધી વિરાધના; આજ્ઞાનિરપેક્ષ હોવાથી આપવાદિક નથી. યતના (જીવાતના પરિણામનો અભાવ, જીવરક્ષાનો પરિણામ... વગેરે) કરવામાં તત્પર એવા આત્માઓને અપવાદે થતી વિરાધના કર્મનિર્જરાનું કારણ બને છે. બીજી વિરાધના તો પાપબંધનું જ કારણ બને છે. વિરાધના, વિરાધનાસ્વરૂપે એક હોવા છતાં ફળનો જે ફરક છે તે તેના ઉપાયભૂત ક્રિયાવિશેષના કારણે છે. સાધર્મિકવાત્સલ્યાદિ ક્રિયા જ્ઞાનપૂર્વકની અને યતનાપૂર્વકની હોવાથી તેમાં થતી વિરાધનાના કારણે કર્મની નિર્જરા થાય છે. બીજી વિરાધના; તેવા પ્રકારની જ્ઞાનાદિપૂર્વકની ક્રિયા સંબંધી ન હોવાથી તેનાથી પાપનો બંધ થાય છે, કર્મનિર્જરા થતી નથી. આથી સમજી શકાશે કે યતના(જયણા)ના પરિણામવાળા આત્માને શુભયોગમાં પણ જે કોઈ દ્રવ્યથી દોષ થાય છે; તે દોષ આગમપ્રસિદ્ધ કૂવાના દાંતથી અનિષ્ટ બનતો નથી. પાણી મેળવવાની ઇચ્છાથી કૂવો ખોદતી વખતે થાક લાગે, તરસ લાગે, ધૂળથી કપડાં-શરીર ખરડાય અને કાદવ વગેરે ઊડે... ઈત્યાદિ અનિષ્ટ પ્રાપ્ત થાય છે, પરંતુ એ બધાં જ અનિષ્ટો કૂવાના પાણીથી દૂર થાય છે. આવી
એક પરિશીલન
૩૭.